Book Title: Jain_Satyaprakash 1956 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૧૦ ] અષ્ટાપદ તીર્થ ઈતિહાસ [ ૨૦૫ ૧૦. સ્વામી પ્રણવાનંદજી જણાવે છે કે –ઉત્તર હિંદના અલમોડા શહેરથી ૨૫૦ માઈલ દૂર તિબેટમાં હિમાલયની શિખરમાલાની વચ્ચે કૈલાસ પર્વત છે. ત્યાંથી ૩૦ થી ૪૦ ભાઈલ પર હિંદની સીમા છે. કૈલાસ ચારે દિશાએથી એકસરખે દેખાય છે તેને કાપીને સપાટ લીસો બનાવ્યો હોય એ તે લાગે છે. તે દરિયાને તળિયેથી ૨૩૦૦૦ ફૂટ ઊંચે છે. તેને નીચેનો ભાગ જુદે છે. ઉપરનો કાપ જુદા માળ જેવો જણાય છે. ચારે તરફ બરફ વરસે છે. ત્યાં જઈ શકાય તેમ નથી. ઉપર ગુંબજ અને તેની ઉપર કળશા જેવો રીલે દેખાય છે. કિલ્લાના કાંગરા જેવો પણ આભાસ જોવા મળે છે, જેની પરિક્રમા ૪૦ માઈલની હશે. બૌદ્ધો તેને કાંગરી પિચે (બૌદ્ધ નિર્વાણસ્થાન) માને છે. જેને તેને અષ્ટાપદ પર્વત માને છે. હિન્દુઓ તેને શંકરનું સ્થાન માને છે. પહાડની ચારે બાજુ સોનું, ચાંદી અને વિભિન્ન ધાતુઓની ખાણે છે તેમજ ઊના પાણીના ઝરા છે. અલમેડાથી પગપાળા જતાં ત્યાં ૨૫ દિવસે પહોંચાય છે. કૈલાસની દક્ષિણે ૨૦ માઈલ પર પવિત્ર માનસરોવર છે જે ૨૦ માઈલ લાંબું, ૨૦ માઈલ પહેળું, ૪૦૦ ફૂટ ઉંચું છે. તેમાં પાણી સ્વચ્છ છે, હંસ રહે છે. તેની પાસે રોકસ સરોવર છે જે ઉત્તર દક્ષિણે ૨૦ માઇલનું, પૂર્વ પશ્ચિમે ૭ માઈલનું છે. (Kailash & Mansarovar) ૧૧. નાગપુર (ન્યુ કલીની)ના શ્રી આશકરણ શેષકરણ વહોરા લખે છે કે –સ્વામી પ્રણવાનંદજી જે કૈલાસનું વર્ણન આપે છે તે ખરેખર અષ્ટાપદ પહાડ જ છે. તેના ઉપરા– • ઉપર હજારહજાર ફૂટના કાપાઓ છે. અષ્ટાપદના તે પદો જેવા છે. દૂરથી જોનારને સમવસરણ જેવું દેખાય છે. (जैन मित्र ता० ३॥१५५॥ ता० २१-१-५६का जैन व० ५५ अं० ३ ॥ ગુલાબ માસિક ૧૦ ૮ ૦ ૧ સં- ૨૦૧૨ તિબેટના ઇતિહાસમાંથી ભારતની ઉત્તરે હિમાલય છે અને તેની ઉત્તરે તિબેટ દેશ છે. તિબેટની ઉત્તર પૂર્વમાં (ઈશાનમાં) ચીનાઈ તુર્કસ્તાન, પૂર્વમાં ચીન, દક્ષિણમાં ગઢવાલ, કુમાઊ, નેપાલ, સીકીમ, તથા આસામ, અને પશ્ચિમમાં પંજાબ તથા કાશ્મીરની સરહદે આવેલી છે. તેની રાજધાની લાસાનગર છે. રાજા દલાઈલામાના નામથી ઓળખાય છે. ભારતથી તિબેટ જવા માટે ૧ તાકલીકેટ અને ૨ સાનીમા મંડી એમ બે રસ્તાઓ છે. પહેલે રસ્તે જનારને ૨૫૩ માઈલ અને બીજે રસ્તે જનારને ૨૧૧ માઈલ માનસરોવર પડે છે. માનસરોવરની પાસે જ રાક્ષસ તળાવ છે. તેની બન્ને બાજુ ગિરિમાલા છે. પહાડોમાં પ્રાચીન ગુફાઓ અને બીજી પવિત્ર જગાઓ છે. માનસરોવરથી ઉત્તર તરફ નજર નાખીએ તે એક કુદરતી સ્વર્ગીય સ્થાન નજરે પડે છે, જે Chang ચંગગામ પાસેના Horling હરલિંગની પડખે બરફને ઊંચે અને મનેરમ પહાડ છે એ પયુરગિલપિકસની હારમાં છે, ૨૨૦૦૦ ફૂટ ઊંચે છે. એનું નામ કૈલાસ છે જે તિબેટની સરહદમાં આવેલ છે. - સંયુક્ત પ્રાંતમાંથી ૧ લીપુલેખધાટ, ૨ ઉતધૂરપાટ અને ૩ નીતિધાટ એ ત્રણ રસ્તે કૈલાસ જવાય છે, જે પૈકીના પહેલા ઘાટથી જવાનું સરળ પડે છે. (Therring's Western Tibbet P. 149 ). For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28