Book Title: Jain_Satyaprakash 1956 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૦] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ: ૨૧ ત્યાં દૂરથી જાણે કોઈ ગેબી હોય એવો અવાજ સંભળાય છે: મહાનુભાવ, જરા થંભી જાઓ ! ભી જાઓ ! ભી જાઓ! સબૂર કરો.” બન્ને ભાઈ ચમકી ઊઠે છે. અહીં વળી આવી આજ્ઞા દેનાર કોણ હશે? પાછું વાળીને જુએ છે તે એક મુનિવર ઉતાવળા ઉતાવળા એમની તરફ ચાલ્યા આવે છે અને હાથ ઊંચે કરીને થોભી જવાની ઈશારત કરી રહ્યા છે. મુનિવર નિકટ આવી પોંચ્યા. ચિત્ર અને સંભૂતિ સ્તબ્ધ બનીને એમની સામે જોઈ રહ્યા. મુનિવરની પ્રશાંત મુખમુદ્રા જાણે શાંતિને સ્રોત વહાવતી હતી. એ કરુણાભર્યા સ્વરે બોલ્યાઃ મહાનુભાવ, આવી નવજુવાન વયે તમને એવા તે કોણે દુભવ્યા કે તમે આપઘાત માટે તૈયાર થયા છે ? આપઘાતથી દુઃખને ઉકેલ કદી નથી મળતા. પળવાર એ દુઃખ આવ્યું લાગે, પણ ફરી પાછું બમણા જોરથી આપણા માથે ત્રાટકે ! આ રાહેથી પાછા વળો ! આ તે પાપનાં વાવેતર !” - દુખિયાને દિલાસ દેનાર મળી ગયા, અને બન્ને ભાઈઓનાં નેત્ર શ્રાવણ-ભાદરવો વરસાવવા લાગ્યાં, છેવટે ચિત્ર બેલ્યોઃ “મુનિવર ! આ ચાંડાળ કુળના દેહને ધારણ કરવાથી દર-બ-દર તિરસ્કાર સહ્યો ! સ્વામી ! ન કોઈ અમારું ધણી છે, ન અમારું ધરી છે. અમારા માટે તે જાણે આ જગતમાં સર્વત્ર અપમાન, તિરસ્કાર અને અવહેલનાના અખૂટ ભંડાર જ ભર્યા છે. અમારી સંગીત કળાય અમને આ વેદનામાંથી છુટકારે નથી અપાવી શકતી તે પછી આ ચાંડાળ જન્મ વેઠીને જીવવા કરતાં કંપાપાત કરીને મતને ભેટવું શું છેટું?” - મુનિવર બોલ્યા: “મહાનુભાવો ! ન આત્મા ચાંડાલ છે, ન બ્રાહ્મણ. જે દેહને તમે આપધાતને સોંપવા માગે છે એ દેહ મને સેપી ઘો ! યુવાને, મારી પાસે ચાલ્યા આવો! સંસારના દુભાયેલા તમને ભગવાનને માર્ગ શાંતિ આપશે, શાતા આપશે, સુખ આપશે. ન ત્યાં તિરસ્કાર હશે, ન અપમાન. આત્મા, ગુરુ અને ઈશ્વરની સાક્ષીએ ત્યાં નર્યો આત્મારમણને, આનંદ જ તમને મળશે! ચાલ્યા આવા જુવાન, ચાલ્યા આવે મારી પાસે ! હું તમને પ્રભુના માર્ગની ભેટ આપીશ.” બન્ને ભાઈ તે સ્તબ્ધ થઈ ગયા : આ તે સત્ય હતું કે સ્વનિ ! અમ ચાંડાલને આ મુનિવર હૈયે ચાંપશે? પ્રભુને માર્ગ આપશે ? પિતાના કરીને રાખશે? પણ બીજી જ પળે મુનિવરે પોતાની કરુણની પાંખમાં બન્ને ભાઈઓને સમાવી દીધા ત્યારે તેમનું સ્વપ્ન સત્ય રૂપે ખડું થયું. દુનિયાએ જેમને ચાંડાલ કહીને તિરસ્કાય તેમને મુનિવરે પિતાના કહીને અપવાની લીધા. અણીની પળ વીતી ગઈ અને આપઘાત માટે ઉઘુક્ત થયેલા બે જુવાને આત્મસાધના માટે ચિરંજીવ બની ગયા ! (૩) બ્રહ્મદ ચક્રવતી પિતાના પાંચ પૂર્વ જન્મના સાથીને આટલે દર તે પકડી શકા, પણ છતાં પોતાના પાંચ જન્મની પ્રીતમાં ભંગ ક્યાં પડ્યો એનું દર્શન એમને લાલતું નથી. એ વધુ ને વધુ ચિંતન પરાયણ બને છે અને પૂર્વ ઘટનાઓને ઉકેલી ઉકેલીને દેખાતી હોય એમ કથા આગળ વધે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28