________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૧ જૈન તવાદ–(પૃ. ૩૫-૭૦, પાંચમી આવૃત્તિ)માં તીર્થંકરના નામને “બેલ' તરીકે ઉલ્લેખ ન કરતાં જે બાવન બેલ ગણાવાયા છે તેમાં ઉપર્યુક્ત ચૌદ બોલ પૈકી બાકીના તેરનો ઉલ્લેખ જોવાય છે.
નામ-નિદેશ–આ વીસીનાં કેટલાંક સ્તવનમાં “જશે' શબ્દને જાણે શ્લેષ કરી અર્થસંદર્ભમાં ખૂબીથી ગોઠવી દઈ કતએ પિતાનું નામ દર્શાવ્યું છે. કઈ કઈ સ્તવમાં “કવિ જશવિજ્ય” એવો પણ ઉલ્લેખ છે. કેઈમાં નામ ન આપતાં ઉપાધ્યાયજીએ પિતાને નયવિજ્યના શિષ્ય તરીકે ઓળખાવ્યા છે. બાકીનાં સ્તવનોમાં આ પહેલાંની બે ચોવીસીઓનાં સ્તવનોની પેઠે “ જશ' એવો પણ ઉલ્લેખ છે.
.:: ઉપસંહાર–ત્રણે ગ્રેવીસીની મળીને ૧૨૧+૮૮+૧૨૮=૩૩૫ કડીઓ છે. પ્રત્યેક ચોવીસીને ગ્રંથાત્ર કોઈ કોઈ હાથપેથીમાં હોય તે તે તપાસીને નેધા જોઈએ.
બીજી એવીસીમાં એક સ્તવન હિન્દીમાં છે તે એને અંગે તપાસ થવી ઘટે. શું ગુજરાતીમાં રચાયેલું મૂળ સ્તવન નહિ મળી શકવાથી એને સ્થાને આ દાખલ કરી દેવાયું હશે?
વાચકનો અર્થ “ઉપાધ્યાય' કરાય છે. એ વાચકની પદવી વિજ્યપ્રભસૂરિએ વિ. સં. ૧૭૧૮માં યશવિજયગણિને આપી હતી એમ સુજસેવેલિ (ઢાલ ૩, કડી ૧૨) જોતાં જણાય છે. આ હિસાબે “વાચક'ના ઉલ્લેખ પૂર્વકનાં સ્તવને વિ. સં. ૧૭૧૮ પહેલાં રચાયાં નથી એમ કહી શકાય. આમ રચનાસમયની પૂર્વ સીમા તે નકકી થાય છે. ઉત્તર સીમા ઉપધ્યાયજીના સ્વર્ગવાસના સમય સુધીની વધારેમાં વધારે હોઈ શકે, એથી વિ. સં. ૧૭૩૦ની આસપાસમાં ચોવીસી રચાયાનું સ્થૂળ દૃષ્ટિએ કહેવાય.
જેમ ત્રીજી વીસીમાં ચૌદ ચૌદ બોલ છે તેમ ઉપાધ્યાયજીએ રચેલી વિદરમાણ-જિન-વીસ”માં તીર્થકરનું નામ, એમનાં માતાપિતા અને પત્નીનાં નામ, જન્મ-ભૂમિ અને લાંછન એમ છ છ બેલને નિર્દેશ છે. આવી રીતે સમાનકર્તક અન્ય સ્તવનેનું તુલનાત્મ દૃષ્ટિએ અવલોકન કરી શકાય, પણ આ તે સંક્ષિપ્ત પરિચય હેવાથી એ વાત જતી કરું છું.
For Private And Personal Use Only