Book Title: Jain_Satyaprakash 1956 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૧૦] પાંચ જનમની પ્રીત
[ ૨૦૧ ચિત્ર અને સંભૂતિને દેહ મુનિવેશથી ઓપી રહ્યો છે. બન્ને ભાઈ સંજમ અને તપના પાલનમાં લીન રહે છે, ધ્યાન અને યુગના અભ્યાસમાં મગ્ન રહે છે, અને કોઈ અનેરી દુનિયાના મુસાફરો હોય એમ એમનો આત્મા સદા સ્વાધ્યાયમાં અને નિજાનંદમાં મસ્ત રહે છે.
કાયા અને છાયાની જેમ એ કદી એકબીજાથી જુદા પડતા નથી. જ્યારે જુઓ ત્યારે સાથે ને સાથે જ! .
સમય પાક્યો જાણી ગુરુએ બંનેને સ્વતંત્ર વિહરવાની અનુજ્ઞા આપી; અને એક કાળે જેમ એમની સંગીત—વિદ્યા ખીલી ઊઠી હતી એમ એમની સાધુતા સોળે કળાએ ખીલી નીકળી.
પણ કંચન અને કામિનીના ત્યાગીને પણ કીર્તિના મેહથી બચવું મુશ્કેલ બની જાય છે. ચિત્રનું ચિત્ત સ્થિર હતું અને વધુ ને વધુ અંતરમુખ બનતું જતું હતું. પણ સંભૂતિને માટે સાધુતાની કીર્તિ કે જીરવે મુશ્કેલ બની ગયો. એનું મન કઈ કઈ કાળે ચલ-વિચલ બનવા લાગ્યું. - એક વારની વાત છે. બંને મુનિઓ હસ્તિનાપુરમાં આવ્યા છે ત્યાં સનકુમાર ચક્રવતી પિતાના અપાર વૈભવ અને દેવાંગના સમી પટરાણી સાથે મુનિવર પાસે આવે છે. ચિત્રના મૂન ઉપરથી તે એ બધું પથ્થર ઉપરથી પાણીની જેમ સરી જાય છે, પણ સંભૂતિનું મન હવે કાબૂ બહાર જવી લાગે છે.
બનવા કાળ તે વંદન કરતી પટરાણીની એક અલકલટ સંભૂતિના ચરણને સ્પર્શી જાય છે. એ અલકલટ શું હતી ! જાણે કામદેવનો કે મહરાજાનો મૂક ભાર હતો. - સંભૂતિનું મન તે હવે કોઈ પ્રતિબંધ સ્વીકારવા તૈયાર ન હતું. સંજમને બંધ તૂટી ચૂક્યો હતો, અને આસક્તિના નીર ખળખળ કરતાં વહી નીકળ્યાં હતાં. કીર્તિની થોડીક લપસણી ભૂમિ ઉપર ચાલતા ચાલતા સંભૂતિમુનિ કંચન અને કામિનીના આસક્ત બની બેઠા હતો. એને થયું : કેવી સુંદર નારી અને કે રૂડે વૈભવ જે આવી નારી અને આવો. વૈભવ ભેગવવા મળે તે જીવન કૃતાર્થ થઈ જાય !
અને ચિત્રની વિનવણી કારગત થાય એ પહેલાં તો સંભૂતિએ પિતાના સંયમ અને તપનું ફળ માગી લીધું હતું. જે મારા તપ અને સંયમનું ફળ મળવાનું હોય તે આવી રિદ્ધિ-સિદ્ધિ અને આવી રમણીને સ્વામી બનવા માટે હું નવા જન્મે ચક્રવતી બનું! - બંને ભાઈના અંતરના માર્ગો ફંટાતા હતા. ચિત્રનું ચિત્ત નરી અનાસક્તિમાં જ લીન હતું. સંભૂતિનું મને કેવળ આસક્તિમાં જ ગરકાવ બન્યું હતું.
બ્રહ્મદત્ત ચક્રવતીને હવે પાંચ જન્મની પ્રીતિના ભંગનો દેર સાંપડતો લાગે.
એમણે જોયું કે અનાસક્તિ અને આસક્તિના જુદા પડેલા રાહે પાંચ જનમ લગી સાથે ને સાથે રહેતી બાંધવ–એલડીને જુદી પાડી દીધી હતી, અને એમની પાંચ જનમ પુરાણી પ્રીતને તેડી નાંખી હતી. જેવું કર્યું તેવું બને પામ્યા હતા.
પ્રીતિભંગનું કારણ લાધી ગયું હતું. અને બ્રહ્મદત્ત ચક્રવતીનું દિલ પિતાના ભાઈ માટે અધીરું બની બેઠહતું. ત્યાં તો મારો ભાઈ ક્યાં? મારો ભાઈ ક્યાં ?'ની જ રટના ચાલી રહી હતી. ભાઈને શોધ્યા વિના એને જંપ વળવાને ન હતે.
અને રાજઆજ્ઞા થઈ ચૂકી હતી, અને દેશદેશ ઢંઢેરો પીટાતે હતો કે દાસરૂપે, મૃગરૂપે, હંસરૂપે, માનવીરૂપે અને દેવરૂપે-પાંચ જનમ સુધી મારી સાથે ને સાથે રહેનાર માટે આ જન્મ વિખૂટો પડેલે ભાઈ જ્યાં હોય ત્યાંથી મારી પાસે હાજર થાય ! મને મળે! ઢંઢેરાના એ શબ્દો જાણે બંધુ પ્રેમને નાદ રેલાવતા હતા.
–ઉત્તરાધ્યયન સૂત્રના આધારે
For Private And Personal Use Only