Book Title: Jain_Satyaprakash 1956 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521735/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra دارد ज्ञान દર્શન www.kobatirth.org Fu Acharya Shri Kailassagarsuri Gyanmandir Do 262 وادر ACHARYA SRI KAILASSAGARSURI, GYANMANDIR SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA Kopa Gandhinagar - 382 007. Ph.: (079) 23 6252, 23276204-05 3276249 For Private And Personal Use Only 4:10 4:24: ** : 20 Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विषय-दर्शन પ ૧૯૫ ૨૦૨ | લેખક ૧. સાધના દ્વારા સિદ્ધિ પૂ. મુ. શ્રી. ચંદ્રપ્રભસાગરજી મ. (ચિત્રભાનુ) . ૨. પાંચ જનમની પ્રીત (વાતો) શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈ ૩. અષ્ટાપદ તીર્થ-ઈ તિહાસ પૂ. મુ. શ્રી. જ્ઞાનવિજયજી મ. (ત્રિપુટી). ૪. તેરાપંથ-સમીક્ષા પૂ. પં. શ્રી. ધુરંધરવિજ્યજી ગણી ૫. વાચક યશોવિજ્યની ચોવીસીએ ટે. હીરાલાલ ર. કાપડિયા એમ. એ. ૬. શ્રી. ઋષભદાસજી કૃત પાંચ આ તીર્થ કરાનાં પાંચ ચૈત્યવંદના પૂ. મુ. શ્રી. અભયસાગરજી મ. श्रीऋषभजिनस्तवनम् પૂ. પં. શ્રી. ધુર ધરવિજ્યજી ગણી ૨૧૧. ૨૧૫ ૨૧૬ નિવેદન ગત વર્ષમાં શ્રી જૈન ધર્મ સત્ય પ્રકાશક સમિતિની આર્થિક સ્થિતિ વિશે અમે કરેલા નિવેદનથી ‘ જૈન સત્ય પ્રકાશ” પ્રત્યે સહાનુભૂતિ અને અભિરૂચિ રાખનારા સજજનાએ સારી મદદ કરી હતી, પરંતુ તે મદદ એકાદ વર્ષ માટે પણ પૂરતી ન હતી. સમિતિના વાર્ષિક ખર્ચને પહોંચી વળવા માટે અમારે આ ટાણે–વર્ષ દરમિયાન ફરીથી મદદ માટે ટેલ નાખવી પડે છે. અમારી કાર્ય વાહક સમિતિ આ માસિક પત્રને ટકાવવા માટે પ્રયત્નશીલ છે, પણ શ્રી સંઘની મદદ વિના એકલે હાથે પત્ર ગતિ લખાવી ન શકે. આથી અમે શ્રી સંઘને વિનતિ કરીએ કે, તેઓ શ્રી મુનિસ મેલનના આ સંભારણાને–શ્રી સંઘના કીર્તિસ્તંભને ટકાવી રાખવા પ્રયત્નશીલ બનશે એવી અમે આશા રાખીએ છીએ. સપાટ | પૂજ્ય મુનિરાજોને પૂજ્ય આચાર્યાદિ મુનિવરે પોતાનાં સરનામાં કાર્યાલયમાં લખી મોકલે એવી વિનંતિ કરીએ છીએ. યશe For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હું | ૩% બન . अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) તંત્રી : ચીમનલાલ ગોકળદાસ શાહ વર્ષ : ૨ | વિક્રમ સં. ૨૦૧૨:વીર નિ. સં. ૨૪૮૧ ઈ. સ. ૧૫૬ क्रमांक અંઃ ૨૦ | અષાડ સુદ ૮ રવિવાર : ૧૫ જુલાઈ २५० સાધના દ્વારા સિદ્ધિ લેખક: પૂ. મુનિશ્રી ચંદ્રપ્રભસાગરજી (ચિત્રભાનુ) મહત્તા એ જન્મસિદ્ધ નથી, પણ સાધનાસિદ્ધ છે. સિદ્ધાન્તની નિષ્ઠા અને સાધના દ્વારા માણસ દિનપ્રતિદિન આગળ વધે છે અને મહત્તાની ટોચે પહોંચે છે. સગાની સમાનતામાં જન્મવા છતાં એક મહાન બને છે, બીજે તુચ્છ રહે છે. એકના બેલને સૌ ઝીલે છે, બીજાને કોઈ સાંભળતું પણ નથી. એક હજાર વર્ષ સુધી ઈતિહાસ યાદ કરીને પૂજે છે, બીજાને જીવતાં પણ કોઈ નથી બેલાવતું. એનું કારણ શું ? ભાગ્ય ? ના. એનું કારણ એ જ કે એક પવિત્ર અને પ્રામાણિક વિચારને વળગે છે, અને એ વિચારને પિતાના આચારમાં મૂર્ત કરવા સતત સાધના કરે છે, વાસનાને સંયમથી અને ભેગને ત્યાગથી જિતે છે. બીજો માત્ર વિચાર જ કર્યા કરે છે. આચારમાં શુન્ય જ રહે છે. વિચારને આચારમાં મૂર્ત કરનારનું સ્વપ્ન પણ પ્રત્યક્ષ કરતાં વધુ નક્કર હોય છે. એનું સામાન્ય વચન પણ સત્યને પ્રકાશિત કરે છે, એની કલ્પના વાસ્તવિકતાને સર્યા વિના જંપતી જ નથી, માણસ ધીમે ધીમે સંગ પર પ્રભુત્વ મેળવતો જાય છે, અને એ સંગોને સ્વામી બને છે. આવા માણસનું હૃદય શુદ્ધ અને બળવાન હોવાના કારણે ત્યાં તરંગોને સ્થાન નથી, ત્યાં તો સિદ્ધિનું સ્વપ્ન હોય છે. એ ઝાંખું હોય છતાં એની પાછળ નિષ્ઠા અને વાસ્તવિકતાનું સામર્થ હોય છે અને તેથી જ એની સિદ્ધિમાં વિને આવતાં કુસુમથી કમળ એ તે વજથીય કોર થઈ જાય છે અને ધૈર્ય પૂર્વક વિપત્તિનો સામનો કરે છે. માનવ આ રીતે વિચારને આચારમાં મૂર્ત કરવા જાય છે ત્યારે માર્ગમાં વાસના અને પ્રલોભને આવી એને ધ્યેયથી વિચલિત કરવા ખૂબ પ્રયત્ન કરે છે – For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૪] શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૨૧ ભોળા માનવ ! તું તારા આ સ્વપ્ન પાછળ બરબાદ ન થા, વચન પાછળ વ્યર્થ બલિદાન ન આપ અને તારી આ કલ્પનાને આધારે શળીએ ચઢવું રહેવા દે. આમ જો, આ જગત કેવું સુંદર છે? વિશ્વમાં સૌન્દર્યની વણઝાર કેવી ચાલી જાય છે? એમાં તું સિદ્ધાન્તની બેડીઓ પહેરી પાછળ પડી રહીશ. ગયેલા દિવસે પાછા આવતા નથી. ગયેલી ખુશનુમા યુવાની ફરી મળતી નથી અને વીતેલી વસંતત્રતુ તે લાખ પ્રયને પણ જડતી નથી, માટે જાગ, આ ઘેલછા મૂકી દે. આ સુંદર અને મનહર સૃષ્ટિને નીરખ. આદર્શોનાં ચશ્માં ઉતારી નાંખીશ તે જ આ વિશ્વને આનંદ માણી શકીશ.” - પ્રલોભનભર્યા આવા સંયોગોમાં ઘણા વિચલિત થઈ જાય છે. એ ત્યાં જ લપસી પડે છે. પણ જે મહાન થવા સર્જાયો છે, જેને કાળના સાગર ઉપર પિતાની નૌકા તરતી રાખવી છે, અને દુનિયામાં આવીને કાંઈક કરી જવાની તમન્ના છે એ વજીનિશ્ચયી થાય છે અને પામરતાને પડકાર કરે છે: “સૃષ્ટિની સુંદરતાને પામરે શું સમજે? સુંદરતા રાગમાં નથી, ત્યાગમાં છે. રાગ શૂળ છે, ત્યાગ કૂલ છે. વસ્તુનું સાચું નિરીક્ષણ નજીકથી નથી થતું, દૂરથી થાય છે. વસ્તુને આંખે ચટાડવાથી નથી દેખાતી પણ એને જરા છેટે રાખવાથી જ એ દેખાય છે. આનંદ ભોગમાં હતા તે ભેગીઓ રડતા રડતા મરત નહિ. એટલે આનંદ ભાગમાં નહિ, ત્યાગમાં છે. મહત્તા ભોગમાં તણાનારની નથી, પણ સામાં પૂરે જનારની છે. પ્રવાહમાં તે આખું જગત તણાઈ રહ્યું છે. પ્રલોભનોમાં કોણ નથી ડૂબતું? સુવાળી વાતમાં લપસી જવું એમાં મર્દાનગી છે? ભગવાન મહાવીરની મહત્તા શાથી? કારણ કે એમણે ભેગને રેગ માન્યો અને ત્યાગીની નૌકામાં વૈભવના સામે પૂરે ગયા. સાહિત્યકારે કવિ રામચંદ્રને કેમ પૂજે છે? કારણ કે એમણે સત્તાને બદલે સત્યને પૂછ્યું અને સત્ય ખાતર બલિદાન આપ્યું. સુદર્શન શેઠ ઇતિહાસમાં અમર થયા કારણ કે એમણે શિયળ ખાતર શાળાને પણ વહાલી ગણી. સોક્રેટીસે અન્યાયમાં જીવવા કરતાં ન્યાય ખાતર ઝેરને પણ પ્રિય ગણ્યું. “આ સૌ જગતના પ્રવાહમાં તણાયા નહિ પણ સામે-પૂરે ગયા અને તેથી જ કાળના પ્રવાહમાં ડૂબી ગયેલા અબજો માનમાં આવા જીવન સાધના ઉજજવળ નામ કાળના મહાસાગરમાં દીવાદાંડી બનીને ઊભાં છે.” સુધારો વર્ષ ૨૧ : અંક ૯: ક્રમાંક ૨૦૯ માં અષ્ટાપદ તીર્થ-ઈતિહાસના લેખમાં લેખક તરીકે પૂ. મુનિરાજ શ્રીદર્શનવિજયજીનું નામ ભૂલથી છપાયું છે. તેના બદલે પૂ. મુનિરાજ શ્રીજ્ઞાનવિજયજીનું નામ સમજવું. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પાંચ જનમની પ્રીત લેખક : શ્રી. રતિલાલ દીપ' દેસાઈ Acharya Shri Kailassagarsuri Gyanmandir ભમર પુષ્પામાં આળટળ્યા જ કરે, પરાગને લૂંટયા જ કરે, રસને ચૂસ્યા જ કરે, અને છતાં કદી ન ધરાય; ભારત ચક્રવતી બ્રહ્મદત્તની વિલાસ–લાલસા પણ એવી જ હતી. ભરપુર ભાગ મળ્યા છતાં સદા અસંતુષ્ટ રહેતી. વડવાનલ સતાષાય તેા એ વિલાસ-લાલસાને આતશ શાંત થાય ! એ આતશમાં કઈ ક'ઈ વિલાસ અને વૈભવની સામગ્રી સ્વાહા થઈ જતી, છતાંય એ આતશ તે સદાય અશાંત તે અશાંત જ રહેતા ! નવી નવી ભેગ સામગ્રી માટે વલખાં માર્યા જ કરતો. પણ ઇંધનથી અગ્નિ શાંત થાય તે બ્રહ્મદત્ત ચક્રવર્તીની વાસના શાંત થાય. બ્રહ્મદત્ત ચક્રવર્તીની પાટનગરી કાંપિલ્ય નગરી પણ પોતાના સ્વામિની વિલાસપ્રિયતાના પ્રતીક સમી, સાળે શણગાર સજેલ સુંદરીના જેવુ નમણુ` રૂપ ધારીને ખેડી હતી. એની ગગનચૂખી હવેલી અને એનાં વિશાળ હર્યાં, પહેાળા પહેાળા રાજમાર્ગો અને સીધી સીધી વીથિકા, ભભકભર્યાં બજારા અને વિધવિધ સામગ્રીથી ભર્યાભર્યાં હાટા જાણે આગન્તુકના આંતર ઉપર કામણ કરી જતાં. ચક્રવર્તીના રાજપ્રાસાદોમાં અને અંતઃપુરમાં તો જાણે આ દુનિયા જ ભુલાઈ જતી. શું એની શોભા ! અને શા એના વૈભવ ! જાણે સ્વર્ગલોક જ ધરતી ઉપર ઊતરી આવ્યો ! આવા વૈભવશાળી પ્રાસાદામાં અને રૂપરાણીથી ઊભરાતા અંતઃપુરામાં બ્રહ્મદત્ત ચક્રવતી જાતજાતનાં વિલાસ-સુખા અનુભવતા. ઠેર ઠેર લતાકુ ંજો, મધમધતી પુષ્પમાળા, તેજ વેરતાં મહામૂલાં રત્ના, વાયુને શીતળ અને ઉષ્ણુ ખનાવતાં સાધના, સુંવાળાં સુંવાળાં વિરાભાસના અને પુષ્પકામળ પ"કાસના, પડવો ખાલ ઝીલનારી મનહર પરિચારિકા અને વિલાસની ચરમ સીમા સમી રૂપસુંદરીએ ચક્રવતીની વાસનાને માટે ત્યાં ખડે પગે તૈયાર રહેતી ! અને છતાંય કાઇક દિવસ એવા ઊગતા જ્યારે ચક્રવતીને મન આ બધું અકારું' થઈ પડતું અને એમનુ અંતર વનવિહાર કે ઉદ્યાનક્રીડા માટે તલસી ઊઠતું. આજે ચક્રવતી' ઉદ્યાન*ક્રીડા માટે સંચર્યાં હતા. ઝરણાના કલકલ નાદ, પક્ષીઓનાં મીઠા મીઠા ખાલ, ભ્રમરાનાં મત્ત ગુંજારવ, ઘેરી ધેરી લતાકુંજો, મધમધતાં છેડા અને વેલડી, લચી પડતાં છાયાદક્ષા, પુષ્પમાળાઓથી શણગારેલા હિંડાળા અને ફૂલદડાઓના મીઠા માથી મનને ડાલાવતી સુકેામળ રાજરમણીઓ–આનંદ–પ્રમાદની આ સામગ્રીએ ચક્રવી ને જાણે સુખ–સાગરમાં ડુબાવી દીધા હતા. સર્વત્ર હાસ્ય-વિનાદ વ્યાપી રહ્યો હતા. ઝમકદાર ન્રુત્ય આંખોને અને કાનને આનંદ આપી રહ્યું હતું. રમણીએ ફૂલદડા ફેંકી ફૂંકીને જાણે ચક્રવર્તીને મૂંઝવવા મથી રહી હતી. ચક્રવતી પણ એ મારથી જાણે મૂઝાઈ ગયેા હાય એવા ડાળ કરી રહ્યા હતા. ત્યાં એક વધુ ફૂલદડા ચક્રવર્તીના દેહ સાથે અથડાયા; અને ચક્રવર્તીનું હાસ્ય ગંભીરતામાં ફેરવાઈ ગયું. ફૂલદા શરીર ઉપર નહીં' પણ અંતરના કાઈ આળા પટ ઉપર અથડાયા હોય એમ એમાંથી વિચારમાળા જન્મી પડી. ચક્રવતી વિચાર કરે છે: આવા નૃત્યના અને આવા ફૂલદડાનો અનુભવ એ કંઈ આજના નવા અનુભવ નથી, આજન્મમાત્રનો પણ એ અનુભવ નથી; એ અનુભવનાં મૂળ તા કાક For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૨૧ જૂના કાળની ધરતીમાં રોપાયેલાં લાગે છે. અંતર તે કહે છે કે કોઈ દૂર દૂરના કાળમાં, કઈ જૂના બની ગયેલા અવતારમાં આ રસાનુભવ જાણ્યો હતો, માણે હતે. પણ ક્યારે અને ક્યાં ? એને દર અંતરને લાધતા નથી, અને ચક્રવતીનું અંતર વધારે ને વધારે ઊંડે ઊતરતું જાય છે. એમનું મનોમંથન વધુ ને વધુ ઘેરું બનતું જાય છે. અને ઘેરું બનતું એ મને મંથન મૂળ ઉપરની હાસ્ય-વિનોદની રેખાઓને બદલે ગંભીરતાની ઘેરી છાયાને ત્યાં ઢાળી દે છે. ક્ષણ પહેલને કિલકિલાટ અદશ્ય થઈ ગયો. એકની ગંભીરતાએ અનેકનાં મુખને ગંભીર બનાવી દીધાં. અને આથમતી સંધ્યાએ જ્યારે બ્રહ્મદત્ત ચક્રવતી ઉદ્યાન–ક્રીડાએથી પાછા ફર્યા ત્યારે એમનાં નેત્રોને વનની મનોહારિણી શેભાને નીરખવાને અવકાશ ન હતો. એ નેત્રો નીચે ઢાળીને જાણે અંતરમાં કંઈક શોધ ચલાવી રહ્યા હતા. ચક્રવતીને આજે કોઈને સહવાસ ખપ નથી. એનું દિલ એકાંતને ઝંખી રહ્યું છે. રાજમહાલયના એકાંત ઓરડામાં એ અંતરના પટ ઉખેળવા મથી રહ્યાં છે. એક પછી એક પટ દૂર થતું જાય છે અને કોઈ કાળજૂની ઘટનાની નજીક ને નજીક એ સરતી જાય છે. છેવટે એ ધન્ય ઘડી આવી લાગે છે. અંતરમાં તેજ-ઝબકારે થાય છે, અને જુગ જુગ જૂની ઘટનાને ક્રમ જાણે એમનાં અંતરપટ ઉપર અંક્તિ બની જાય છે. ચક્રવતી શું જુએ છે? એમનાં અંતરચક્ષુ કાળના અમાપ પટ ઉપર ફરી વળે છે. અને ત્યાં એ જુએ છે કે બે બાંધવની બેલડી એ પટ ઉપર સામે ને સામે જ ફર્યા કરે છે. સુખમાં પણ સામે અને દુઃખમાં પણ સામે, આનંદમાં પણ એક રૂપ અને આફતમાં પણ એક રૂપ. ખેલ-કૂદમાં અને તપં–જપમાં પણ એમની જોડ અખંડ જ રહે ! કાયા છે, પણ જીવ તે જાણે એક જ! અને આ પ્રીત પણ કેવી પુરાણી ! એક જનમની નહીં, બે જનમની નહીં, ત્રણ કે ચારની પણ નહીં, પાંચ-પાંચ જનમની એ પ્રીત. પાંચ પાંચ જનમ લગી બેય સદા સાથે ને સાથે જ. વાહ રે વિધિ, તારા ખેલ! ચક્રવતીની વિચારમાળા વધુ ઘેરી બનતી જાય છે અને એક એક ઘટના અંતરપટ ઉપર હૂબહૂ રૂપ ધારીને જાણે સજીવન બની જાય છે. એ જુએ છે પહેલો જનમ. દશાર્ણ નામનો દેશ છે, ત્યાં બેય ભાઈ દાસ રૂપે જન્મ છે. ગુલામોના જેવી એમની હાલત છે. દીન-હીન -કંગાલ એમની સ્થિતિ છે. દુઃખની અંધારી રાતે એમને ઘેરીને બેઠી છે. સુખનો સૂરજ એમનાથી સદાય આઘે ને આઘે જ રહે છે. પણ બે બાંધવની પ્રીત એવી છે કે એ દુઃખના વિષય મીઠા અમૃતની જેમ પચાવી જાય છે. એમને જનમ આનંદ અને સુખમાં વીતી જાય છે. ત્યાં રંગભૂમિનું બીજું દશ્ય શરૂ થાય છે. કાલિંજર નામને પર્વત છે. ઊંડી ઊંડી કંદરાઓ અને ઊંચા ઊંચા શિખરેથી એ સહે છે. વિકરાળ પશુઓ, ઘેરી ઘેરી વનરાજી, ખળખળ વહેતાં ઝરણાં એનો વૈભવ છે. ત્યાં બે મૃગલાં મોજથી ફરે, ચરે ને આનંદ કરે છે. એ મીઠાંમધ ઘાસ ચરે છે અને અમૃત સરખાં નીર પીએ છે. કદીક એ એકબીજા સાથે For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અક: ૧૦ ] પાંચ જનમની પ્રીત : [ ૧લ ગેલ કરે છે, તે કદીક ચારે પગે ઊછળી ઊછળીને લંગે ભરતા ભરતા ગિરિકંદરાઓમાં ઘૂમી વળે છે. થાકે ત્યારે એકબીજાની ડોકની દૂફમાં એ આરામ કરે છે. સંગીતના એ ભારે રસિયા છે. અને છેવટે સંગીતના ચરણે જ પિતાનું જીવન સમપી દે છે. વાત આગળ ચાલે છે. રળિયામણું મૃતગંગા ખળખળ નાદે વહી રહી છે. અમૃત સરખાં એનાં નીર છે અને સદાય શીતળ અને સહામણા એના તીર છે. એ તીરે બે હંસલા ર્યા કરે છે અને હેત પ્રીતમાં મસ્ત રહે છે. જે સુંદર એ પ્રદેશ છે એવા મનહર એમના દેહ છે. વખત પૂરો થાય છે અને બને ત્યાંથી વિદાય થાય છે. વળી પાછું ચિત્ર બદલાય છે. કાશી નામને દેશ છે. એક ચાંડાલને ત્યાં બેય ભાઈ અવતાર લે છે. એકનું નામ ચિત્ર અને બીજાનું નામ સંભૂતિ. સંગીતવિદ્યામાં એ ભારે પાવરધો છે. એમની કથા છે. ભારે લાંબી અને રંગરંગીલી છે. અનેક સારામાઠા અનુભવો મેળવીને તેઓ પિતાને જીવનપંથ સંકેલી લે છે. પહેલો જન્મ દાસને, બીજે મૃગમૃગીને, ત્રીજે હંસ-હંસીને, ચોથે ચાંડાલ-પુત્રનો, હવે પાંચમો જનમ ધરે છે. દેવલોક છે. બેય ભાઈ દેવલોકનાં સુખ ભોગવી રહ્યા છે. વૈભવ-વિલાસનાં સાધનને ત્યાં કોઈ પાર નથી. જાણે સદા સુખની બંસરી ત્યાં બેજી રહી છે. જરા અને મરણ ત્યાં વીસરી જવાય છે. દુઃખ કે ગ્લાનિનું તે જાણે ત્યાં નામ નથી. સદા આનંદ, આનંદ ને આનંદ જ ત્યાં પ્રવર્યા કરે છે. પણ કાળદેવતા તે એનેય છેડતા નથી. એના કાળ-ઝપાટા તે સ્વર્ગલોકમાંય ફરી વળે છે અને બન્ને દે ત્યાંથી અદશ્ય થાય છે. ચક્રવર્તીની વિચારમાળા ત્યાં થંભી જાય છે. આગળને મણકે એમને સાંપડતો નથી. પાંચ પાંચ જનમને સાથી બાંધવ જાણે અલોપ થઈ જાય છે. એની શોધ એને લાધતી નથી. એનું અંતર ભાઈ માટે તલસી ઊઠે છે. એનું હૈયું પિકાર કરે છે; પાંચ જનમનો સાથી ભારે ભાઈ ક્યાં? પાંચ જનમની અમારી અખંડ પ્રીત કેમ કરી નંદવાણું ? અને બાંધવના વિરહની પીડામાં ચક્રવર્તીપણાનાં સુખો જાણે ખારાં ધૂ થઈ ગયાં ! કાશી નગરીમાં આજે ઠેર ઠેર એક વાત ચર્ચાતી હતી. કાશીરાજનાં ન્યાયાસને, આજે રાજમંત્રી જેવા રાજમંત્રી નમુચિને મોતની સજા ફરમાવી હતી. નમુચિ બુદ્ધિના ભંડાર અને સંગીત–વિદ્યાના પારગામી હતા. રાજકાજમાં એમને નિર્ણય આખરી લેખાતે, અને એમના બેલને અવગણનારનું મસ્તક સલામત ન રહેતું. પણ દુરાચારના ગુના આગળ રાજમંત્રી પણ રાંક બની ગયા હતા અને પ્રજાએ જોયું કે આવા સમર્થ પુરુષને પણ પિતાના ગુનાની સજા શિર ઝુકાવીને સાંભળવી પડી હતી. નમુચિને ફાંસીને માંચડે ચડાવી દેવાની રાજના ચાંડાલને આજ્ઞા મળી ચૂકી હતી. અને હવે તે રાજમંત્રીના મોતની ઘડીએ જ ગણાતી હતી. ફોસીને માંચડે તૈયાર થયો છે. ચાંડાલ પણ રાજઆજ્ઞાનું પાલન માટે તૈયાર ખડે For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮] શ્રી. જન સત્ય પ્રકાશ [વર્ષ : ૨૧ છે. પણ રે, જરાય વેદના અનુભવ્યા વિના સેંકડો માનવીઓને મોતના મુખમાં ધકેલી દેનાર ચાંડાલનું હૈયું આજ પાછું કે પડે ? એ દોરી ખેંચવાને વળી વળી વિચાર કરે છે અને એનું મન વળી વળી પાછું પડે છે. એ આમ ફરે છે અને તેમ ફરે છે, પણ એનું મન જાણે આજે એને સાથ આપવા માગતું નથી. પથ્થરમાં ઝરણું ફૂટી નીકળે એમ એના અંતરમાં આજે કરુણાનો ઝરે વહી નીકળે છે. રાજઆજ્ઞાનું પાલન કરવાને દેખાવ કરી ચાંડાલ નમુચિને પિતાને ત્યાં લઈ ગયે ત્યારે જ એના અંતરને જંપ વળે. ચાંડાલને બે દીકરા. એકનું નામ ચિત્ર અને બીજાનું નામ સંભૂતિ. બે દેવકુમાર જ જાણે જોઈ લેજો રૂપે રંગે સૌનું મન હરી લે એવા. રાંકને ત્યાં જાણે રતન. બેય ભાઈ નમુચિ પાસે સંગીત શીખવા લાગ્યા. થોડા જ સમયમાં બંને સંગીતવિદ્યામાં નિપુણ બની ગયા, શું એમના કંઠ અને શું એમનું ગાન ! એ ગાવા લાગે ત્યારે જાણે ધરતી આખી થંભી જાય ! સ્વરોની દેવીનું જ જાણે સર્વ સામ્રાજ્ય સ્થપાઈ જાય. ગુરુથી જાણે ચેલા સવાયા નીવડવા. પણ નમુચિનાં ભાગ્ય અહીં પણ ફૂટેલા નીવડ્યા. અહીં પણ એ સદાચારનો મારગ ચૂક્યો અને એને રાત લઈને નાસવું પડ્યું. ચિત્ર અને સંભૂતિ પિતાને ધંધે વીસરી ગયા છે અને સંગીતના બળે પિતાની આજીવિકા રળે છે. એ જ્યાં ગાવાનું શરૂ કરે છે ત્યાં માણસોની ભારે ઠઠ જામી જાય છે. કાશીનગરના પહોળા રાજમાર્ગો અને મોટામોટા ચૌટા ને ચોકે પણ સાંકડા બની જાય છે. આખી માનવ-મેદની ત્યારે એ સ્વરમાધુર્યમાં મસ્ત બનીને ડોલવા લાગે છે. સ્થળ અને કાળના ભેદ પણ જાણે ત્યાં ભુલાઈ જાય છે. સંગીતની સરિતાનાં અમૃત જાણે બધે ફેલાવા લાગે છે. પણ ગમે તેવા નિપુણ હોય તેય આ તે ચાંડાલ ! એમને તે વળી આવી વિદ્યા અને આવી ખુમારી કેવી! એમને તે ભલો એમને ઘ અને ભલાં એમનાં અધમ કાર્યો. ગધેડા ઉપર તે વળી અંબાડી હોય ? અને કાશીની પ્રજામાં આ ગણગણાટ ઘેરે બનતે ચાલ્યો. પંડિતો અને સંગીત શાસ્ત્રીએને આમાં પિતાની હીણપત લાગી. વિદ્યા અને કળા તે ઊંચ કુળને વારસે. આવા અધમેને ત્યાં એ જાય, તે તો હળાહળ કળિયુગ વ્યાપી જાય. અને વાત વધતી વધતી ઠેઠ કાશીરાજની પાસે પહોંચી ગઈ. પંડિત અને શાસ્ત્રીઓએ દાદ માગીઃ “આ અધમેને આવું અપકૃત્ય કરવા માટે સજા કરી અને એમની વિદ્યાને રાજઆજ્ઞાનાં એવાં તાળાં વાસી દ્યો કે ભવિષ્યમાં એ નીકળવા જ ન પામે. ' ચિત્ર અને સંભૂતિને કાશીરાજની સમક્ષ ખડા કરવામાં આવ્યા. કાશીરાજે ફરમાવ્યું: “બાળકે ! તમે ઉચ્ચ વર્ણને ચોગ્ય કળા હાંસલ કરવાને ભારે ગુને કર્યો છે. આ ગુનાની સજા ભારે આકરી છે. પણ તમેય મારા પ્રજાજનો છે એટલે તમે તમારી કળાને છેડીને તમારા ચાંડાલના કામમાં લાગી જાઓ ! અત્યારે તો તમને ન્યાયાસન આટલી જ સજા ફરમાવે છે.' For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૧૦ પાંચ જનમની પ્રીત [ ૧૯૯ બંને ભાઈ ક્ષણભર વિચારમાં પડી ગયા. રાજસભા પણ શું થાય છે. એ ઉત્સુકતા અનુભવી રહી, પણ કળાના લાડકવાયાઓ કચારે કાઇની પરવા કરે છે કે આ એ ભાઇ એ ચૂપ રહે. ચિત્રે જવાબ આપ્યો: ‘મહારાજ ! સંગીત તે અમારા શ્વાસ અને પ્રાણ છે. ઊંચ કુળ અને કળાને જો સાચું સગપણ હાત તે અમ ગરીબના દ્વારે આવત શા માટે ? એના દરબારમાં તે ગરીબ કે અમીરના ાઇ ભેદ જ નથી, અમૃતના દાન જો આપમેળે જ મળતાં હાય તો એને કાણુ ઉવેખી શકે ? કળાદેવીની આ ભેટને અમે કેમ કરી તજી શકીએ ? રાજન ! આપની આજ્ઞાનું પાલન અમારા ગજા બહારની વાત છે. કાશીરાજના ચહેરા કઈક સખ્ત થયા; એમણે જરા વધુ સત્તાભ અવાજે કહ્યું : છેકરા ! આ સ્થાન દલીલા કરવાનું નહીં, રાજઆજ્ઞાને શિરામાન્ય કરવાનું છે. તમને ફરી વિચાર કરવાની તક આપવામાં આવે છે. કહેા, રાજઆજ્ઞા તમને મજૂર છે કે નહીં ? સભૂતિ જરાક આકરા થઈ ગયા. કાશીરાજ જો દેશના રાજા હતા તે એ પેાતે પણ કાં રાજા નહાતા તો પછી દુખાવાનું કે શિર ઝુકાવવાનું કેવું ? એણે જવાબ આપ્યા:‘ અમને અમારે માર્ગે જવા દ્યો. એ માર્ગ તજવા અમારા માટે અશત્વ છે. ભલે પછી રાજઆના પેાતાને ગમતા રાહ લે.’ અને રાજઆજ્ઞા થઈ કે બંને ભાઈઓએ કાશીનગરીનેા જ નહીં, કાશી દેશના પશુ ત્યાગ કરવા. અને જ્યારે દેવમંદિરમાં સબ્બાની આરતીના ઘંટારવ ખજી રહ્યા હતા ત્યારે ચિત્ર અને સમ્રુતિ પોતાના સ્વજનો, અનેપ્રાણ-પ્યારી ઝૂંપડીને આખરી સલામ કરીને વિદાય થઈ રહ્યા હતા. પશુ નીચ કુળના દોષ એમને પરભામમાં પણ જંપ વળવા ન દીધા. એ જ્યાં જાય ત્યાં એમની કળા ઉપર તેા બધાય મુગ્ધ બની જાય, પણ જ્યાં ખબર પડે કે એ ચાંડાલ કુળના છે એટલે એમને અપમાન અને તિરસ્કાર જ નસીબમાં રહે ! કળાના સ્વામીઓને પેાતાના આ તિરસ્કાર ભારે અકારો થઈ પડયો. કળાદેવીની આટઆટલી કૃપા છતાં, જે વાત પોતાના હાથની ન હતી એ ચાંડાળ કુળમાં જન્મ લેવા માત્રથી જ, લોકા પેાતાની આવી અવહેલના કરે એ એમને માટે અસહ્ય થઈ પડ્યું. એમને થયું : રૂવ ! આવું અપમાન સહીને છત્રવા કરતાં આત્મહત્યા કરીને મરવું શું ખાટું ? જીવવામાં તા ડગલે ને પગલે દુ:ખ છે અને ભરવામાં તો કેવળ એક જ વાર ! પણ પછી ન દેખવું, ન દાઝવું ! પછી ન કાઈને તિરસ્કાર, ન કાઈનું અપમાન । આમ બંને ભાઈએ બહાવરા થઇ તે ભમે છે. એમના જીવને કયાંય ચેન નથી, એમના મનને કયાંય નિરાંત નથી. એમનુ મન તે જાણે આત્મહત્યાની માળા જ રટે છે. ન એ સુખે ખાય છે, ન સુખે સૂએ છે. અને છેવટે પર્વત ઉપરથી ઝંપાપાત કરવા તૈયાર થઇ જાય છે. ગિરિક દરા એમને જાણે માતાની આંગળનું જ છેટું છે, હૈયું પડવા અને આ ગયા ! પર્વતની ભયંકર કરાડ ઉપર તેના દેહ તળાઈ રહ્યા છે. ગાદ જેવી ખારી ખની ગઈ છે. મેાતને અને એમને જાણે ચાર થંભી જાય અને લાડી થીજી જાય એવી કટાક્રુટીની પળ છે. આ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૦] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ: ૨૧ ત્યાં દૂરથી જાણે કોઈ ગેબી હોય એવો અવાજ સંભળાય છે: મહાનુભાવ, જરા થંભી જાઓ ! ભી જાઓ ! ભી જાઓ! સબૂર કરો.” બન્ને ભાઈ ચમકી ઊઠે છે. અહીં વળી આવી આજ્ઞા દેનાર કોણ હશે? પાછું વાળીને જુએ છે તે એક મુનિવર ઉતાવળા ઉતાવળા એમની તરફ ચાલ્યા આવે છે અને હાથ ઊંચે કરીને થોભી જવાની ઈશારત કરી રહ્યા છે. મુનિવર નિકટ આવી પોંચ્યા. ચિત્ર અને સંભૂતિ સ્તબ્ધ બનીને એમની સામે જોઈ રહ્યા. મુનિવરની પ્રશાંત મુખમુદ્રા જાણે શાંતિને સ્રોત વહાવતી હતી. એ કરુણાભર્યા સ્વરે બોલ્યાઃ મહાનુભાવ, આવી નવજુવાન વયે તમને એવા તે કોણે દુભવ્યા કે તમે આપઘાત માટે તૈયાર થયા છે ? આપઘાતથી દુઃખને ઉકેલ કદી નથી મળતા. પળવાર એ દુઃખ આવ્યું લાગે, પણ ફરી પાછું બમણા જોરથી આપણા માથે ત્રાટકે ! આ રાહેથી પાછા વળો ! આ તે પાપનાં વાવેતર !” - દુખિયાને દિલાસ દેનાર મળી ગયા, અને બન્ને ભાઈઓનાં નેત્ર શ્રાવણ-ભાદરવો વરસાવવા લાગ્યાં, છેવટે ચિત્ર બેલ્યોઃ “મુનિવર ! આ ચાંડાળ કુળના દેહને ધારણ કરવાથી દર-બ-દર તિરસ્કાર સહ્યો ! સ્વામી ! ન કોઈ અમારું ધણી છે, ન અમારું ધરી છે. અમારા માટે તે જાણે આ જગતમાં સર્વત્ર અપમાન, તિરસ્કાર અને અવહેલનાના અખૂટ ભંડાર જ ભર્યા છે. અમારી સંગીત કળાય અમને આ વેદનામાંથી છુટકારે નથી અપાવી શકતી તે પછી આ ચાંડાળ જન્મ વેઠીને જીવવા કરતાં કંપાપાત કરીને મતને ભેટવું શું છેટું?” - મુનિવર બોલ્યા: “મહાનુભાવો ! ન આત્મા ચાંડાલ છે, ન બ્રાહ્મણ. જે દેહને તમે આપધાતને સોંપવા માગે છે એ દેહ મને સેપી ઘો ! યુવાને, મારી પાસે ચાલ્યા આવો! સંસારના દુભાયેલા તમને ભગવાનને માર્ગ શાંતિ આપશે, શાતા આપશે, સુખ આપશે. ન ત્યાં તિરસ્કાર હશે, ન અપમાન. આત્મા, ગુરુ અને ઈશ્વરની સાક્ષીએ ત્યાં નર્યો આત્મારમણને, આનંદ જ તમને મળશે! ચાલ્યા આવા જુવાન, ચાલ્યા આવે મારી પાસે ! હું તમને પ્રભુના માર્ગની ભેટ આપીશ.” બન્ને ભાઈ તે સ્તબ્ધ થઈ ગયા : આ તે સત્ય હતું કે સ્વનિ ! અમ ચાંડાલને આ મુનિવર હૈયે ચાંપશે? પ્રભુને માર્ગ આપશે ? પિતાના કરીને રાખશે? પણ બીજી જ પળે મુનિવરે પોતાની કરુણની પાંખમાં બન્ને ભાઈઓને સમાવી દીધા ત્યારે તેમનું સ્વપ્ન સત્ય રૂપે ખડું થયું. દુનિયાએ જેમને ચાંડાલ કહીને તિરસ્કાય તેમને મુનિવરે પિતાના કહીને અપવાની લીધા. અણીની પળ વીતી ગઈ અને આપઘાત માટે ઉઘુક્ત થયેલા બે જુવાને આત્મસાધના માટે ચિરંજીવ બની ગયા ! (૩) બ્રહ્મદ ચક્રવતી પિતાના પાંચ પૂર્વ જન્મના સાથીને આટલે દર તે પકડી શકા, પણ છતાં પોતાના પાંચ જન્મની પ્રીતમાં ભંગ ક્યાં પડ્યો એનું દર્શન એમને લાલતું નથી. એ વધુ ને વધુ ચિંતન પરાયણ બને છે અને પૂર્વ ઘટનાઓને ઉકેલી ઉકેલીને દેખાતી હોય એમ કથા આગળ વધે છે. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૧૦] પાંચ જનમની પ્રીત [ ૨૦૧ ચિત્ર અને સંભૂતિને દેહ મુનિવેશથી ઓપી રહ્યો છે. બન્ને ભાઈ સંજમ અને તપના પાલનમાં લીન રહે છે, ધ્યાન અને યુગના અભ્યાસમાં મગ્ન રહે છે, અને કોઈ અનેરી દુનિયાના મુસાફરો હોય એમ એમનો આત્મા સદા સ્વાધ્યાયમાં અને નિજાનંદમાં મસ્ત રહે છે. કાયા અને છાયાની જેમ એ કદી એકબીજાથી જુદા પડતા નથી. જ્યારે જુઓ ત્યારે સાથે ને સાથે જ! . સમય પાક્યો જાણી ગુરુએ બંનેને સ્વતંત્ર વિહરવાની અનુજ્ઞા આપી; અને એક કાળે જેમ એમની સંગીત—વિદ્યા ખીલી ઊઠી હતી એમ એમની સાધુતા સોળે કળાએ ખીલી નીકળી. પણ કંચન અને કામિનીના ત્યાગીને પણ કીર્તિના મેહથી બચવું મુશ્કેલ બની જાય છે. ચિત્રનું ચિત્ત સ્થિર હતું અને વધુ ને વધુ અંતરમુખ બનતું જતું હતું. પણ સંભૂતિને માટે સાધુતાની કીર્તિ કે જીરવે મુશ્કેલ બની ગયો. એનું મન કઈ કઈ કાળે ચલ-વિચલ બનવા લાગ્યું. - એક વારની વાત છે. બંને મુનિઓ હસ્તિનાપુરમાં આવ્યા છે ત્યાં સનકુમાર ચક્રવતી પિતાના અપાર વૈભવ અને દેવાંગના સમી પટરાણી સાથે મુનિવર પાસે આવે છે. ચિત્રના મૂન ઉપરથી તે એ બધું પથ્થર ઉપરથી પાણીની જેમ સરી જાય છે, પણ સંભૂતિનું મન હવે કાબૂ બહાર જવી લાગે છે. બનવા કાળ તે વંદન કરતી પટરાણીની એક અલકલટ સંભૂતિના ચરણને સ્પર્શી જાય છે. એ અલકલટ શું હતી ! જાણે કામદેવનો કે મહરાજાનો મૂક ભાર હતો. - સંભૂતિનું મન તે હવે કોઈ પ્રતિબંધ સ્વીકારવા તૈયાર ન હતું. સંજમને બંધ તૂટી ચૂક્યો હતો, અને આસક્તિના નીર ખળખળ કરતાં વહી નીકળ્યાં હતાં. કીર્તિની થોડીક લપસણી ભૂમિ ઉપર ચાલતા ચાલતા સંભૂતિમુનિ કંચન અને કામિનીના આસક્ત બની બેઠા હતો. એને થયું : કેવી સુંદર નારી અને કે રૂડે વૈભવ જે આવી નારી અને આવો. વૈભવ ભેગવવા મળે તે જીવન કૃતાર્થ થઈ જાય ! અને ચિત્રની વિનવણી કારગત થાય એ પહેલાં તો સંભૂતિએ પિતાના સંયમ અને તપનું ફળ માગી લીધું હતું. જે મારા તપ અને સંયમનું ફળ મળવાનું હોય તે આવી રિદ્ધિ-સિદ્ધિ અને આવી રમણીને સ્વામી બનવા માટે હું નવા જન્મે ચક્રવતી બનું! - બંને ભાઈના અંતરના માર્ગો ફંટાતા હતા. ચિત્રનું ચિત્ત નરી અનાસક્તિમાં જ લીન હતું. સંભૂતિનું મને કેવળ આસક્તિમાં જ ગરકાવ બન્યું હતું. બ્રહ્મદત્ત ચક્રવતીને હવે પાંચ જન્મની પ્રીતિના ભંગનો દેર સાંપડતો લાગે. એમણે જોયું કે અનાસક્તિ અને આસક્તિના જુદા પડેલા રાહે પાંચ જનમ લગી સાથે ને સાથે રહેતી બાંધવ–એલડીને જુદી પાડી દીધી હતી, અને એમની પાંચ જનમ પુરાણી પ્રીતને તેડી નાંખી હતી. જેવું કર્યું તેવું બને પામ્યા હતા. પ્રીતિભંગનું કારણ લાધી ગયું હતું. અને બ્રહ્મદત્ત ચક્રવતીનું દિલ પિતાના ભાઈ માટે અધીરું બની બેઠહતું. ત્યાં તો મારો ભાઈ ક્યાં? મારો ભાઈ ક્યાં ?'ની જ રટના ચાલી રહી હતી. ભાઈને શોધ્યા વિના એને જંપ વળવાને ન હતે. અને રાજઆજ્ઞા થઈ ચૂકી હતી, અને દેશદેશ ઢંઢેરો પીટાતે હતો કે દાસરૂપે, મૃગરૂપે, હંસરૂપે, માનવીરૂપે અને દેવરૂપે-પાંચ જનમ સુધી મારી સાથે ને સાથે રહેનાર માટે આ જન્મ વિખૂટો પડેલે ભાઈ જ્યાં હોય ત્યાંથી મારી પાસે હાજર થાય ! મને મળે! ઢંઢેરાના એ શબ્દો જાણે બંધુ પ્રેમને નાદ રેલાવતા હતા. –ઉત્તરાધ્યયન સૂત્રના આધારે For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષ્ટાપદ તીર્થ-ઈતિહાસ લેખક પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનવિજ્યજી (ત્રિપુટી ) સરધના [ ગતાંકથી ચાલુ ] શ્રીગૌતમસ્વામી તથા શ્રીવાસ્વામી કલ્પમાં વર્ણન છે કે–ભગવાનશ્રી મહાવીરસ્વામીએ ઉપદેશ આપ્યો કે જે મનુષ્ય પોતાની શક્તિથી આ તીર્થની યાત્રા કરે તે તેજ ભ અચળ સ્થાનને પામે. આથી શ્રીગૌતમસ્વામીએ અષ્ટાપદતીર્થ આવી પૂર્વાદિ ૪ દિશાઓમાં વિરાજમાન ચાર, આઠ, દશ અને બે એમ ૨૪ તીર્થ કરને વંદન કર્યું, પુંડરીક દેવને પુંડરીક અધ્યયનનો ઉપદેશ આપી બીજા ભવમાં દશપૂર્વધર જ્ઞાની બનાવ્યો અને ૧૫૦૦ તાપસને જિનદીક્ષા આપી (લે. ૧૯ થી ૨૨). ભગવાન શ્રી મહાવીરસ્વામી ૨૪મા તીર્થંકર છે અને ઈદ્રભૂતિ ગૌતમ તેઓના મુખ્ય શિષ્ય તેમજ પહેલા ગણધર છે. તેઓનું ચરિત્ર આવસ્મયણિજજુરી, કપાસ, દિવ મહાપુરાણ, વિસાવસ્મયભાસ, મહાવીરચરિયું, ત્રિષણી શ. પુ. ચરિત્ર પર્વ ૧૦, પરિશિષ્ટ પર્વ, ગોતમીયા મહાકાવ્ય અને જૈન પરંપરાને ઇતિહાસ પ્ર. ૧માં વર્ણિત છે. ગણધર શ્રીઈદ્રભૂતિ ગૌતમનું લાડિલું નામ શ્રીગૌતમસ્વામી છે. તેઓ છઠને પારણે છઠ કરતા હતા, ઘેર તપસ્વી હતા, ચાર જ્ઞાનવાલા હતા, તેમના હાથે દીક્ષા લીધેલા કેવલી બની મેક્ષે જતા હતા. આથી તેમને વિચાર આવ્યો કે–આ સો કેવલજ્ઞાની બને છે, પરંતુ મને કેવલજ્ઞાન કેમ થતું નથી? શું મારે મેક્ષ નહીં થાય? ભગવાને તેમને સ્વયં ખાતરી થાય એટલા ખાતર બતાવ્યું કે–“જે મનુષ્ય પારકાની મદદ વિના કેવળ પિતાની ગુણશક્તિથી જ અષ્ટાપદની યાત્રા કરે છે તે જ ભવે મેક્ષ પામે.” ગૌતમસ્વામીએ આ સાંભળી વિહાર કરી અષ્ટપદતીર્થ જઈ પિતાની તપિલબ્ધિના પ્રભાવે સૂર્યનાં કિરણોનાં આલંબનથી ગિરિ ઉપર ચડી જિનપ્રતિમા એને વંદન કર્યું, ત્યાં પુડરીકદેવને પુંડરીક પાકને ઉપદેશ આપે. જેના પ્રતાપે પુંડરીકદેવ ત્યાંથી આવી ભારતમાં છેલ્લા દશપૂર્વધર આ. શ્રીવાસ્વામી થયો છે. શ્રીગૌતમસ્વામીએ અષ્ટાપદથી નીચે ઊતરી અષ્ટાપદની યાત્રા માટે પ્રયત્ન કરતા ૧૫૦૦ તાપસને દીક્ષા આપી પોતાની સાથે લીધા, એ તપસ્વીઓને પણ દીક્ષા લીધા પછી ભગવાન શ્રી મહાવીરસ્વામી પાસે પહોંચતા સુધીમાં કેવલજ્ઞાન થયું. ૧૪ १४ इतो य सामिणा पुचं वागरियं, अणागए गोयमसामिम्मि, जहा-"जो अट्टापदं विलगाइ, चेश्याणि य वंदइ, धरणिगोयरो सो तेणेव भवम्गहणणं सिज्झइ"। तं च देवा अन्नमन्नस्स कहिति जहा-किर धरणिगोयरो अट्ठावयं जो विलग्गइ, सो तेणेव भवग्गणेणं सिज्झइ ॥ ततो गोयमसामी चितइ, जहा अठ्ठावयं वश्वज्या । ततो सामी तस्स हिययाकूतं जाणिऊण तावसाय संबुज्झिहिति ति। भगवया भणितं-बच्च गोयमा ? अठ्ठावयं चेइयं वंदेउं ॥ –(આવાસયણિજુત્તિ-હારિભકિયાવૃત્તિ. ૫૦ ર૮૭) For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ ૪ : ૧૦ ] અષ્ટાપદ તીર્થઇતિહાસ [ ૨૦૩ વજસ્વામી શ્રીવસ્વામી ભગવાન મહાવીરસ્વામીની પરંપરામાં ૧૪મી પાટે આ થયા છે, તે વીર સ. ૫૮૪ (વિ. સં. ૧૭૪)માં દક્ષિણમાં થાવર (ગિર) પર સ્વર્ગે ગયા છે. તેમનુ ધ્વનચરિત્ર આવશ્યનિયુક્ત ટીકા, પરિશિષ્ટ પર્વ, પ્રભાવકચરિત્ર અને જૈન પરંપરાના ઇતિહાસ પ્રકરણ ૧૪માં વર્ણિત છે. અષ્ટાપદ તીર્થના ઇતિહાસ ભ॰ મહાવીરસ્વામીના સમય સુધી ઉપર પ્રમાણે મળે છે, અર્વાચીન-ભ્રમણવ્રત્તાંતા ભગવાન શ્રીમહાવીર પછી અઢી હજાર વર્ષમાં અષ્ટાપદ અંગેની કાઈ વિશેષ ઘટના અન્યાના ઉલ્લેખ મળતો નથી. માની શકાય છે કે—અષ્ટાપદની ચારે બાજુ જે જળસમૂહ હતા તે માસમના પરાવર્તનથી ધીરે ધીરે ખરફ રૂપે બની ગયેા છે તેમજ તેની વચમાં ઢંકાયેલા અષ્ટાપદ પણ આપણાથી અદશ્ય જેવા બની ગયેા છે. ચૂરાપ, તિબેટ અને ભારતના ઘણા મુસાફરો હિમાલયની મુસાફરી કરે છે અને પોતાના અનુભવા જગતની સામે મૂકે છે, તેમાંથી આપણને ઘણી નોંધપાત્ર માહીતી મળે છે, જે અષ્ટાપુને અંગે ધણા પ્રકાશ પાડે છે. તે ભ્રમણવૃત્તાંતેનું તલસ્પર્શી અધ્યયન કરવું જરૂરી છે. તેમાં કેટલાએક ફકરાઓ આ પ્રમાણે મળે છે. ૧. સમુદ્રની સપાટીથી ૨૧૮૧૮ ફીટ ઊંચા કૈલાસ છે, જે ૧૫ માઇલ લાંખેા છે, ૨, માર્બલ પહેાળા છે. સૂર્યનાં કિરણેા તેની ઉપર પડતાં તે ચાંદી જેવા ઝળકે છે. અહીં બારે મહિના બરફ જામેલા રહે છે તેથી તેનુ શિખર મદિર જેવા આકારમાં દેખાય છે. આ બરફના પતમાં દેવા તથા સ્વર્ગવાસી થયેલ આત્માનુ નિવાસસ્થાન છે એવી તિબેટિયન પ્રજાની જાહેર માન્યતા છે. ૨. તિબેટના પશ્ચિમ વિભાગમાં Hnnadesa નામના પ્રદેશ છે. રામાયણના બાલકાંડ પ્રકરણ ૨૪માં તેનું નામ હનીક-ચેામપાન મળે છે. મુસાફર મુરક્રોફટે એશિયાટિક રિસર્ચીસ વે ૧૨ ૪૦ ૩૧૨માં તેનું વર્ણન આપ્યું છે. આ પ્રદેશમાં કૈલાસ છે. આ પર્વત ગગ્રીની બાજુમાં, નીતિઘાટની પૂર્વમાં અને માનસરોવરથી ઉત્તરમાં ૨૫ માઇલના અંતરે રહેલા છે. તિબેટી તેને Kangrinpoche_ કાંમીનપોચ નામથી ઓળખે છે. (Battenis Niopass in J. A. S. B, 1888 P. 314). ૩. કૈલાસ એ ગમી નામની ગિરિમાલામાં શોભારૂપ છે. હિંદુઓ અહીં મહાદેવ તથા પાર્વતીના નિવાસ માટે છે. આ પહાડ શેલામાં ગર્લનાક્ષથી ચડિયાતા છે, હિમાલયના ખીજા ભાગાના મુકાબલે અત્યંત સુંદર તથા ભવ્ય છે, એકદરે પતાના રાખ છે. પર્વતની બન્ને બાજુ કાતરામાં નીકળતા રસ્તે જનાર યાત્રાળુ બે દિવસમાં તેની પ્રદક્ષિણા કરી શકે છે. (H. Straqhy in J. A, S. B, 1848 P. 158). ૪. તિબેટના નકશામાં કૈલાસને યૂલન નામની ગિરિમાળામાં લખ્યા છે તે ભૂલ છે. મહાભારતમાં વનપર્વ અધ્યાય ૧૫૭ માં વર્ણવેલ હેમકૂત તેજ કૈલાસ છે. મહાભારત ભીષ્મપર્વ અધ્યાય ૬ માં ગંત્રીની ગિરિમાલા તથા રાવરામાંથી ચાર નદીઓ નીકળવાના ઉલ્લેખ છે. તે પૈકીની સિન્ધુ નદી ( સિંહની) સિંહના મુખમાંથી ઉત્તર તર, શત્રુ બુલવધના મુખમાંથી For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૪ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૨૧ પશ્ચિમ તરફ, કરનાલી પૂરના મુખમાંથી દક્ષિણ તરફ અને બ્રહ્મપુત્રા અશ્વના મુખમાંથી પૂર્વ તરફે વહે છે. (Dr. Waddell's Lhasa and its myetsries ). ૫. તિબેટિયન લેકે માને છે કે–સતલજ નદી Lang Chenkabat...લાંગચંગાવટ (ડાલચુ નામને ઝેરે)ના દ્વારમાંથી વહે છે. બ્રહ્મપુત્રા નદી Singi Kabab...સિંગી-કીબાબમાંથી વહે છે. લાયન રીવર પણ વહે છે અને Mafcha-Kamba મામા-કાઓ એટલે પૂર યાને કરનાલી વહે છે. (Seven Hedinis J. A. S. B. P. 329 ). ૬. મિ. શેરિંગ જણાવે છે કેઃ “આ પર્વતની પ્રદક્ષિણા સામાન્ય રીતે ૨૫ માઈલની છે, જે ત્રણ દિવસમાં ફરી શકાય છે. ગૌરીકુંડ જે વર્ષ દરમિયાન બરફના આકારે રહે છે તે પવિત્ર સરોવર છે. Daraham ડારમાન નામના સ્થાનથી પ્રદક્ષિણા શરૂ થાય છે અને ત્યાં જ પૂરી થાય છે.” (Therring's Western Tibbet P. 279). ૭. જૈન શાસ્ત્રમાં જેને હેમકૂટ કહે છે, અષ્ટાપદ કહે છે તે આ કૈલાસ છે. હિંદુઓ આ પર્વતમાં હર-પાર્વતીનું નિવાસસ્થાન હોવાનું જણાવે છે, પરંતુ કોઈ યાત્રિકે અહીં હર-પાર્વતીના મંદિરનો ઉલ્લેખ કર્યો નથી એ આશ્ચર્ય જનક બીના છે. (Geographical Dictionary of Ancient and Medival India P. 82. By Nandlal Dave. Calcutta ). ૮. શ્રીપ્રભુદયાળ જેન-સીમલા ડિસ્ટ્રિકટના તહેસીલદારે હિન્દથી કૈલાસ સુધીના રસ્તાનું ગામ, નદી, પહાડીઓની વિગતવાળું વર્ણન આપ્યું છે. તે તેમાં કૈલાસ માટે જણાવે છે કે – કૈલાસ પર્વત ગીથી ૩ માઈલ દૂર છે જે રેગીથી દેખાય છે અને બરફથી ઢંકાયેલ રહે છે. તેની ઊંચાઈ દરિયાની સપાટીથી ૨૧૦૦૦ ફૂટ છે. તેની ઉપર ચઢી શકાતું નથી. સ્વચ્છ મોસમ હોય ત્યારે તેને દૂરબીનથી જોઈએ તે ત્યાં પથ્થરની દીવાલ અને ઘુમ્મટ જેવું છે. ત્યાંના વતનીઓ તથા ભરવાડો કહે છે કે અહીં ઘણી વાર ગાયન તથા નગારાના અવાજ સંભળાય છે. આ અવાજ બરફ પડવાથી ઊઠતા હોય તે સંભવિત છે. લોકો તેને પવિત્ર માને છે. ખરેખર આ નાભિરાજાના પુત્ર ભગવાન ઋષભદેવની નિર્વાણભૂમિ અષ્ટાપદ પવ છે.” (ટ્રિાન્વર જૈન (માસ) ૨૦ રે ૬, હૃ. ૧૬૬૬) ૯. પંજાબના ઈકબાલ નગરના વતની પ્રોફેસર કાશ્મીરસિંહ M. A,એ એક લેખ લખ્યો છે જેમાં નીચેની બીના ખાસ ઉપયોગી છે. અહીંથી જ્ઞાનમંડી થઈને બૌદ્ધોના બેલીમઠમાં જવાય છે. તે મોટો મઠ છે. ત્યાં ઘણી બૌદ્ધ સાધુઓ રહે છે. ત્યાં ૨ મેટ બૌદ્ધ મંદિર અને વિશાળકાય પ્રતિમાઓ છે. એક મેટું પુસ્તકાલય છે. આ પુસ્તકાલયમાં જુદા જુદા ઓરડાઓમાં જુદા જુદા મતના દેવની પ્રતિમાઓ અને તે જ મતના હસ્તલિખિત ગ્રંથના ભંડારો ગોઠવ્યા છે. આ પૈકીના જેને કમરામાં ધાતુની સુંદર જિનપ્રતિમાઓ તથા જૈન ગ્રંથ વિરાજિત છે. (દિગમ્બર જૈન (માસિક) ૧૦ ૨૧ અં૦ ૭ પૃ. ૨૬૮ સં. ૧૯૯૪) For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૧૦ ] અષ્ટાપદ તીર્થ ઈતિહાસ [ ૨૦૫ ૧૦. સ્વામી પ્રણવાનંદજી જણાવે છે કે –ઉત્તર હિંદના અલમોડા શહેરથી ૨૫૦ માઈલ દૂર તિબેટમાં હિમાલયની શિખરમાલાની વચ્ચે કૈલાસ પર્વત છે. ત્યાંથી ૩૦ થી ૪૦ ભાઈલ પર હિંદની સીમા છે. કૈલાસ ચારે દિશાએથી એકસરખે દેખાય છે તેને કાપીને સપાટ લીસો બનાવ્યો હોય એ તે લાગે છે. તે દરિયાને તળિયેથી ૨૩૦૦૦ ફૂટ ઊંચે છે. તેને નીચેનો ભાગ જુદે છે. ઉપરનો કાપ જુદા માળ જેવો જણાય છે. ચારે તરફ બરફ વરસે છે. ત્યાં જઈ શકાય તેમ નથી. ઉપર ગુંબજ અને તેની ઉપર કળશા જેવો રીલે દેખાય છે. કિલ્લાના કાંગરા જેવો પણ આભાસ જોવા મળે છે, જેની પરિક્રમા ૪૦ માઈલની હશે. બૌદ્ધો તેને કાંગરી પિચે (બૌદ્ધ નિર્વાણસ્થાન) માને છે. જેને તેને અષ્ટાપદ પર્વત માને છે. હિન્દુઓ તેને શંકરનું સ્થાન માને છે. પહાડની ચારે બાજુ સોનું, ચાંદી અને વિભિન્ન ધાતુઓની ખાણે છે તેમજ ઊના પાણીના ઝરા છે. અલમેડાથી પગપાળા જતાં ત્યાં ૨૫ દિવસે પહોંચાય છે. કૈલાસની દક્ષિણે ૨૦ માઈલ પર પવિત્ર માનસરોવર છે જે ૨૦ માઈલ લાંબું, ૨૦ માઈલ પહેળું, ૪૦૦ ફૂટ ઉંચું છે. તેમાં પાણી સ્વચ્છ છે, હંસ રહે છે. તેની પાસે રોકસ સરોવર છે જે ઉત્તર દક્ષિણે ૨૦ માઇલનું, પૂર્વ પશ્ચિમે ૭ માઈલનું છે. (Kailash & Mansarovar) ૧૧. નાગપુર (ન્યુ કલીની)ના શ્રી આશકરણ શેષકરણ વહોરા લખે છે કે –સ્વામી પ્રણવાનંદજી જે કૈલાસનું વર્ણન આપે છે તે ખરેખર અષ્ટાપદ પહાડ જ છે. તેના ઉપરા– • ઉપર હજારહજાર ફૂટના કાપાઓ છે. અષ્ટાપદના તે પદો જેવા છે. દૂરથી જોનારને સમવસરણ જેવું દેખાય છે. (जैन मित्र ता० ३॥१५५॥ ता० २१-१-५६का जैन व० ५५ अं० ३ ॥ ગુલાબ માસિક ૧૦ ૮ ૦ ૧ સં- ૨૦૧૨ તિબેટના ઇતિહાસમાંથી ભારતની ઉત્તરે હિમાલય છે અને તેની ઉત્તરે તિબેટ દેશ છે. તિબેટની ઉત્તર પૂર્વમાં (ઈશાનમાં) ચીનાઈ તુર્કસ્તાન, પૂર્વમાં ચીન, દક્ષિણમાં ગઢવાલ, કુમાઊ, નેપાલ, સીકીમ, તથા આસામ, અને પશ્ચિમમાં પંજાબ તથા કાશ્મીરની સરહદે આવેલી છે. તેની રાજધાની લાસાનગર છે. રાજા દલાઈલામાના નામથી ઓળખાય છે. ભારતથી તિબેટ જવા માટે ૧ તાકલીકેટ અને ૨ સાનીમા મંડી એમ બે રસ્તાઓ છે. પહેલે રસ્તે જનારને ૨૫૩ માઈલ અને બીજે રસ્તે જનારને ૨૧૧ માઈલ માનસરોવર પડે છે. માનસરોવરની પાસે જ રાક્ષસ તળાવ છે. તેની બન્ને બાજુ ગિરિમાલા છે. પહાડોમાં પ્રાચીન ગુફાઓ અને બીજી પવિત્ર જગાઓ છે. માનસરોવરથી ઉત્તર તરફ નજર નાખીએ તે એક કુદરતી સ્વર્ગીય સ્થાન નજરે પડે છે, જે Chang ચંગગામ પાસેના Horling હરલિંગની પડખે બરફને ઊંચે અને મનેરમ પહાડ છે એ પયુરગિલપિકસની હારમાં છે, ૨૨૦૦૦ ફૂટ ઊંચે છે. એનું નામ કૈલાસ છે જે તિબેટની સરહદમાં આવેલ છે. - સંયુક્ત પ્રાંતમાંથી ૧ લીપુલેખધાટ, ૨ ઉતધૂરપાટ અને ૩ નીતિધાટ એ ત્રણ રસ્તે કૈલાસ જવાય છે, જે પૈકીના પહેલા ઘાટથી જવાનું સરળ પડે છે. (Therring's Western Tibbet P. 149 ). For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૬] શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૨ અનેક રાજવંશોએ તિબેટમાં રાજ્ય કર્યું છે. ઈ. સ. પૂર્વે ૬૦૦ આસપાસમાં અહીંના જાઓ લિચ્છવી વંશના હતા. લિચ્છવી રાજાઓનું રાજચિહ્ન સિંહનું હતું. પ્રાચીનકાળમાં બિહારમાં વૈશાલી નામે મોટું નગર હતું ત્યાં પણ આ સમયે લિચ્છવીવંશના રાજાનું રાજ્ય હતું અને તેઓનું ચિહ્ન પણ સિંહનું હતું. તિબેટના લિચ્છવીઓ અને વૈશાલીના લિચ્છવીઓ એક જ કુટુંબના હતા. (વૈશાલીમાં લિચ્છવીઓનું ગણતંત્ર રાજ હતું તેને પ્રમુખ ચેડામહારાજા હતો. ભગવાન મહાવીરસ્વામી તેના જ ભાણેજ હતા. વીસમા તીર્થંકર હતા.) ત્યારબાદ તિબેટમાં લિવીઓની બાદ કેશલના રાજાઓએ અને પછી ગુપ્તવંશે સજ્ય કર્યું છે. અહીં ઈ. સ. ૮૪રમાં હેડસન રોજ થયો છે. આ સમય સુધી તિબેટમાં બૌદ્ધ ધર્મ આવ્યો ન હતો. બૌદ્ધો ઈ. સ. ૮૪ર થી ૮૭૦ના ગાળામાં તિબેટમાં આવ્યા છે અને સમય જતાં રાજા હડસનના વિશે પણ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો છે. આ રાજવંશમાં LhaChen Rayal-apo નામને રાજા થયો છે. લામાં નામના બૌદ્ધ ભિક્ષુએ તિબેટમાં ઈ. સ. ૧૦૫૦ થી ૧૦૮૦ના ગાળામાં ભ્રાતૃમંડળ સ્થાપ્યું અને કૈલાસની પાસે ત્રણ મોટા સવની પાસે મઠ સ્થાપ્યા. (Antiquities of Indian Tibbet Vol. 2. P. 95). (વિશ્વરનાથ રેઉને ભારતમાં પ્રાચીન રાગવંશ છુ. ૨૦૮) Atisa અતીસા Dipankara Shri Janana દીપનકર શ્રી જનાન નામના બૌદ્ધ ભિક્ષુએ ઈસાની અગિઆરમી સદીમાં બંગાળમાં તિબેટમાં આવી અહીં બૌદ્ધ ધર્મને પ્રચાર કર્યો છે. તિબેટમાં જે બૌદસ્તૂપો છે તેની બાંધણું બંગાળના બની છે. કહેવાની જરૂર નથી કે તે પહેલાં તિબેટમાં જૈન ધર્મ હત, શૈવધર્મ હતે. લિવી રાજાઓ જેન હતા. તિબેટમાં બૌદ્ધ ધર્મના પ્રચાર પછી જૈન ધર્મનું નામ ભુલાઈ ગયું એટલે તિબેટિયને અષ્ટાપદ પહાડ પર ગૌતમ બુદ્ધનું નિર્વાણસ્થાન માનવા લાગ્યા છે. વાસ્તવમાં એ ગૌતમ બુદ્ધનું નિર્વાણસ્થાન નથી જ. અને છે તેને શિવનું સ્થાન માનવા લાગ્યા છે. પ્રાચીન શિલાલેખ તિબેટમાં Guge ગુગપ્રદેશના પર્વમાં પ્રાચીન શિલાલે છે. તેમજ ખેલાટસની ખડકેમાં પણ પ્રાચીન શિલાલેખે છે. જેમાં મોટે ભાગે રાષ્ટ્રીયગીત કોતરાયેલા છે. શિલાલેખ તિબેટી ભાષામાં છે. એક સ્તૂપ ઉપર કોતરાયેલ શિલાલેખ છે, જે ગુપ્તવંશને ખરેષ્ટ્રીમાં છે. આવો આ એક જ શિલાલેખ મલ્યો છે. એક શિલાલેખ શીપક ગામના ઉલ્લેખવાલો છે. જેમાં શીપક ગામના લોકોને આર્ય તરીકે સંબોધ્યા છે. એટલે સ્પષ્ટ છે કે તિબેટિયન પ્રજા આર્ય પ્રજા છે. સર મનીયર વિલિયમ જણાવે છે. શિલાલેખોમાં Grub-thob મુબ-ભ અથવા સિદ્ધોનું નામ આવે છે. ચુબ-થભ શબ્દના બે અર્થે થાય છે, ૧ સિદ્ધયોગી (જેમકે ૮૪ સિહ વગેરે) ૨. સિદ્ધ (દ્રધનુષની જેમ વિલય પામતો અશરીરી આત્માનેક્ષમાં મન સિદ્ધાત્મા) (i) Autiquities of Indian Tibbet Vol. 2. P. 110. (ii) Budhism Eddison 2. P. 536 ) નાગવંશમાં એક Nag-Ma-groe મહાનગ્રોસ (નાગ-નાગ્રોસ) નામને રજા For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક : ૧૦] અષ્ટાપદ તીર્થ ઇતિહાસ [ ૨૦૭ થયા છે, જે શ્રેષ્ઠ રાજા તરીકે પ્રસિદ્ધ છે. તે માનસરાવરના કિનારે કિલ્લામાં રહેતા હતા. તેના એક તિબેટી ભાષાના શિક્ષાલેખ છે જેમાં અરિહંતના વિહારનું સૂચન છે જે શિક્ષાલેખના અંગ્રેજી પાઠ અનુવાદ નીચે મુજબ મળે છે 1. Jambudvipa of the south is a famous country among ten directions of the world. દુનિયાની દશ દિશાઓમાં દક્ષિણ દિશાના જમ્બુદ્રીપ સર્વત્ર પ્રસિદ્ધ છે. 2. There is the mountain ise (Kailas)` with its neck of ice, the dwelling place of those who have conquered all enemies. ( Arhats ). ખરફના શિખરવાલે કૈલાસ પહાડ છે, જે અહંતા ( જેઓએ સર્વ શત્રુઓને જીત્યા છે)નુ નિવાસસ્થાન છે. 8. There is the turquorise lake Ma-spang (Mansarover) the abode of the Nag−Ma–gros, નાગમા ગ્રેસનું રહેઠાણ માપંગ સરાવર (માનસરાવર ) ટરાઈઝના આકારે છે. 4. On the right bank of the murmuring river which proceeded from an Elephant's mouth (Satlaj). સતલજ નદી કે જે હાથીના મુખમાંથી ખળખળ કરતી વહે છે. તેને જમણે કિનારે રાજાનુ રહેઠાણ છે. ૐ. There is the great castle Kn-mkhar the abode of the King. ત્યાં કુમ્ભર્ નામને મોટા કિલ્લો છે જેમાં પ્રજાના રાજકર્તા રહે છે.. 6. In it there dwell the rulers of men, father and son; May you be always victorius. Under the rule of this religious king, all the ten virtues were prominent, in the capital of Hribskyes (Shipke). આ રાજા ધર્મિષ્ટ હતા. તેના રાજ્યકાળમાં બંધાએ (દશ) સદ્ગુણા પ્રચાર પામ્યા હતા. તેની રાજધાની અહીં હીબસ્કાઈઝ (શિપકે) નામના શહેરમાં હતી. Antiqnities of Indian Tibbet. Part. I P. 26, 27. ( અપૂર્ણ) * તિબેટની પુરાણી રાજધાની કુમ્મર નામના કિલ્લામાં હતી. તેનું પ્રાચીન નામ કુંભાકરનગર મળે છે. ભગવાન પાર્શ્વનાથ અહીં વિહાર કરી પધાર્યા હતા. —(પાર્શ્વનાથ મહાકાવ્ય પૃ૦ ૨૩૬) For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેરાપંથ-સમીક્ષા લેખકઃ પૂજ્ય પં. શ્રી ધુર ધરવિજયજીગણી [ લેખાંક ચે ] દયા-દાનને મુખ્ય વિરોધ કર્યા પછી તેરાપંથને અવાન્તર અનેક નાની-મોટી વાતોમાં વિરોધ કરે પડે છે. એ વિરોધમાં કેટલેક સ્થળે વિવેકદષ્ટિ જતી કરવામાં પણ તે પંથને સંકોચ નથી. તેરાપંથના પુરસ્કર્તા ભિખસ્વામીએ અનુકંપાની તેર ઢાળા લખી છે તેમાં એવી તે વિચિત્ર વાત એટલી વિચિત્ર રીતે રજૂ કરી છે કે જે વાંચતાં ખરેખર ભિખસ્વામી પ્રત્યે અનુકંપા જાગે. તેરાપંથના અનુયાયીઓ એ ઢાળને આગમ જેટલું મહત્ત્વ આપે છે. તે ઢાળે ખરેખર ભયંકર છે. વિવેકદષ્ટિની વિશિષ્ટ જાગૃતિ સિવાય એ ઢાળો વાંચનાર ભુલાવામાં પડી જાય એવો પૂરે સંભવ છે. એ ઢાળામાં આવતી વાતોની સમીક્ષા આ પ્રમાણે છે. તેરાપંથના મંતવ્યોમાં મુખ્ય વિરોધ એ છે કે એ સીધેસીધા મેક્ષના સાધકોને કરણીચે બતાવે છે અને બાકીનાને અકરણીય કહે છે. નિર્જરાના હેતુઓ કરણીય છે તે સાથે પુણ્યાનુબંધી પુણ્યના હેતુઓ કરણીય નથી એમ કહી શકાય નહીં. પુણ્યબંધના કારણે અને પાપબંધના કારણોને જે જુદા પાડીને કર્તવ્યાકર્તવ્યને ભેદ સમજવામાં ન આવે તે અનેક સ્થળે વિષમતાઓ ઊભી થાય અને તેમાંથી એવી ગૂંચવણમાં જીવ પડી જાય કે તે કરે કાંઈને માને કાંઈ દૃષ્ટિ સ્થિર કરીને તેરાપંથના મંતવ્યો વિચારવામાં આવે તો તેઓ કયાં ભૂલ્યા છે તેને ખ્યાલ તુરત આવી જાય. . (૧) મે કુમારે પૂર્વના હાથીના ભવમાં પગ ઊંચે રાખી સસલાને બચાવ્યા એ અનુકંપા સાચી, પણ એક યોજનનું માંડલું કર્યું ને તેમાં જે બચ્યા તે અનુકંપા સાવઘ, એમ તેરાપંથ કહે છે. અર્થાત યોજનનું માંડલું કર્યું ને જે બચ્યા તેથી પાપ હાથીને બંધાયું એ તેને કહેવાનો ભાવ નીકળે. : પુણ્યકરણ પણ ભોગવવી પડે છે–તેથી સંસારમાં રહેવું પડે છે. મેક્ષમાં જનાર આત્માને પુણ્ય-પાપ બન્નેને ક્ષય કરે જરૂરી છે, પણ તેથી પુણ્ય-પાપ સરખાં થઈ જતાં નથી. તેમાં પણું પુણ્યાનુબંધી પુણ્યને યોગે મને યોગ્ય સામગ્રી પ્રાપ્ત થાય છે અને પ્રારંભિક અવસ્થામાં એ કર્તવ્યો áને આગળમેક્ષમાર્ગમાં ઓગળ વધારનારા છે. સંસારી નું અવિરત આત્માઓનું જીવવું ઈચ્છવું એ જુદી વાત છે અને તેઓ ન મરે–દુઃખી ન થાય એવાં કર્તવ્યો કરવાં એ જુદી વાત છે. અધ્યવસાયની તરતમતા કર્મબંધમાં પ્રધાન ભાગ ભજવે છે. એક જ પ્રકારનું કાર્ય For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૦૯ અંક: ૧૦ ] તેરાપંથ-સમીક્ષા અધ્યવસાય ભેદે એકને શ્રેયસ્કર થાય છે જ્યારે બીજાને અશ્રેયસ્કર થાય છે. એટલે જ્યાં જ્યાં અનુકંપા કરવામાં આવે છે ત્યાં ત્યાં તે તે સંસારી નું અવિરત જીવન ચાહવામાં આવે છે એમ માની લેવું એ ભૂલ છે, માટે અનુકંપાની વિચારણા સર્મબુદ્ધિથી કરવાની આવશ્યક્તા. છે. સ્થૂલબુદ્ધિથી કે જડતાથી કેવળ કદાગ્રહ બંધાય છે. મેધકુમારે પૂર્વભવમાં એક જનનું માંડલું કર્યું તેમાં વનસ્પતિકાય આદિની હિંસા મેહવશ થઈ તેનું પાપ તે જીવને જરૂર લાગે, પણ એ સિવાય અગ્નિથી ત્રાસ પામેલા અનેક જેને જે શાતા મળે તેથી તે જીવને પુણ્ય બંધાય એ નિર્વિવાદ છે. જે એમ ન હોત તે આગમમાં તે સ્થળે કે જ્યાં મેઘકુમારનો વિસ્તારથી અધિકાર આવે છે ત્યાં આ કરણીને જરૂર નિષેધી હત. આ કરણને ઉલ્લેખ ત્યાં સુંદર શબ્દોમાં કર્યો છે, જરી પણ અચી દર્શાવી નથી. કોઈ પણ જીવ જ્યારે ઉન્માદે ચડે છે ત્યારે તેને પોતે કોણ છે? પિતાની સ્થિતિ ને શક્તિ શું છે? તેનું તેને ભાન રહેતું નથી. કોઈ પણ પ્રસંગને તે પિતાના મંતવ્યોના સિક્કા લગાવે છે અને એ યથાર્થ છે એવું ઠસાવવા સતત પ્રયત્ન કરે છે. ભિખ્ખસ્વામીએ લખેલ અનુકંપાની ઢાળમાં એવું સ્પષ્ટ દેખાય છે--આ કર્યું તે ધર્મ અને આ કર્યું તે સાવધ. આ બે સિવાય બીજો કોઈ સિક્કો તેમની પાસે નથી અને એ બે સિક્કા પણ એક સરખા છે–તેમાં કાંઈ તરતમતા પણ નથી. એ સિક્કા પણ જે પૂર્વ–શ્રતને અનુસારી હોય તે તો ઠીક, પણ આ તે પિતાના ઘરના. એ માન્ય કેમ કરી શકાય? ન જ કરી શકાય. (૨) શ્રીનેમિનાથ પ્રભુ પરણવા ગયા, પશુઓનો પિકાર સાંભળીને પાછા ફર્યા એ ધર્મ. (૩) ધર્મચિ અગાર કડવી તુંબડીનું શાક વહોરી લાવ્યા, પરઠવવા ચાલ્યા, અનેક જીવોની વિરાધના થશે, જાણું વાપરી ગયા, એ ધર્મ. (૪) શ્રી મહાવીર પરમાત્માએ છાસ્થ અવસ્થામાં ગોશાળાને તેલેસ્યાથી બચાવ્યો એ સાવઘ. ભગવાન મહાવીરના આ પ્રસંગ માટે તેઓ નીચે પ્રમાણે દલીલ કરે છે. (૧) પ્રભુને તે વખતે છ લેસ્યા હતી, (૨) પ્રભુ તે સમયે છદ્મસ્થ હતા, (૩) પ્રભુને મેહકર્મવશ રાગ ઉદયમાં આવ્યો હતે, (૪) ગોશાળા અસંયતિ અને કુપાત્ર હતા, (૫) પછીથી બે સાધુ ઉપર ગે શાળાએ તેજોલેસ્યા મૂકી ત્યારે તેમને બચાવ્યા ન હતા. આ વિચારણા સામે નીચે પ્રમાણે વિચારવું. (૧) છ લેસ્યાવાળાની આ કરણ જો સાવદ્ય કહેવાય તે નિરવા કરણી કઈ કહેવાય ? એ પ્રમાણે કરણી માત્રમાં સાવદ્યપણું આવી જાય. (૨) છદ્મસ્થપણા માટે પણ ઉપર પ્રમાણે-- વિચારવું. (૩) ગોશાળા ઉપર દયા આવી હતી નહિ કે મેહજન્ય રાગ. જે રાગ પૂર્વકનું એ આચરણ થયું હતું તે શાસ્ત્રમાં એ પ્રમાણે એ પ્રસંગ ઉલ્લેખિત થયે હેત. (૪) આ પ્રકારની દયા અંગે એનું અસંયતિપણું કે કુપાત્રપણું આડે લાવી શકાય નહિ. (૫) ગશાળાએ તેજેલેમ્યા મૂકી ત્યારે પ્રભુ સિવાય અન્ય કોઈ ત્યાં ન હતા. તીર્થંકર પરમાત્મા કેવળી અવસ્થામાં લબ્ધિને ઉપયોગ કરે નહિ. ભવિતવ્યતા પ્રબળ હતી. જે એમ ન હોય તે અનુકંપાના For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૦ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૨૧ ક્ષેત્રમાં અસંયતિની જેમ મુનિવર પણ આવી શકે નહિ. ગોશાળાની તેજોલેસ્યાને ભોગ બનેલા બન્ને મુનિઓને બચાવવામાં અસંયમનું પિષણ થવાનું ન હતું છતાં કેમ બચાવવામાં ન આવ્યા? અને એ રીતે સંયમધારીને બચાવવામાં પણ જે સાવદ્ય ગણાતું હોય તો કોઈ પણ સંચમીને કોઈ પણ બચાવી શકે નહિ. ડૂબતા સંયમીને ડૂબવા દેવા અને બળતાને બળવા દેવા, ભૂખ્યાને ભૂખ્યા રહેવા દેવી; એ પ્રમાણે ધર્મમાર્ગને સર્વથા લેપ થાય. શ્રી વીરપ્રભુએ બન્ને મુનિઓનું એ પ્રમાણે કલ્યાણું જોયું હતું એટલે તેમાં બીજું કઈ કારણ પણ નથી. આમ તેરાપંથીઓ કેવળ નિર્જરાનાં કારણો સિવાય અન્ય સર્વ પ્રવૃત્તિઓને સાવ જણાવીને એકાંતે અકરણીય-હેય કટિમાં મૂકે છે એ તેમનું મહાઅજ્ઞાન છે. કેવળ નિર્જરાનાં કર્તવ્ય કયાં છે એ પ્રશ્નનો ઉત્તર મુશ્કેલ છે એટલું જ નહિ પણ અશકયપ્રાય: છે. અકરણીયને કરણીય કહેવામાં જેટલો દેવ છે તેટલો દેષ કરણીયને કરણીય ન કહેવામાં અને અકરણીય કહેવામાં છે. તેમાં પણ પિતાના ઘરના વિચારે આગળ કરીને માર્ગભેદ કરનાર છાસ્થ મહામિથ્યાત્વના દોષને ભાગો થાય છે, એટલે તેરાપંથીઓએ કહેલા નીચેના સર્વ પ્રસંગે અને વિચારે અશ્રદ્ધેય છે. ૫. જિનઋષિએ કરેલી અનુકંપા સોવદ્ય. ૬. દેવકીના છ પુત્રો દેવે બચાવીને સુસાને સેપ્યા એ સાવદ્ય. ૭. હરિકેશી મુનિ ઉપર ભક્તિથી દેવે કરેલું કૃત્ય સાવશે. ૮. ગર્ભમાં આવેલ મેઘકુમારની માતાએ ઉત્તમ દેહદ પૂર્યા એ સાવધ. ૯. શ્રીનેમિનાથ પ્રભુને વંદન માટે જતાં શ્રીકૃષ્ણ દીનને આપેલું દાન સાવઘ. ૧૦. દુ;ખી દરિને અનુકંપા દાન દેવું એ સાવશે. ૧૧. 9 પિતાને પાપે મરે છે ને પીડાય છે, તેને બચાવવા નહિ. સાધુ બચાવે તે તેને અસંયતીની તેયાવચ્ચને દોષ લાગે, તેના પાંચ મહાવ્રત ભાંગે. ૧૨. ગજસુકુમાળે માથું ન હલાવ્યું એ ધર્મ અનુકંપા. ૧૩. અભયકુમારના મિત્રદેવે ધારિને અકાલવષોને દેહદ પૂર્ણ કર્યો એ સાવઘ. ૧૪. સાધુ સિવાય અન્ય કોઈ પણ જીવની અનુકંપા કરી શકાય નહિ. [૧૧-૧૨-૧૩–૧૪. એ ચારે વાતો કેટલી અસંબદ્ધ છે તે સ્પષ્ટ જણાય છે. સાધુ અસંયતીની તેયાવચ્ચ ને કરે એટલે તેને ન બચાવે એ કેટલું અજ્ઞાન છે. સાધુ કેવા સંગમાં બચાવે ઈત્યાદિ વિધિ-નિષેધ જે રીતે છે તેનું અજ્ઞાન આ રીતે વિપરીત વિચારે કરાવે છે. બારમી વાત તે પરીસહ-ઉપસર્ગ સહન કરવાની છે, તેમાં અનુકંપાને પ્રશ્ન નથી. વચમાં દેવની વાત વિચિત્ર છે. સાધુ સિવાય અન્યની અનુકંપા ન થાય ત્યાં અનુકંપા શબ્દનો અર્થ પણ લખનારને ખબર નથી. ] For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાચક યશોવિજ્યની ચોવીશીઓ લેખક : પ્રો. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય યશવિજયગણિએ સંસ્કૃત, પાઈય (પ્રાકૃત), ગુજરાતી અને હિન્દી એમ ચાર ભાષામાં કૃતિઓ રચી છે. એમણે ઐન્દ્રસ્તુતિમાં કૌશલિક શ્રી. ગષભદેવથી માંડીને તે આસોપકારી શ્રી મહાવીરસ્વામી સુધીનાચવીસ તીર્થકરાની સંસ્કૃતમાં સ્તવના કરી છે. આવું કાર્ય એમણે આ ચોવીસ તીર્થકોને અંગે ગુજરાતીમાં કર્યું છે– એકેક તીર્થકરના ગુણગાનરૂપે એકેક સ્તવન રચ્યું છે. આમ જે ચોવીસ રતવનની એમણે રચના કરી છે તેને “વીસી' કહે છે. એમણે એકંદર ત્રણ ચોવીસીઓ રચી છે. એનો સંક્ષિપ્ત પરિચય હું આ લેખદ્વારા આપું છું. ગુર્જર-સાહિત્ય-સંગ્રહના પ્રથમ વિભાગમાં ઉપર્યુક્ત ત્રણે વીસીઓને સ્થાન અપાયું છે. અને તે પણ સૌથી પ્રારંભમાં. પહેલી વીસીની શરૂઆત “જગજીવને જગવાલો”રૂપ આદિપદથી અલંકૃત શ્રી. આદીશ્વરના-ઋષભદેવના સ્તવનથી કરાઈ છે, અને એ ચોવીસીને અંત “ગિરૂઆરે ગુણ તુમ તણાથી શરૂ થતા અને મારી (વર્ગસ્થ) માતાના મુખથી મેં નાનપણમાં અનેક વાર સાંભળેલા મહાવીર–સ્તવનથી કરાઈ છે. પરિમાણુ આ ચોવીસ સ્તવને પૈકી ઘણાંખરાં પાંચ પાંચ કડીનાં છે. વિશેષ સાઈથી કહેવું હોય તે શ્રી. અભિનંદનનાથ, શ્રી, વિમલનાથ અને શ્રી. નેમિનાથનાં સ્તવને છ છ કડીના છે, શ્રી. પાર્શ્વનાથનું સ્તવન ત્રણ કડીનું છે, અને બાકીના વીસ તીર્થંકરનાં સ્તવનો પાંચ પાંચ કડીનાં છે. આમ આ આદ્ય ચોવીસીમાં એકંદર ૧૨૧ કડી છે. દેશી અને રાગ-વીસ સ્તવમાંથી પહેલાં બાવીસને અંગે “દેશી અને ઉલ્લેખ છે. શ્રી. પાર્શ્વનાથનું સ્તવન “મહાર” રાગમાં છે. અને શ્રી મહાવીરસ્વામીનું સ્તવન “ધનાશ્રી” રાગમાં છે. . વિશેષતા–ચોવીસે સ્તવનોનો સામાન્ય વિષય તે તે જિનેશ્વરના ગુણોત્કીર્તનને છે. - તેમ છતાં કોઈકમાં શબ્દની તે કઈમાં અર્થની–કાવ્યતત્વની વિશેષતા રહેલી છે. દા. ત. શ્રી. સુપાર્શ્વનાથના સ્તવનમાં એ જિનેશ્વરનું ઠકુરાઈ (ઐશ્વર્ય) વર્ણવતાં ૩૪ અતિશય, વાણીના ૩૫ ગુણ અને ૮ પ્રાતિહાર્યોને નિર્દેશ કરાયો છે. શ્રી. ધર્મનાથના સ્તવનમાં “થાણું” અને “” એમ બે મારવાડી પ્રયોગો છે. શ્રી, કુન્થનાથના સ્તવનમાં એ તીર્થકર રત્નદીપક તરીકે ઉલ્લેખ છે. એનું વર્ણન ભક્તામર સ્તોત્રના નિમ્નલિખિત સોળમા પદ્યનું સ્મરણ કરાવે છે – For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૨] શ્રી. જેન સત્ય પ્રકાશ [વર્ષ : ૨૧ " निघूमवर्तिरपवर्जिततैलपूरः ___ कृत्स्नं च गस्त्रयमिदं प्रकटीकरोषि । गम्यो न जातु मरुतां चलिताचलानां दीपोऽपरस्त्वमसि नाथ ! जग प्रकाशः ॥१६॥ શ્રી. નમિનાથના સ્તવનમાં એમની સેવા કરવાથી આઠ મહાસિદ્ધિ અને નવ નિધિની પ્રાપ્તિ થાય એમ કહ્યું છે. વળી હાથી, ડા, પુત્ર, પુત્રી અને બાંધવની પ્રાપ્તિ, ઈષ્ટને સંયોગ અને અનિષ્ટ જોને અભાવ ઈત્યાદિ સાંસારિક લાભો ગણવાયા છે. શ્રી. પાર્શ્વનાથનું સ્તવન ઉત્કૃષ્ટતાનાં ઉદાહરણ પૂરાં પાડે છે. જેમકે દેશમાં ઈન્દ્ર, પર્વતોમાં મેરુ, પશુમાં સિંહ, વૃક્ષમાં ચન્દન, સુભટોમાં મુરરિ (કૃષ્ણ), નદીમાં ગંગા, રૂપમાં કામદેવ, પુષ્પમાં અરવિન્દ, ભૂપતિઓમાં ભરત, હાથીઓમાં ઐરાવત, પક્ષીમાં ગરુડ, તેજસ્વીમાં સૂર્ય, વખાણ (વ્યાખ્યાન)માં જિનકથા, મંત્રમાં નવકાર, રત્નમાં સુરમણિ, સાગરમાં સ્વયંભૂરમણ સમુદ્ર, ધ્યાનમાં શુકલ ધ્યાન. સતુલન–સૂયગડ (અ, ૬)નાં ૧૮માથી ૨૪મા સુધીનાં પર્વમાં શ્રેષ્ઠતાનાં ઉદાહરણો અપાયાં છે. તેની સાથે ઉપયુકત ઉદાહરણે સરખાવી શકાય. વળી ઋષભદાસે રચેલી અને નીચે મુજબની પંકિતથી શરૂ થતી શત્રુંજયગિરિસ્તુતિ પણ વિચારી શકાય – શ્રી શત્રુંજય તીરથસાર, ગિરિવરમાં જેમ મેરુ ઉદાર.” ' રચના-સમય–આ તેમજ બીજી બે ચોવીસી પણ ક્યારે રચાઈ તેને એમાં ઉલ્લેખ નથી. ઉપાધ્યાયાની કોઈ અન્ય કૃતિમાં આ ત્રણ વીસીમાંથી એકેને નિર્દેશ હેય એમ જાણવામાં નથી. આવી પરિસ્થિતિમાં પ્રત્યેક વીસીનાં સ્તવને રોજ એકેક રચાય કે કેમ એનો ઉત્તર કેવી રીતે અપાય? પવિપર્ય—ચોવીસીઓનું પૌર્વાપર્ય નક્કી કરવા માટે કોઈ સાધન જણાતું નથી. નામનિદેશ-કર્તાએ પ્રાયઃ પ્રત્યેક સ્તવનના અંતમાં “ જશ” શબ્દ વડે પિતાનું નામ જણાવ્યું છે. એમનું સાંસારિક નામ “જશવંત’ હતું તેનું આ સંક્ષિપ્ત રૂપ છે. બીજી રીતે વિચારીએ તે “યશોવિજય ”માંના “યશસ ને ગુજરાતી પર્યાય જશ” છે. - કર્તાએ પિતાના ગુરુનું નામ નિયવિજય ઘણીખરી વાર આપ્યું છે અને એ રીતે એમનું સ્મરણ કર્યું છે. વિશેષમાં ઘણાખરાં સ્તવમાં કર્તાએ પિતાને “વાચક' તરીકે ઉલ્લેખ કર્યો છે. તે વાચક” બન્યા પછીની આ કૃતિઓ ગણાય. વિલક્ષણતા–બીજી ચોવીસીમાં પણ ૨૪ સ્તવને છે. એમાં ૨૨મું સ્તવન “હિન્દી' ભાષામાં છે. એ આ ગ્રેવીસીની વિલક્ષણતા ગણાય. - પરિમાણ ઘણાંખરાં સ્તવને ત્રણ ત્રણ કડીનાં છે. શ્રી. કુન્થનાથનું સ્તવન ચાર કડીનું, ૧, આ ચતુતિ (થોય) કેટલાંક પુસ્તકમાં છપાવાઈ છે. દા. ત. આત્મકલ્યાણ-માળા (પૃ.૧૪૪ -૧૪૫, દ્વિતીય આવૃત્તિ)માં. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૧૦ ] વાચક યશવિજયની ગ્રેવીસીએ [૨૧૩ શ્રી. શાન્તિનાથ, શ્રી. પાર્શ્વનાથ અને શ્રી મહાવીરસ્વામીનાં સ્તવને પાંચ પાંચ કડીનાં અને શ્રી. નેમિનાથનું સ્તવન બાર કડીમાં છે, જ્યારે બાકીનાં ઓગણીસ સ્તવને ત્રણ ત્રણ કડીનાં છે. આમ આ ચોવીસીમાં કુલ્લે ૮૮ કડીઓ છે. દેશી, ઢાળ અને રાગ-સોળ સ્તવન માટે દેશને, છને માટે ઢાળનો અને એ માટે રાગનો ઉલ્લેખ છે. શ્રી પાર્શ્વનાથના સ્તવન માટે “ઢાલ ફાગની ” એમ કહ્યું છે. નવમું અને પંદરમું સ્તવન “મિલ્હાર' રાગમાં છે. વિશિષ્ટતા-શ્રી, પદ્મપ્રભનાથના સ્તવનમાં મુક્તિને મેદક (લાડુ)ની ઉપમા અપાઈ છે. એમાં જિશાસનને પાંતિ (પંગત) કહી છે. અને સમ્યકત્વને થાળ (મેરી થાળી ) કહ્યો છે. શ્રી. શાન્તિનાથનું સ્તવન વિરોધાભાસનું સુંદર દૃષ્ટાંત પૂરું પાડે છે. રાગ અને દ્વેષથી રહિત હોવા છતાં એ જિનેશ્વર ચિત્તને આંજે છે. એમને શિરે છત્ર છે ઈત્યાદિના નિર્દે શપૂર્વક એમનું ઐશ્વર્ય (ઠકુરાઈ) વર્ણવી એમને અકિંચને કહ્યા છે. એ જિનેશ્વરને સમતારૂપ પત્ની છે છતાં એ બ્રહ્મચારીઓમાં શિરોમણિ છે. ભવના રંગથી અને દેષના સંગથી એ જિનેશ્વર મુક્ત છે, પણ મૃગરૂપ લાંછનથી યુક્ત છે. આમ વિરોધાભાસ ઊભો કરાયો છે. મહાવીર-સ્તવનમાં મનને મંદિર કહી પીઠબંધ તરીકે સમ્યકત્વને, ચન્દરવા તરીકે ચારિત્રને, ભીંત તરીકે સંવરને, ગેખ તરીકે કર્મના વિવર ( દ્રિ)ન, મોતીના ઝૂમખા તરીકે બુદ્ધિના આઠ ગુણને, પંચાલ ( ) તરીકે બાર ભાવનાને, રાણી તરીકે સમતાને અને શવ્યા તરીકે સ્થિરતાને ઉલ્લેખ છે. આમ આ આલંકારિક સ્તવન છે. શ્રી. કુન્થનાથના સ્તવનમાં “ઉંબર કૂલ”ને ઉલ્લેખ છે. વિશિષ્ટ નામ–આ ત્રીજી ચોવીસીને ચૌદ બેલની ચાવીસી કહે છે. પરિમાણ–ત્રીજી ચોવીસીમાંનાં ઘણાંખરાં સ્તવને પાંચ પાંચ કડીનાં છે. મહાવીર -સ્તવન સાત કડીનું અને નેમિનાથ-સ્તવન નવ કડીનું છે, જ્યારે બાકીનાં બાવીસ બધાં પાંચ પાંચ કડીનાં છે. આમ એકંદર ૧૨૬ કડી છે. દેશી, ઢાળ અને રાગ-સ્તવન ૧, ૫, ૭, ૧૬, ૧૮, ૧૯ અને ૨૧ ને અંગે દેશીને. ઉલ્લેખ છે. છ, સત્તરમું, વીસમું અને બાવીસમું એ ચાર સ્તવન માટે દેશી ઉલ્લેખ ન કરતાં ઢાળીને કરાય છે. તેમાં બાવીસમા સ્તવન માટે “ઢાલ ફાગની” એમ કહ્યું છે. ચોવીસમા સ્તવને માટે દેશી કે ઢાલને નિર્દેશ નથી, પરંતુ રાગ નામે “ધનાશ્રી ને ઉલ્લેખ છે. ત્રેવીસમાં સ્તવન માટે દેશી, ઢાલ અને રાગ પૈકી એકેને નથી. વૈશિષ્ટય–આ ચાવીસીનું પ્રત્યેક સ્તવન તે તે તીર્થ કરતે અંગે નીચે મુજબની ચૌદ બાબતો વિષે માહિતી પૂરી પાડે છે – (૧) તીર્થકરનું નામ, (૨) એમના પિતાનું નામ, (૩) એમની માતાનું નામ, (૪) જન્મભૂમિ, (૫) લાંછન, (૬) વર્ણ, (૭) દેહમાન, (૮) સહદીક્ષિતની સંખ્યા, (૯) આયુષ્ય, (૧૦) સાધુઓની સંખ્યા, (૧૧) સાધ્વીઓની સંખ્યા, (૧૨) નિર્વાણભૂમિ, (૧૩) શાસન -ચક્ષનું નામ અને (૧૪) શાસન-યક્ષિણીનું નામ. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૨૧ જૈન તવાદ–(પૃ. ૩૫-૭૦, પાંચમી આવૃત્તિ)માં તીર્થંકરના નામને “બેલ' તરીકે ઉલ્લેખ ન કરતાં જે બાવન બેલ ગણાવાયા છે તેમાં ઉપર્યુક્ત ચૌદ બોલ પૈકી બાકીના તેરનો ઉલ્લેખ જોવાય છે. નામ-નિદેશ–આ વીસીનાં કેટલાંક સ્તવનમાં “જશે' શબ્દને જાણે શ્લેષ કરી અર્થસંદર્ભમાં ખૂબીથી ગોઠવી દઈ કતએ પિતાનું નામ દર્શાવ્યું છે. કઈ કઈ સ્તવમાં “કવિ જશવિજ્ય” એવો પણ ઉલ્લેખ છે. કેઈમાં નામ ન આપતાં ઉપાધ્યાયજીએ પિતાને નયવિજ્યના શિષ્ય તરીકે ઓળખાવ્યા છે. બાકીનાં સ્તવનોમાં આ પહેલાંની બે ચોવીસીઓનાં સ્તવનોની પેઠે “ જશ' એવો પણ ઉલ્લેખ છે. .:: ઉપસંહાર–ત્રણે ગ્રેવીસીની મળીને ૧૨૧+૮૮+૧૨૮=૩૩૫ કડીઓ છે. પ્રત્યેક ચોવીસીને ગ્રંથાત્ર કોઈ કોઈ હાથપેથીમાં હોય તે તે તપાસીને નેધા જોઈએ. બીજી એવીસીમાં એક સ્તવન હિન્દીમાં છે તે એને અંગે તપાસ થવી ઘટે. શું ગુજરાતીમાં રચાયેલું મૂળ સ્તવન નહિ મળી શકવાથી એને સ્થાને આ દાખલ કરી દેવાયું હશે? વાચકનો અર્થ “ઉપાધ્યાય' કરાય છે. એ વાચકની પદવી વિજ્યપ્રભસૂરિએ વિ. સં. ૧૭૧૮માં યશવિજયગણિને આપી હતી એમ સુજસેવેલિ (ઢાલ ૩, કડી ૧૨) જોતાં જણાય છે. આ હિસાબે “વાચક'ના ઉલ્લેખ પૂર્વકનાં સ્તવને વિ. સં. ૧૭૧૮ પહેલાં રચાયાં નથી એમ કહી શકાય. આમ રચનાસમયની પૂર્વ સીમા તે નકકી થાય છે. ઉત્તર સીમા ઉપધ્યાયજીના સ્વર્ગવાસના સમય સુધીની વધારેમાં વધારે હોઈ શકે, એથી વિ. સં. ૧૭૩૦ની આસપાસમાં ચોવીસી રચાયાનું સ્થૂળ દૃષ્ટિએ કહેવાય. જેમ ત્રીજી વીસીમાં ચૌદ ચૌદ બોલ છે તેમ ઉપાધ્યાયજીએ રચેલી વિદરમાણ-જિન-વીસ”માં તીર્થકરનું નામ, એમનાં માતાપિતા અને પત્નીનાં નામ, જન્મ-ભૂમિ અને લાંછન એમ છ છ બેલને નિર્દેશ છે. આવી રીતે સમાનકર્તક અન્ય સ્તવનેનું તુલનાત્મ દૃષ્ટિએ અવલોકન કરી શકાય, પણ આ તે સંક્ષિપ્ત પરિચય હેવાથી એ વાત જતી કરું છું. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. ઋષભદાસજી કૃત, પાંચ તીર્થકરોનાં પાંચ ચૈત્યવંદન સંપાપૂ. મુનિ શ્રી. અભયસાગરજી ૧. શ્રી રાષભદેવ પ્રભુ ચિત્યવંદન આદિદેવ અરિહંત, ધનુષ પંચસઈ કાયા ક્રોધ માન નહિ લેભ કામ નહિ મૃષા ન માયા. નહિં રાગ, નહિં શ્રેષ, નામ નિરંજન તાહ દીઠું વદન વિશાલ, પાપ ગયું સવિ માહ૬. નામે હું નિરમલ થયે એ, જપું જા૫ જિનવરતણે; કવિરિષભ ઈમ ઉચ્ચરે, આદિદેવ મહિમા ઘણે. ૩ ૨. શ્રી શાંતિનાથ પ્રભુ ચિત્યવંદન સમરું શાંતિજિમુંદ, પુષ્ય તુઝ સીસ ચઢાવું; શ્રી જિનપૂજા કાજ, નિત તુઝ મંદિર આવું. રંગાઇ ગાઉ રાસ, રિદ્ધિ સુષ સંપત્તિ પાઉં; મન વચન કાર્યો કરી, દેવ! તુઝ નિત્યે ધ્યાઉં. પૂજતાં પદવી લહું, જપતાં જગ સુધી બહુ કવિ રાષભ કહે ભવિયણ! શાંતિનાથ સમરે સહુ ૩ ૩. શ્રી નેમિનાથ પ્રભુ ચિત્યવંદન નેમ નમું નિશદિશ, જન્મ લગે બ્રહ્મચારી; અષ્ટ ભવાંતર નેહ, તજી જેણે રાજુલ નારી. નેમ ચઢયા ગિરનારી, ધરી તે સંજ [મ] ધ્યાન; ચેપન દિન છત્વસ્થ, પછે પ્રભુ કેવલજ્ઞાન. સહસ વરસને આઉષુએ, પાલી મુગતે ગયા કવિ ઋષભ ઈમ ઉચ્ચરે, જસ મહિમા જગમાં રહ્યા. ૩ ૪. શ્રી પાર્શ્વનાથ પ્રભુ ચૈત્યવંદન વંદુ પાસજિસુંદ, કમઠહઠી મદ ગાળે, કર્યો નાગ ધરણેન્દ્ર, અભયદેવ રોગ ટાયે. ફાડ્યો શંકર લિંગ, શિલા સાયરમાં તારી; ધન્ય તું પાણિંદ ! જરા યાદવની વારી. [ જુઓ અનુસંધાન પૃષ્ઠ ૨૧૬] For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org श्रीऋषभजिनस्तवनम् रचयिता : पू. पं. श्री धुरंधर विजयजी गणी [ पासशङ्खेश्वरा इत्यादिवत् प्राभातिकरागेण गीयते ] मारुदेवं मुदा श्रयतश्रेयस्कर, श्रेयसे सज्जनाः सर्वकालम्, नाभिकुलदीपकं विश्वदीपं ज्वलज्ज्योतिर्मिदीपितानर्थंजालम् || मारुदेव - १ प्रस्तुतं सुरनराधीश्वरैरीश्वरैः, सुषमयुतदुःषमारस्य प्रान्ते; चिरविरहजात जिनजन्मतः सम्मदः, सम्भूतो ह्यद्भुतो भव्यस्वान्ते ॥ मारुदेवं-२ कालक्रमहा नितः सर्वजनमानसे, व्यानशे विषमसम्मोहवासः; शिक्षणं भक्षणादेः प्रदातुं जगद्भर्भरूपः स्वतोयः प्रभासः || मारुदेव - ३ प्रथम महिपालता सागराष्टादश- कोटिकोटीककालं कुमारी; संस्थिता संवृता स्वामिनं समगुणं वीक्ष्य यद्गुणभरं सुभगनारी ॥ मारुदेवं -४ लालिता पालिता वह्निरसलक्षमित पूर्वकालं रसालाधरित्री; अद्भुतं रूपमवलोक्य मुनिताकुमार्या महीं त्यक्तवान् यश्वरित्री ॥ मारुदेवं - ५ दशघनवत्सरेषु गतेषु सुषुवे मुनिता रमा रम्यबालम् ; केवलं नामतो घामतो निर्जिता - नेकशतभास्करं यद्विशालम् || मारुदेव - ६ मित्रमस्यैव बालस्य जिननामकर्माख्यमुदयावलिकां प्रयातम् ; लोकमालोक्य सम्पूर्णभावं यतः प्रकटितं धर्मतीर्थप्रभातम् || मारुदेव - ७ नरपतिं मुनिपति जिनपति जिनवरं प्रथमभावं गतं भव्यभावम् ; घर्मधुरन्धरं सकलमङ्गलकरं, भयहरं भवनिवारणस्वभावम् ॥ मारुदेव - ८ ele Acharya Shri Kailassagarsuri Gyanmandir [ अनुसंधान पाना २१ भालु ] કાઢિ ગયા એલગદ તળેા એ, નાગાર્જુન વિદ્યા સિદ્ધ; કવિ ઋષભ કહે સિન્ડ્સનને, સમય સાંનિદ્ધ ( सान्निध्य ) शिद्ध ( डीध ) ૫. શ્રી મહાવીર પ્રભુ ચૈત્યવંદન વાંદુ વીરજિણુંદ, મહિયલ જિજ્ઞે મેરુ નચાયા; હરી સમઝાયેા સેય, દેવ જિણ પાચ લગાયા. લિપાણી સમઝેય, નાગ ગતિ સુરની સારી; ચંદનબાલા જેહ, લેઇ માલકા તારી. ઉદાયી અર્જુન અનેક, નર ગૌતમ મેઘકુમાર; ઋષભ વીર વચનથી, બહુ જન પામ્યા પાર. For Private And Personal Use Only 3 3 Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નવી મદદ રૂા. ૧૫) શ્રી ચિંતામણીછપાર્શ્વનાથની પેઢી–વીજાપુર સમિતિના ચારે પૂ. મુનિસભ્યાનાં સરનામાં (૧) પ. પૂ. આ. મ. શ્રીવિજયલબ્ધિસૂરિજી મહારાજ ઠે. તપગચ્છ અમર જૈનશાળા ખારવાડા, ખંભાત. (૨) યુ. પૂ. આ. ભ. શ્રીવિજ્યલાવણ્યસૂરિજી મહારાજ ડે. તપગચ્છ જૈન દેરાસર, એડ્રેઝરાડ, શાન્તાક્રુઝ, સુખઇ–૨૩. (૩) પ. પૂ. આ. ભ. શ્રીચ દ્રસાગરસૂરિજી મહારાજ ઠે. તપગચ્છ જૈન ઉપાશ્રય, ૯૬, કેનીંગ સ્ટ્રીટ, કલકત્તા. નવિજયજી મહારાજ (ત્રિપુટી) ઠે. જૈન ધર્મશાલા, સદર બજાર, મેરસદર (યુ. પી. ) (૪) પ. પૂ. મુનિ શ્રી પુસ્તક—સ્વીકાર પુસ્તકનું' નામ : શ્રી. અમૃત ગહુલી સ ંગ્રહ સંપાદક : પૂ. મુનિરાજ શ્રીજિનેન્દ્રવિજયજી મહારાજ પ્રકાશક તથા શ્રી. હ પુષ્પામૃત જૈન ગ્રંથમાળા, સ્ટેશન–રોડ, પ્રાપ્તિસ્થાન શાંતિપુરી, (લાખાબાવળ–જામનગર) 00 મૂલ્ય : બાર આના પુસ્તકનું નામ : શ્રી. લેખામૃત સંગ્રહ ભા. ૫ લેખક : પૂ. આ. શ્રીવિજયઅમૃતસુરીશ્વરજી મહારાજ પ્રકાશક તથા પ્રાપ્તિસ્થાન : શ્રી. હપુષ્પામૃત જૈન ગ્રંથમાળા, શાન્તિપુરી—લાખાબાવળ (સૌરાષ્ટ્ર) મૂલ્ય : બાર આના પુસ્તકનુ નામ : શ્રી. લેખામૃત સગ્રહું ભા. ૬ સપાદક : મુનિરાજ શ્રી જિનેન્દ્રવિજયજી મહારાજ Acharya Shri Kailassagarsuri Gyanmandir મૂલ્ય : બાર આના પ્રકાશક તથા : શ્રી. હર્ષ પુષ્પામૃત જૈન ગ્રંથમાળા, શાન્તિપુરી–લાખાબાવળ (સૌરાષ્ટ્ર) પ્રાપ્તિસ્થાન For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha, Regd. No. B. 8801 શ્રી જૈન તત્વ અમારા શ્રી જૈન સત્ય પ્રકાશ અ ગે સૂચના ચાજના - 2. આ માસિકનું વાર્ષિક લવાજમ રૂા. 3 1. શ્રી. જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ ત્રણ રૂપિયા રાખવામાં આવ્યું છે. દ્વારા શ્રી. જૈન સત્ય પ્રકાશ ' માસિક 19 વર્ષ 3. માસિક વી. પી, થી ન મંગાવતાં લવાથયાં પ્રગટ કરવામાં આવે છે.. જમના રૂા. 31 મનીઓર્ડરદ્વારા મોકલી આપ| 2. એ સમિતિના આજીવન સંરક્ષક તરીકે વાથી અનુકુળતા રહેશે. રૂા. 500] આ૦ દાતા તરીકે રૂા. 2001 આ સદસ્ય તરીકે રૂા. 101 રાખવામાં આવેલા 4. આ માસિકનું નવું વર્ષ દિવાળીથી છે. આ રીતે મદદ આપનારને કાયમને માટે શરૂ થાય છે. પરંતુ ગ્રાહક ગમે તે એકથી માસિક મોકલવામાં આવે છે. બની શકાય.. વિનંતિ 5. ગ્રાહકોને અંક મોકલવાની પૂરી સાવ૧. પૂજ્ય આચાર્યાદિ મુનિવર ચતુર્માસનું ચેતી રાખવા છતાં અંક ન મળે તો સ્થાનિક સ્થળ નક્કી થતાં અને શેષ કાળમાં જ્યાં વિહરતા પોસ્ટ ઑક્સિમાં તપાસ કર્યા પછી અમને હાય એ સ્થળનું સરનામું માસિક પ્રગટ થાય સૂચના આપવી. એના 15 દિવસ અગાઉ એકલતા રહે અને તે તે સ્થળે આ માસિકના પ્રચાર માટે ગ્રાહકો . સરનામું બદલાવવાની સૂચના ઓછામાં બનાવવાને ઉપદેશ આપતા રહે એવી વિનંતિ છે. ઓછી 10 દિવસ અગાઉ આપવી જરૂરી છે. - 2. તે તે સ્થળામાંથી મળી આવતાં પ્રાચીન - લેખકોને સૂચના અવશેષે કે એતિહાસિક માહિતીની સૂચના આપવા વિનંતિ છે. | 1. લેખો કાગળની એક તરફ વાંચી શકાય 3. જૈનધર્મ ઉપર આક્ષેપાત્મક લેખે તેવી રીતે શાહીથી લખી મોકલવા. આદિની સામગ્રી અને માહિતી આપતા રહે . લેખા ટૂંકા, મુદ્દાસર અને વ્યક્તિગત એવી વિનંતિ છે. ટીકાત્મક ન હોવા જોઈ એ. ગ્રાહકોને સૂચના 3. લેખો પ્રગટ કરવા ન કરવા અને તેમાં 1. " શ્રી જૈન સત્ય પ્રકાશ " માસિક પ્રત્યેક પત્રની નીતિને અનુસરીને સુધારાવધારે કરવાના અંગ્રેજી મહિનાની ૧૫મી તારીખે પ્રગટ થાય છે. હેક તત્રી આધીન છે.. મૃદ્રક : ગોવિંદલાલ જગશીભાઈ શાહ, શ્રી શારદા મુદ્રણાલય, પાનકોર નાકા, અમદાવાદ. પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, શ્રી. જૈનધર્મ સત્ય પ્રકાશકે સંમિતિ કાર્યાલય જેસિંગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ, For Private And Personal Use Only