________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૨૧ પશ્ચિમ તરફ, કરનાલી પૂરના મુખમાંથી દક્ષિણ તરફ અને બ્રહ્મપુત્રા અશ્વના મુખમાંથી પૂર્વ તરફે વહે છે.
(Dr. Waddell's Lhasa and its myetsries ). ૫. તિબેટિયન લેકે માને છે કે–સતલજ નદી Lang Chenkabat...લાંગચંગાવટ (ડાલચુ નામને ઝેરે)ના દ્વારમાંથી વહે છે. બ્રહ્મપુત્રા નદી Singi Kabab...સિંગી-કીબાબમાંથી વહે છે. લાયન રીવર પણ વહે છે અને Mafcha-Kamba મામા-કાઓ એટલે પૂર યાને કરનાલી વહે છે.
(Seven Hedinis J. A. S. B. P. 329 ). ૬. મિ. શેરિંગ જણાવે છે કેઃ “આ પર્વતની પ્રદક્ષિણા સામાન્ય રીતે ૨૫ માઈલની છે, જે ત્રણ દિવસમાં ફરી શકાય છે. ગૌરીકુંડ જે વર્ષ દરમિયાન બરફના આકારે રહે છે તે પવિત્ર સરોવર છે. Daraham ડારમાન નામના સ્થાનથી પ્રદક્ષિણા શરૂ થાય છે અને ત્યાં જ પૂરી થાય છે.”
(Therring's Western Tibbet P. 279). ૭. જૈન શાસ્ત્રમાં જેને હેમકૂટ કહે છે, અષ્ટાપદ કહે છે તે આ કૈલાસ છે. હિંદુઓ આ પર્વતમાં હર-પાર્વતીનું નિવાસસ્થાન હોવાનું જણાવે છે, પરંતુ કોઈ યાત્રિકે અહીં હર-પાર્વતીના મંદિરનો ઉલ્લેખ કર્યો નથી એ આશ્ચર્ય જનક બીના છે.
(Geographical Dictionary of Ancient and Medival India P. 82. By Nandlal Dave. Calcutta ).
૮. શ્રીપ્રભુદયાળ જેન-સીમલા ડિસ્ટ્રિકટના તહેસીલદારે હિન્દથી કૈલાસ સુધીના રસ્તાનું ગામ, નદી, પહાડીઓની વિગતવાળું વર્ણન આપ્યું છે. તે તેમાં કૈલાસ માટે જણાવે છે કે –
કૈલાસ પર્વત ગીથી ૩ માઈલ દૂર છે જે રેગીથી દેખાય છે અને બરફથી ઢંકાયેલ રહે છે. તેની ઊંચાઈ દરિયાની સપાટીથી ૨૧૦૦૦ ફૂટ છે. તેની ઉપર ચઢી શકાતું નથી. સ્વચ્છ મોસમ હોય ત્યારે તેને દૂરબીનથી જોઈએ તે ત્યાં પથ્થરની દીવાલ અને ઘુમ્મટ જેવું છે. ત્યાંના વતનીઓ તથા ભરવાડો કહે છે કે અહીં ઘણી વાર ગાયન તથા નગારાના અવાજ સંભળાય છે. આ અવાજ બરફ પડવાથી ઊઠતા હોય તે સંભવિત છે. લોકો તેને પવિત્ર માને છે. ખરેખર આ નાભિરાજાના પુત્ર ભગવાન ઋષભદેવની નિર્વાણભૂમિ અષ્ટાપદ પવ છે.”
(ટ્રિાન્વર જૈન (માસ) ૨૦ રે ૬, હૃ. ૧૬૬૬) ૯. પંજાબના ઈકબાલ નગરના વતની પ્રોફેસર કાશ્મીરસિંહ M. A,એ એક લેખ લખ્યો છે જેમાં નીચેની બીના ખાસ ઉપયોગી છે.
અહીંથી જ્ઞાનમંડી થઈને બૌદ્ધોના બેલીમઠમાં જવાય છે. તે મોટો મઠ છે. ત્યાં ઘણી બૌદ્ધ સાધુઓ રહે છે. ત્યાં ૨ મેટ બૌદ્ધ મંદિર અને વિશાળકાય પ્રતિમાઓ છે. એક મેટું પુસ્તકાલય છે. આ પુસ્તકાલયમાં જુદા જુદા ઓરડાઓમાં જુદા જુદા મતના દેવની પ્રતિમાઓ અને તે જ મતના હસ્તલિખિત ગ્રંથના ભંડારો ગોઠવ્યા છે. આ પૈકીના જેને કમરામાં ધાતુની સુંદર જિનપ્રતિમાઓ તથા જૈન ગ્રંથ વિરાજિત છે.
(દિગમ્બર જૈન (માસિક) ૧૦ ૨૧ અં૦ ૭ પૃ. ૨૬૮ સં. ૧૯૯૪)
For Private And Personal Use Only