________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪]
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૧ ભોળા માનવ ! તું તારા આ સ્વપ્ન પાછળ બરબાદ ન થા, વચન પાછળ વ્યર્થ બલિદાન ન આપ અને તારી આ કલ્પનાને આધારે શળીએ ચઢવું રહેવા દે. આમ જો, આ જગત કેવું સુંદર છે? વિશ્વમાં સૌન્દર્યની વણઝાર કેવી ચાલી જાય છે? એમાં તું સિદ્ધાન્તની બેડીઓ પહેરી પાછળ પડી રહીશ. ગયેલા દિવસે પાછા આવતા નથી. ગયેલી ખુશનુમા યુવાની ફરી મળતી નથી અને વીતેલી વસંતત્રતુ તે લાખ પ્રયને પણ જડતી નથી, માટે જાગ, આ ઘેલછા મૂકી દે. આ સુંદર અને મનહર સૃષ્ટિને નીરખ. આદર્શોનાં ચશ્માં ઉતારી નાંખીશ તે જ આ વિશ્વને આનંદ માણી શકીશ.” - પ્રલોભનભર્યા આવા સંયોગોમાં ઘણા વિચલિત થઈ જાય છે. એ ત્યાં જ લપસી પડે છે. પણ જે મહાન થવા સર્જાયો છે, જેને કાળના સાગર ઉપર પિતાની નૌકા તરતી રાખવી છે, અને દુનિયામાં આવીને કાંઈક કરી જવાની તમન્ના છે એ વજીનિશ્ચયી થાય છે અને પામરતાને પડકાર કરે છે:
“સૃષ્ટિની સુંદરતાને પામરે શું સમજે? સુંદરતા રાગમાં નથી, ત્યાગમાં છે. રાગ શૂળ છે, ત્યાગ કૂલ છે. વસ્તુનું સાચું નિરીક્ષણ નજીકથી નથી થતું, દૂરથી થાય છે. વસ્તુને આંખે ચટાડવાથી નથી દેખાતી પણ એને જરા છેટે રાખવાથી જ એ દેખાય છે.
આનંદ ભોગમાં હતા તે ભેગીઓ રડતા રડતા મરત નહિ. એટલે આનંદ ભાગમાં નહિ, ત્યાગમાં છે. મહત્તા ભોગમાં તણાનારની નથી, પણ સામાં પૂરે જનારની છે. પ્રવાહમાં તે આખું જગત તણાઈ રહ્યું છે. પ્રલોભનોમાં કોણ નથી ડૂબતું? સુવાળી વાતમાં લપસી જવું એમાં મર્દાનગી છે?
ભગવાન મહાવીરની મહત્તા શાથી? કારણ કે એમણે ભેગને રેગ માન્યો અને ત્યાગીની નૌકામાં વૈભવના સામે પૂરે ગયા. સાહિત્યકારે કવિ રામચંદ્રને કેમ પૂજે છે? કારણ કે એમણે સત્તાને બદલે સત્યને પૂછ્યું અને સત્ય ખાતર બલિદાન આપ્યું. સુદર્શન શેઠ ઇતિહાસમાં અમર થયા કારણ કે એમણે શિયળ ખાતર શાળાને પણ વહાલી ગણી. સોક્રેટીસે અન્યાયમાં જીવવા કરતાં ન્યાય ખાતર ઝેરને પણ પ્રિય ગણ્યું.
“આ સૌ જગતના પ્રવાહમાં તણાયા નહિ પણ સામે-પૂરે ગયા અને તેથી જ કાળના પ્રવાહમાં ડૂબી ગયેલા અબજો માનમાં આવા જીવન સાધના ઉજજવળ નામ કાળના મહાસાગરમાં દીવાદાંડી બનીને ઊભાં છે.”
સુધારો વર્ષ ૨૧ : અંક ૯: ક્રમાંક ૨૦૯ માં અષ્ટાપદ તીર્થ-ઈતિહાસના લેખમાં લેખક તરીકે પૂ. મુનિરાજ શ્રીદર્શનવિજયજીનું નામ ભૂલથી છપાયું છે. તેના બદલે પૂ. મુનિરાજ શ્રીજ્ઞાનવિજયજીનું નામ સમજવું.
For Private And Personal Use Only