SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૦૯ અંક: ૧૦ ] તેરાપંથ-સમીક્ષા અધ્યવસાય ભેદે એકને શ્રેયસ્કર થાય છે જ્યારે બીજાને અશ્રેયસ્કર થાય છે. એટલે જ્યાં જ્યાં અનુકંપા કરવામાં આવે છે ત્યાં ત્યાં તે તે સંસારી નું અવિરત જીવન ચાહવામાં આવે છે એમ માની લેવું એ ભૂલ છે, માટે અનુકંપાની વિચારણા સર્મબુદ્ધિથી કરવાની આવશ્યક્તા. છે. સ્થૂલબુદ્ધિથી કે જડતાથી કેવળ કદાગ્રહ બંધાય છે. મેધકુમારે પૂર્વભવમાં એક જનનું માંડલું કર્યું તેમાં વનસ્પતિકાય આદિની હિંસા મેહવશ થઈ તેનું પાપ તે જીવને જરૂર લાગે, પણ એ સિવાય અગ્નિથી ત્રાસ પામેલા અનેક જેને જે શાતા મળે તેથી તે જીવને પુણ્ય બંધાય એ નિર્વિવાદ છે. જે એમ ન હોત તે આગમમાં તે સ્થળે કે જ્યાં મેઘકુમારનો વિસ્તારથી અધિકાર આવે છે ત્યાં આ કરણીને જરૂર નિષેધી હત. આ કરણને ઉલ્લેખ ત્યાં સુંદર શબ્દોમાં કર્યો છે, જરી પણ અચી દર્શાવી નથી. કોઈ પણ જીવ જ્યારે ઉન્માદે ચડે છે ત્યારે તેને પોતે કોણ છે? પિતાની સ્થિતિ ને શક્તિ શું છે? તેનું તેને ભાન રહેતું નથી. કોઈ પણ પ્રસંગને તે પિતાના મંતવ્યોના સિક્કા લગાવે છે અને એ યથાર્થ છે એવું ઠસાવવા સતત પ્રયત્ન કરે છે. ભિખ્ખસ્વામીએ લખેલ અનુકંપાની ઢાળમાં એવું સ્પષ્ટ દેખાય છે--આ કર્યું તે ધર્મ અને આ કર્યું તે સાવધ. આ બે સિવાય બીજો કોઈ સિક્કો તેમની પાસે નથી અને એ બે સિક્કા પણ એક સરખા છે–તેમાં કાંઈ તરતમતા પણ નથી. એ સિક્કા પણ જે પૂર્વ–શ્રતને અનુસારી હોય તે તો ઠીક, પણ આ તે પિતાના ઘરના. એ માન્ય કેમ કરી શકાય? ન જ કરી શકાય. (૨) શ્રીનેમિનાથ પ્રભુ પરણવા ગયા, પશુઓનો પિકાર સાંભળીને પાછા ફર્યા એ ધર્મ. (૩) ધર્મચિ અગાર કડવી તુંબડીનું શાક વહોરી લાવ્યા, પરઠવવા ચાલ્યા, અનેક જીવોની વિરાધના થશે, જાણું વાપરી ગયા, એ ધર્મ. (૪) શ્રી મહાવીર પરમાત્માએ છાસ્થ અવસ્થામાં ગોશાળાને તેલેસ્યાથી બચાવ્યો એ સાવઘ. ભગવાન મહાવીરના આ પ્રસંગ માટે તેઓ નીચે પ્રમાણે દલીલ કરે છે. (૧) પ્રભુને તે વખતે છ લેસ્યા હતી, (૨) પ્રભુ તે સમયે છદ્મસ્થ હતા, (૩) પ્રભુને મેહકર્મવશ રાગ ઉદયમાં આવ્યો હતે, (૪) ગોશાળા અસંયતિ અને કુપાત્ર હતા, (૫) પછીથી બે સાધુ ઉપર ગે શાળાએ તેજોલેસ્યા મૂકી ત્યારે તેમને બચાવ્યા ન હતા. આ વિચારણા સામે નીચે પ્રમાણે વિચારવું. (૧) છ લેસ્યાવાળાની આ કરણ જો સાવદ્ય કહેવાય તે નિરવા કરણી કઈ કહેવાય ? એ પ્રમાણે કરણી માત્રમાં સાવદ્યપણું આવી જાય. (૨) છદ્મસ્થપણા માટે પણ ઉપર પ્રમાણે-- વિચારવું. (૩) ગોશાળા ઉપર દયા આવી હતી નહિ કે મેહજન્ય રાગ. જે રાગ પૂર્વકનું એ આચરણ થયું હતું તે શાસ્ત્રમાં એ પ્રમાણે એ પ્રસંગ ઉલ્લેખિત થયે હેત. (૪) આ પ્રકારની દયા અંગે એનું અસંયતિપણું કે કુપાત્રપણું આડે લાવી શકાય નહિ. (૫) ગશાળાએ તેજેલેમ્યા મૂકી ત્યારે પ્રભુ સિવાય અન્ય કોઈ ત્યાં ન હતા. તીર્થંકર પરમાત્મા કેવળી અવસ્થામાં લબ્ધિને ઉપયોગ કરે નહિ. ભવિતવ્યતા પ્રબળ હતી. જે એમ ન હોય તે અનુકંપાના For Private And Personal Use Only
SR No.521735
Book TitleJain_Satyaprakash 1956 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1956
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy