Book Title: Jain_Satyaprakash 1956 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ ૪ : ૧૦ ] અષ્ટાપદ તીર્થઇતિહાસ [ ૨૦૩ વજસ્વામી શ્રીવસ્વામી ભગવાન મહાવીરસ્વામીની પરંપરામાં ૧૪મી પાટે આ થયા છે, તે વીર સ. ૫૮૪ (વિ. સં. ૧૭૪)માં દક્ષિણમાં થાવર (ગિર) પર સ્વર્ગે ગયા છે. તેમનુ ધ્વનચરિત્ર આવશ્યનિયુક્ત ટીકા, પરિશિષ્ટ પર્વ, પ્રભાવકચરિત્ર અને જૈન પરંપરાના ઇતિહાસ પ્રકરણ ૧૪માં વર્ણિત છે. અષ્ટાપદ તીર્થના ઇતિહાસ ભ॰ મહાવીરસ્વામીના સમય સુધી ઉપર પ્રમાણે મળે છે, અર્વાચીન-ભ્રમણવ્રત્તાંતા ભગવાન શ્રીમહાવીર પછી અઢી હજાર વર્ષમાં અષ્ટાપદ અંગેની કાઈ વિશેષ ઘટના અન્યાના ઉલ્લેખ મળતો નથી. માની શકાય છે કે—અષ્ટાપદની ચારે બાજુ જે જળસમૂહ હતા તે માસમના પરાવર્તનથી ધીરે ધીરે ખરફ રૂપે બની ગયેા છે તેમજ તેની વચમાં ઢંકાયેલા અષ્ટાપદ પણ આપણાથી અદશ્ય જેવા બની ગયેા છે. ચૂરાપ, તિબેટ અને ભારતના ઘણા મુસાફરો હિમાલયની મુસાફરી કરે છે અને પોતાના અનુભવા જગતની સામે મૂકે છે, તેમાંથી આપણને ઘણી નોંધપાત્ર માહીતી મળે છે, જે અષ્ટાપુને અંગે ધણા પ્રકાશ પાડે છે. તે ભ્રમણવૃત્તાંતેનું તલસ્પર્શી અધ્યયન કરવું જરૂરી છે. તેમાં કેટલાએક ફકરાઓ આ પ્રમાણે મળે છે. ૧. સમુદ્રની સપાટીથી ૨૧૮૧૮ ફીટ ઊંચા કૈલાસ છે, જે ૧૫ માઇલ લાંખેા છે, ૨, માર્બલ પહેાળા છે. સૂર્યનાં કિરણેા તેની ઉપર પડતાં તે ચાંદી જેવા ઝળકે છે. અહીં બારે મહિના બરફ જામેલા રહે છે તેથી તેનુ શિખર મદિર જેવા આકારમાં દેખાય છે. આ બરફના પતમાં દેવા તથા સ્વર્ગવાસી થયેલ આત્માનુ નિવાસસ્થાન છે એવી તિબેટિયન પ્રજાની જાહેર માન્યતા છે. ૨. તિબેટના પશ્ચિમ વિભાગમાં Hnnadesa નામના પ્રદેશ છે. રામાયણના બાલકાંડ પ્રકરણ ૨૪માં તેનું નામ હનીક-ચેામપાન મળે છે. મુસાફર મુરક્રોફટે એશિયાટિક રિસર્ચીસ વે ૧૨ ૪૦ ૩૧૨માં તેનું વર્ણન આપ્યું છે. આ પ્રદેશમાં કૈલાસ છે. આ પર્વત ગગ્રીની બાજુમાં, નીતિઘાટની પૂર્વમાં અને માનસરોવરથી ઉત્તરમાં ૨૫ માઇલના અંતરે રહેલા છે. તિબેટી તેને Kangrinpoche_ કાંમીનપોચ નામથી ઓળખે છે. (Battenis Niopass in J. A. S. B, 1888 P. 314). ૩. કૈલાસ એ ગમી નામની ગિરિમાલામાં શોભારૂપ છે. હિંદુઓ અહીં મહાદેવ તથા પાર્વતીના નિવાસ માટે છે. આ પહાડ શેલામાં ગર્લનાક્ષથી ચડિયાતા છે, હિમાલયના ખીજા ભાગાના મુકાબલે અત્યંત સુંદર તથા ભવ્ય છે, એકદરે પતાના રાખ છે. પર્વતની બન્ને બાજુ કાતરામાં નીકળતા રસ્તે જનાર યાત્રાળુ બે દિવસમાં તેની પ્રદક્ષિણા કરી શકે છે. (H. Straqhy in J. A, S. B, 1848 P. 158). ૪. તિબેટના નકશામાં કૈલાસને યૂલન નામની ગિરિમાળામાં લખ્યા છે તે ભૂલ છે. મહાભારતમાં વનપર્વ અધ્યાય ૧૫૭ માં વર્ણવેલ હેમકૂત તેજ કૈલાસ છે. મહાભારત ભીષ્મપર્વ અધ્યાય ૬ માં ગંત્રીની ગિરિમાલા તથા રાવરામાંથી ચાર નદીઓ નીકળવાના ઉલ્લેખ છે. તે પૈકીની સિન્ધુ નદી ( સિંહની) સિંહના મુખમાંથી ઉત્તર તર, શત્રુ બુલવધના મુખમાંથી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28