________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૧૦ ] વાચક યશવિજયની ગ્રેવીસીએ
[૨૧૩ શ્રી. શાન્તિનાથ, શ્રી. પાર્શ્વનાથ અને શ્રી મહાવીરસ્વામીનાં સ્તવને પાંચ પાંચ કડીનાં અને શ્રી. નેમિનાથનું સ્તવન બાર કડીમાં છે, જ્યારે બાકીનાં ઓગણીસ સ્તવને ત્રણ ત્રણ કડીનાં છે. આમ આ ચોવીસીમાં કુલ્લે ૮૮ કડીઓ છે.
દેશી, ઢાળ અને રાગ-સોળ સ્તવન માટે દેશને, છને માટે ઢાળનો અને એ માટે રાગનો ઉલ્લેખ છે. શ્રી પાર્શ્વનાથના સ્તવન માટે “ઢાલ ફાગની ” એમ કહ્યું છે.
નવમું અને પંદરમું સ્તવન “મિલ્હાર' રાગમાં છે.
વિશિષ્ટતા-શ્રી, પદ્મપ્રભનાથના સ્તવનમાં મુક્તિને મેદક (લાડુ)ની ઉપમા અપાઈ છે. એમાં જિશાસનને પાંતિ (પંગત) કહી છે. અને સમ્યકત્વને થાળ (મેરી થાળી ) કહ્યો છે.
શ્રી. શાન્તિનાથનું સ્તવન વિરોધાભાસનું સુંદર દૃષ્ટાંત પૂરું પાડે છે. રાગ અને દ્વેષથી રહિત હોવા છતાં એ જિનેશ્વર ચિત્તને આંજે છે. એમને શિરે છત્ર છે ઈત્યાદિના નિર્દે શપૂર્વક એમનું ઐશ્વર્ય (ઠકુરાઈ) વર્ણવી એમને અકિંચને કહ્યા છે. એ જિનેશ્વરને સમતારૂપ પત્ની છે છતાં એ બ્રહ્મચારીઓમાં શિરોમણિ છે. ભવના રંગથી અને દેષના સંગથી એ જિનેશ્વર મુક્ત છે, પણ મૃગરૂપ લાંછનથી યુક્ત છે. આમ વિરોધાભાસ ઊભો કરાયો છે.
મહાવીર-સ્તવનમાં મનને મંદિર કહી પીઠબંધ તરીકે સમ્યકત્વને, ચન્દરવા તરીકે ચારિત્રને, ભીંત તરીકે સંવરને, ગેખ તરીકે કર્મના વિવર ( દ્રિ)ન, મોતીના ઝૂમખા તરીકે બુદ્ધિના આઠ ગુણને, પંચાલ ( ) તરીકે બાર ભાવનાને, રાણી તરીકે સમતાને અને શવ્યા તરીકે સ્થિરતાને ઉલ્લેખ છે. આમ આ આલંકારિક સ્તવન છે.
શ્રી. કુન્થનાથના સ્તવનમાં “ઉંબર કૂલ”ને ઉલ્લેખ છે.
વિશિષ્ટ નામ–આ ત્રીજી ચોવીસીને ચૌદ બેલની ચાવીસી કહે છે.
પરિમાણ–ત્રીજી ચોવીસીમાંનાં ઘણાંખરાં સ્તવને પાંચ પાંચ કડીનાં છે. મહાવીર -સ્તવન સાત કડીનું અને નેમિનાથ-સ્તવન નવ કડીનું છે, જ્યારે બાકીનાં બાવીસ બધાં પાંચ પાંચ કડીનાં છે. આમ એકંદર ૧૨૬ કડી છે.
દેશી, ઢાળ અને રાગ-સ્તવન ૧, ૫, ૭, ૧૬, ૧૮, ૧૯ અને ૨૧ ને અંગે દેશીને. ઉલ્લેખ છે. છ, સત્તરમું, વીસમું અને બાવીસમું એ ચાર સ્તવન માટે દેશી ઉલ્લેખ ન કરતાં ઢાળીને કરાય છે. તેમાં બાવીસમા સ્તવન માટે “ઢાલ ફાગની” એમ કહ્યું છે. ચોવીસમા સ્તવને માટે દેશી કે ઢાલને નિર્દેશ નથી, પરંતુ રાગ નામે “ધનાશ્રી ને ઉલ્લેખ છે. ત્રેવીસમાં સ્તવન માટે દેશી, ઢાલ અને રાગ પૈકી એકેને નથી.
વૈશિષ્ટય–આ ચાવીસીનું પ્રત્યેક સ્તવન તે તે તીર્થ કરતે અંગે નીચે મુજબની ચૌદ બાબતો વિષે માહિતી પૂરી પાડે છે –
(૧) તીર્થકરનું નામ, (૨) એમના પિતાનું નામ, (૩) એમની માતાનું નામ, (૪) જન્મભૂમિ, (૫) લાંછન, (૬) વર્ણ, (૭) દેહમાન, (૮) સહદીક્ષિતની સંખ્યા, (૯) આયુષ્ય, (૧૦) સાધુઓની સંખ્યા, (૧૧) સાધ્વીઓની સંખ્યા, (૧૨) નિર્વાણભૂમિ, (૧૩) શાસન -ચક્ષનું નામ અને (૧૪) શાસન-યક્ષિણીનું નામ.
For Private And Personal Use Only