Book Title: Jain_Satyaprakash 1956 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેરાપંથ-સમીક્ષા
લેખકઃ પૂજ્ય પં. શ્રી ધુર ધરવિજયજીગણી
[ લેખાંક ચે ] દયા-દાનને મુખ્ય વિરોધ કર્યા પછી તેરાપંથને અવાન્તર અનેક નાની-મોટી વાતોમાં વિરોધ કરે પડે છે. એ વિરોધમાં કેટલેક સ્થળે વિવેકદષ્ટિ જતી કરવામાં પણ તે પંથને સંકોચ નથી. તેરાપંથના પુરસ્કર્તા ભિખસ્વામીએ અનુકંપાની તેર ઢાળા લખી છે તેમાં એવી તે વિચિત્ર વાત એટલી વિચિત્ર રીતે રજૂ કરી છે કે જે વાંચતાં ખરેખર ભિખસ્વામી પ્રત્યે અનુકંપા જાગે.
તેરાપંથના અનુયાયીઓ એ ઢાળને આગમ જેટલું મહત્ત્વ આપે છે. તે ઢાળે ખરેખર ભયંકર છે. વિવેકદષ્ટિની વિશિષ્ટ જાગૃતિ સિવાય એ ઢાળો વાંચનાર ભુલાવામાં પડી જાય એવો પૂરે સંભવ છે.
એ ઢાળામાં આવતી વાતોની સમીક્ષા આ પ્રમાણે છે. તેરાપંથના મંતવ્યોમાં મુખ્ય વિરોધ એ છે કે એ સીધેસીધા મેક્ષના સાધકોને કરણીચે બતાવે છે અને બાકીનાને અકરણીય કહે છે. નિર્જરાના હેતુઓ કરણીય છે તે સાથે પુણ્યાનુબંધી પુણ્યના હેતુઓ કરણીય નથી એમ કહી શકાય નહીં.
પુણ્યબંધના કારણે અને પાપબંધના કારણોને જે જુદા પાડીને કર્તવ્યાકર્તવ્યને ભેદ સમજવામાં ન આવે તે અનેક સ્થળે વિષમતાઓ ઊભી થાય અને તેમાંથી એવી ગૂંચવણમાં જીવ પડી જાય કે તે કરે કાંઈને માને કાંઈ
દૃષ્ટિ સ્થિર કરીને તેરાપંથના મંતવ્યો વિચારવામાં આવે તો તેઓ કયાં ભૂલ્યા છે તેને ખ્યાલ તુરત આવી જાય. . (૧) મે કુમારે પૂર્વના હાથીના ભવમાં પગ ઊંચે રાખી સસલાને બચાવ્યા એ અનુકંપા સાચી, પણ એક યોજનનું માંડલું કર્યું ને તેમાં જે બચ્યા તે અનુકંપા સાવઘ, એમ તેરાપંથ કહે છે. અર્થાત યોજનનું માંડલું કર્યું ને જે બચ્યા તેથી પાપ હાથીને બંધાયું એ તેને કહેવાનો ભાવ નીકળે. :
પુણ્યકરણ પણ ભોગવવી પડે છે–તેથી સંસારમાં રહેવું પડે છે. મેક્ષમાં જનાર આત્માને પુણ્ય-પાપ બન્નેને ક્ષય કરે જરૂરી છે, પણ તેથી પુણ્ય-પાપ સરખાં થઈ જતાં નથી. તેમાં પણું પુણ્યાનુબંધી પુણ્યને યોગે મને યોગ્ય સામગ્રી પ્રાપ્ત થાય છે અને પ્રારંભિક અવસ્થામાં એ કર્તવ્યો áને આગળમેક્ષમાર્ગમાં ઓગળ વધારનારા છે.
સંસારી નું અવિરત આત્માઓનું જીવવું ઈચ્છવું એ જુદી વાત છે અને તેઓ ન મરે–દુઃખી ન થાય એવાં કર્તવ્યો કરવાં એ જુદી વાત છે.
અધ્યવસાયની તરતમતા કર્મબંધમાં પ્રધાન ભાગ ભજવે છે. એક જ પ્રકારનું કાર્ય
For Private And Personal Use Only