Book Title: Jain_Satyaprakash 1950 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદ્યાચલ પર્વત અને બીજા સ્થળાનું અવલોકન લેખક : પૂજ્ય મુનિરાજ શ્રીક્રાંતિસાગરજી. મુનિરાજ શ્રીકાંતિસાગરજી મહારાજશ્રી પુરાતત્ત્વના વિષયમાં ખૂબ દિલચસ્પી ધરાવે છે અને શિ૯૫- સ્થાપત્યમાં તે તેમની દૃષ્ટિ વધુ વિકસિત અને શાસ્ત્રીય બની ગઈ છે. એ હકીકત તેમના વિવિધ લેખાથીયે પુરવાર થાય છે. વિહાર દરમિયાન આવતા પ્રત્યેક પ્રદેશને તેઓ એ દૃષ્ટિએ નિહાળે છે. નવીન વસ્તુઓ જે સાંપડે તેની યાદી કે નધિ કરી લઈ પ્રકાશમાં મૂકી આપણી અધારી દિશાને અજવાળે છે. હજીયે આપણા સંશોધકે જૈન મૂર્તિઓને બૌદ્ધ મૂર્તિ કહી દેવાની ભ્રામક અંધ. પરંપરાને ચિપકી બેઠેલા છે તેમને અને જેન, જૈનેતર તેમજ સરકારી આગેવાનો સાથે તેઓ સંપર્ક સાધી સ્થાપત્યનું વાસ્તવિક મૂલ્યાંકન કરવાનો રાહ બતાવતા રહે છે. - “જૈન” પત્ર તા. ૮-૧-૫૮ના અંકમાં તેમણે કેટલીક નવીન હકીકતા આપી છે તે વાચકોને અત્યંત ઉપયોગી હોવાથી તેની તારવણી નીચે આપીએ છીએ. સપાટ (૧) કૌશાંબીમાં પ્રયાગ વિશ્વ વિદ્યાલય તરફથી શ્રીયુત ગોવર્ધનરાય શર્માની દેખરેખ નીચે પ્રાચીન સ ોધન અંગે ખોદકામ ચાલી રહેલું છે. આ સ્થળાને નિહાળતાં તે ઈ. સ. પૂર્વે બીજી શતાબ્દીનાં હોવાનું માલુમ પડે છે. ખાદકામમાંથી જે સામગ્રી નીકળી આવી છે તેમાં જૈનધર્મ સાથે સંબંધ ધરાવતી કેટલીક વસ્તુઓ પણ મળી આવી છે. તેમાં એક પથ્થરમાં કારાયેલ યક્ષ-યક્ષિણી સહિત શ્રીનેમિનાથ ભગવાનની લેખ વિનાની મૂર્તિ મળી આવેલી છે. આ પ્રતિમા ઈ. સ. પૂર્વની પ્રાચીન દીવાલના અવશેષ સાથે મળતી હોવાથી એટલી જ પ્રાચીન હોવાનું પુરવાર થાય છે. એટલું જ નહિ મથુરાથી મળી આવેલી છે. સ. પૂર્વની મૂતિ'આ સાથે તેના શિ૯૫વિધાનનું સામ્ય જોવાય છે અને તેથી આ પ્રતિમા ઇ. સ. પૂર્વે બીજી શતાબ્દીની હોય એવુ’ સપ્રમાણુ નિણીત થાય છે. (૨) મીરજાપુર આવતાં વચ્ચે વિદ્યાચલ પર્વત આવે છે. ઉત્તર ભારતના હિંદુઓનું આ માટુ' તીર્થ ધામ મનાય છે. અહીંના મંદિરનું શિલ્પ સ્થાપત્ય ઉચ્ચ કેટિનું' અને દશનીય છે પરંતુ સખેદ કહેવું પડે છે કે, અહી પર્વત ઉપર જે અષ્ટભુ જ દેવીની ગુફા છે, જેમાં વચલી મૂર્તિની બાજુ માં પદ્માસનસ્થ જૈન પ્રતિમા છે, જેને ત્યાંના પંડયાએ _[ અનુર્માધાન માટે જુઓ ટાઈટલ પેજ ત્રીજુ']. For Private And Personal use only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 28