________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૧ ક્ષેત્રમાં અસંયતિની જેમ મુનિવર પણ આવી શકે નહિ. ગોશાળાની તેજોલેસ્યાને ભોગ બનેલા બન્ને મુનિઓને બચાવવામાં અસંયમનું પિષણ થવાનું ન હતું છતાં કેમ બચાવવામાં ન આવ્યા? અને એ રીતે સંયમધારીને બચાવવામાં પણ જે સાવદ્ય ગણાતું હોય તો કોઈ પણ સંચમીને કોઈ પણ બચાવી શકે નહિ. ડૂબતા સંયમીને ડૂબવા દેવા અને બળતાને બળવા દેવા, ભૂખ્યાને ભૂખ્યા રહેવા દેવી; એ પ્રમાણે ધર્મમાર્ગને સર્વથા લેપ થાય.
શ્રી વીરપ્રભુએ બન્ને મુનિઓનું એ પ્રમાણે કલ્યાણું જોયું હતું એટલે તેમાં બીજું કઈ કારણ પણ નથી.
આમ તેરાપંથીઓ કેવળ નિર્જરાનાં કારણો સિવાય અન્ય સર્વ પ્રવૃત્તિઓને સાવ જણાવીને એકાંતે અકરણીય-હેય કટિમાં મૂકે છે એ તેમનું મહાઅજ્ઞાન છે. કેવળ નિર્જરાનાં કર્તવ્ય કયાં છે એ પ્રશ્નનો ઉત્તર મુશ્કેલ છે એટલું જ નહિ પણ અશકયપ્રાય: છે. અકરણીયને કરણીય કહેવામાં જેટલો દેવ છે તેટલો દેષ કરણીયને કરણીય ન કહેવામાં અને અકરણીય કહેવામાં છે. તેમાં પણ પિતાના ઘરના વિચારે આગળ કરીને માર્ગભેદ કરનાર છાસ્થ મહામિથ્યાત્વના દોષને ભાગો થાય છે, એટલે તેરાપંથીઓએ કહેલા નીચેના સર્વ પ્રસંગે અને વિચારે અશ્રદ્ધેય છે.
૫. જિનઋષિએ કરેલી અનુકંપા સોવદ્ય. ૬. દેવકીના છ પુત્રો દેવે બચાવીને સુસાને સેપ્યા એ સાવદ્ય. ૭. હરિકેશી મુનિ ઉપર ભક્તિથી દેવે કરેલું કૃત્ય સાવશે. ૮. ગર્ભમાં આવેલ મેઘકુમારની માતાએ ઉત્તમ દેહદ પૂર્યા એ સાવધ. ૯. શ્રીનેમિનાથ પ્રભુને વંદન માટે જતાં શ્રીકૃષ્ણ દીનને આપેલું દાન સાવઘ. ૧૦. દુ;ખી દરિને અનુકંપા દાન દેવું એ સાવશે.
૧૧. 9 પિતાને પાપે મરે છે ને પીડાય છે, તેને બચાવવા નહિ. સાધુ બચાવે તે તેને અસંયતીની તેયાવચ્ચને દોષ લાગે, તેના પાંચ મહાવ્રત ભાંગે.
૧૨. ગજસુકુમાળે માથું ન હલાવ્યું એ ધર્મ અનુકંપા. ૧૩. અભયકુમારના મિત્રદેવે ધારિને અકાલવષોને દેહદ પૂર્ણ કર્યો એ સાવઘ. ૧૪. સાધુ સિવાય અન્ય કોઈ પણ જીવની અનુકંપા કરી શકાય નહિ.
[૧૧-૧૨-૧૩–૧૪. એ ચારે વાતો કેટલી અસંબદ્ધ છે તે સ્પષ્ટ જણાય છે. સાધુ અસંયતીની તેયાવચ્ચ ને કરે એટલે તેને ન બચાવે એ કેટલું અજ્ઞાન છે. સાધુ કેવા સંગમાં બચાવે ઈત્યાદિ વિધિ-નિષેધ જે રીતે છે તેનું અજ્ઞાન આ રીતે વિપરીત વિચારે કરાવે છે. બારમી વાત તે પરીસહ-ઉપસર્ગ સહન કરવાની છે, તેમાં અનુકંપાને પ્રશ્ન નથી. વચમાં દેવની વાત વિચિત્ર છે. સાધુ સિવાય અન્યની અનુકંપા ન થાય ત્યાં અનુકંપા શબ્દનો અર્થ પણ લખનારને ખબર નથી. ]
For Private And Personal Use Only