SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૨૧ જૂના કાળની ધરતીમાં રોપાયેલાં લાગે છે. અંતર તે કહે છે કે કોઈ દૂર દૂરના કાળમાં, કઈ જૂના બની ગયેલા અવતારમાં આ રસાનુભવ જાણ્યો હતો, માણે હતે. પણ ક્યારે અને ક્યાં ? એને દર અંતરને લાધતા નથી, અને ચક્રવતીનું અંતર વધારે ને વધારે ઊંડે ઊતરતું જાય છે. એમનું મનોમંથન વધુ ને વધુ ઘેરું બનતું જાય છે. અને ઘેરું બનતું એ મને મંથન મૂળ ઉપરની હાસ્ય-વિનોદની રેખાઓને બદલે ગંભીરતાની ઘેરી છાયાને ત્યાં ઢાળી દે છે. ક્ષણ પહેલને કિલકિલાટ અદશ્ય થઈ ગયો. એકની ગંભીરતાએ અનેકનાં મુખને ગંભીર બનાવી દીધાં. અને આથમતી સંધ્યાએ જ્યારે બ્રહ્મદત્ત ચક્રવતી ઉદ્યાન–ક્રીડાએથી પાછા ફર્યા ત્યારે એમનાં નેત્રોને વનની મનોહારિણી શેભાને નીરખવાને અવકાશ ન હતો. એ નેત્રો નીચે ઢાળીને જાણે અંતરમાં કંઈક શોધ ચલાવી રહ્યા હતા. ચક્રવતીને આજે કોઈને સહવાસ ખપ નથી. એનું દિલ એકાંતને ઝંખી રહ્યું છે. રાજમહાલયના એકાંત ઓરડામાં એ અંતરના પટ ઉખેળવા મથી રહ્યાં છે. એક પછી એક પટ દૂર થતું જાય છે અને કોઈ કાળજૂની ઘટનાની નજીક ને નજીક એ સરતી જાય છે. છેવટે એ ધન્ય ઘડી આવી લાગે છે. અંતરમાં તેજ-ઝબકારે થાય છે, અને જુગ જુગ જૂની ઘટનાને ક્રમ જાણે એમનાં અંતરપટ ઉપર અંક્તિ બની જાય છે. ચક્રવતી શું જુએ છે? એમનાં અંતરચક્ષુ કાળના અમાપ પટ ઉપર ફરી વળે છે. અને ત્યાં એ જુએ છે કે બે બાંધવની બેલડી એ પટ ઉપર સામે ને સામે જ ફર્યા કરે છે. સુખમાં પણ સામે અને દુઃખમાં પણ સામે, આનંદમાં પણ એક રૂપ અને આફતમાં પણ એક રૂપ. ખેલ-કૂદમાં અને તપં–જપમાં પણ એમની જોડ અખંડ જ રહે ! કાયા છે, પણ જીવ તે જાણે એક જ! અને આ પ્રીત પણ કેવી પુરાણી ! એક જનમની નહીં, બે જનમની નહીં, ત્રણ કે ચારની પણ નહીં, પાંચ-પાંચ જનમની એ પ્રીત. પાંચ પાંચ જનમ લગી બેય સદા સાથે ને સાથે જ. વાહ રે વિધિ, તારા ખેલ! ચક્રવતીની વિચારમાળા વધુ ઘેરી બનતી જાય છે અને એક એક ઘટના અંતરપટ ઉપર હૂબહૂ રૂપ ધારીને જાણે સજીવન બની જાય છે. એ જુએ છે પહેલો જનમ. દશાર્ણ નામનો દેશ છે, ત્યાં બેય ભાઈ દાસ રૂપે જન્મ છે. ગુલામોના જેવી એમની હાલત છે. દીન-હીન -કંગાલ એમની સ્થિતિ છે. દુઃખની અંધારી રાતે એમને ઘેરીને બેઠી છે. સુખનો સૂરજ એમનાથી સદાય આઘે ને આઘે જ રહે છે. પણ બે બાંધવની પ્રીત એવી છે કે એ દુઃખના વિષય મીઠા અમૃતની જેમ પચાવી જાય છે. એમને જનમ આનંદ અને સુખમાં વીતી જાય છે. ત્યાં રંગભૂમિનું બીજું દશ્ય શરૂ થાય છે. કાલિંજર નામને પર્વત છે. ઊંડી ઊંડી કંદરાઓ અને ઊંચા ઊંચા શિખરેથી એ સહે છે. વિકરાળ પશુઓ, ઘેરી ઘેરી વનરાજી, ખળખળ વહેતાં ઝરણાં એનો વૈભવ છે. ત્યાં બે મૃગલાં મોજથી ફરે, ચરે ને આનંદ કરે છે. એ મીઠાંમધ ઘાસ ચરે છે અને અમૃત સરખાં નીર પીએ છે. કદીક એ એકબીજા સાથે For Private And Personal Use Only
SR No.521735
Book TitleJain_Satyaprakash 1956 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1956
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy