SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પાંચ જનમની પ્રીત લેખક : શ્રી. રતિલાલ દીપ' દેસાઈ Acharya Shri Kailassagarsuri Gyanmandir ભમર પુષ્પામાં આળટળ્યા જ કરે, પરાગને લૂંટયા જ કરે, રસને ચૂસ્યા જ કરે, અને છતાં કદી ન ધરાય; ભારત ચક્રવતી બ્રહ્મદત્તની વિલાસ–લાલસા પણ એવી જ હતી. ભરપુર ભાગ મળ્યા છતાં સદા અસંતુષ્ટ રહેતી. વડવાનલ સતાષાય તેા એ વિલાસ-લાલસાને આતશ શાંત થાય ! એ આતશમાં કઈ ક'ઈ વિલાસ અને વૈભવની સામગ્રી સ્વાહા થઈ જતી, છતાંય એ આતશ તે સદાય અશાંત તે અશાંત જ રહેતા ! નવી નવી ભેગ સામગ્રી માટે વલખાં માર્યા જ કરતો. પણ ઇંધનથી અગ્નિ શાંત થાય તે બ્રહ્મદત્ત ચક્રવર્તીની વાસના શાંત થાય. બ્રહ્મદત્ત ચક્રવર્તીની પાટનગરી કાંપિલ્ય નગરી પણ પોતાના સ્વામિની વિલાસપ્રિયતાના પ્રતીક સમી, સાળે શણગાર સજેલ સુંદરીના જેવુ નમણુ` રૂપ ધારીને ખેડી હતી. એની ગગનચૂખી હવેલી અને એનાં વિશાળ હર્યાં, પહેાળા પહેાળા રાજમાર્ગો અને સીધી સીધી વીથિકા, ભભકભર્યાં બજારા અને વિધવિધ સામગ્રીથી ભર્યાભર્યાં હાટા જાણે આગન્તુકના આંતર ઉપર કામણ કરી જતાં. ચક્રવર્તીના રાજપ્રાસાદોમાં અને અંતઃપુરમાં તો જાણે આ દુનિયા જ ભુલાઈ જતી. શું એની શોભા ! અને શા એના વૈભવ ! જાણે સ્વર્ગલોક જ ધરતી ઉપર ઊતરી આવ્યો ! આવા વૈભવશાળી પ્રાસાદામાં અને રૂપરાણીથી ઊભરાતા અંતઃપુરામાં બ્રહ્મદત્ત ચક્રવતી જાતજાતનાં વિલાસ-સુખા અનુભવતા. ઠેર ઠેર લતાકુ ંજો, મધમધતી પુષ્પમાળા, તેજ વેરતાં મહામૂલાં રત્ના, વાયુને શીતળ અને ઉષ્ણુ ખનાવતાં સાધના, સુંવાળાં સુંવાળાં વિરાભાસના અને પુષ્પકામળ પ"કાસના, પડવો ખાલ ઝીલનારી મનહર પરિચારિકા અને વિલાસની ચરમ સીમા સમી રૂપસુંદરીએ ચક્રવતીની વાસનાને માટે ત્યાં ખડે પગે તૈયાર રહેતી ! અને છતાંય કાઇક દિવસ એવા ઊગતા જ્યારે ચક્રવતીને મન આ બધું અકારું' થઈ પડતું અને એમનુ અંતર વનવિહાર કે ઉદ્યાનક્રીડા માટે તલસી ઊઠતું. આજે ચક્રવતી' ઉદ્યાન*ક્રીડા માટે સંચર્યાં હતા. ઝરણાના કલકલ નાદ, પક્ષીઓનાં મીઠા મીઠા ખાલ, ભ્રમરાનાં મત્ત ગુંજારવ, ઘેરી ધેરી લતાકુંજો, મધમધતાં છેડા અને વેલડી, લચી પડતાં છાયાદક્ષા, પુષ્પમાળાઓથી શણગારેલા હિંડાળા અને ફૂલદડાઓના મીઠા માથી મનને ડાલાવતી સુકેામળ રાજરમણીઓ–આનંદ–પ્રમાદની આ સામગ્રીએ ચક્રવી ને જાણે સુખ–સાગરમાં ડુબાવી દીધા હતા. સર્વત્ર હાસ્ય-વિનાદ વ્યાપી રહ્યો હતા. ઝમકદાર ન્રુત્ય આંખોને અને કાનને આનંદ આપી રહ્યું હતું. રમણીએ ફૂલદડા ફેંકી ફૂંકીને જાણે ચક્રવર્તીને મૂંઝવવા મથી રહી હતી. ચક્રવતી પણ એ મારથી જાણે મૂઝાઈ ગયેા હાય એવા ડાળ કરી રહ્યા હતા. ત્યાં એક વધુ ફૂલદડા ચક્રવર્તીના દેહ સાથે અથડાયા; અને ચક્રવર્તીનું હાસ્ય ગંભીરતામાં ફેરવાઈ ગયું. ફૂલદા શરીર ઉપર નહીં' પણ અંતરના કાઈ આળા પટ ઉપર અથડાયા હોય એમ એમાંથી વિચારમાળા જન્મી પડી. ચક્રવતી વિચાર કરે છે: આવા નૃત્યના અને આવા ફૂલદડાનો અનુભવ એ કંઈ આજના નવા અનુભવ નથી, આજન્મમાત્રનો પણ એ અનુભવ નથી; એ અનુભવનાં મૂળ તા કાક For Private And Personal Use Only
SR No.521735
Book TitleJain_Satyaprakash 1956 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1956
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy