Book Title: Jain_Satyaprakash 1947 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮1. અઢારમી સદીનું એક ખંડકાવ્ય [ ૨૧૯ હાથી મણિમુદડ હિમચૂડી, મેષલા કટવની રયણ રૂડી; ઝાંઝરી ઘુઘરી ચરણ છાજિ, પિઉ જે આવિ તે બહુ દિવાજે. ૯ હાલ ગેખિ ચડી ચિત ચિતવિ, રાજૂલ રાજકુમારિ, વાલિમ વેગિ આવે, ઉભા કાંઈ દવારિ, ભલું રે કરૂ તમે આવતાં, પાલી પૂરવ પ્રીત, નવભવ નેહ નિવારતાં, રાષી ઉત્તમ રીતિ. ૧૦ દુહિલા દિન ગયા તુમ પોખિ, રશે તે સોહિણિ દેવ દાષિ; આજ હું દુઃખને પાર પામી, નયણું મેલાવડિ મા સ્વામિ. ૧૧ નયણે હો નાવિ નિદરડિ, ઉદય ન ભાવિ અન્ન, સુની ભમી આ દેહડી, તેમનું બધુ મન્ન આસુડે જડિ લાગી, મેં જે કંચૂક ચીર, માયણ સંતાપિ ચાપિ, પોપી દહે શરીર. ૧૨ વિરહ હું તારિ ઘણું ઘઘી, માછલી જલથી જિમ અલીધી; જીવજીવન હવિ ચિત્ત ઠારો, મદિરમાંહિ વેહલા પધારે. ૧૩ (૯) જેના હાથમાં સુવર્ણની ચૂડીઓ અને મણિજડિત વીંટી પહેરેલી છે, અને જેની કે રત્નનો ક દોરો શેભી રહ્યો છે, ઘૂઘરીયુકત ઝાંઝરોથી જેના ચરણો કાયેલા છે અને જેનો મનેભાવ એમ કહી રહ્યો છે કે સ્વામી જે આવે તો બહુ આનંદ થાય. (૧૦) રાજમહેલના ગોખે ચડેલી રાજકુમારી રાજુલ મનમાં વિચાર કરે છે કે હે વહાલા! કારમાં શું ઊભા છો? તમે જલદી આવજો. પૂર્વની પ્રીતિ પાલીને તમે આવ્યા તે ઘણું સારું કર્યું. નવભવથી બાંધેલા ને દૂર કરતો (નિભાવતાં) ઉત્તમ પુરુષોની રીત રાંખી. ૧. કવિતામાં પ્રસંગ જોતાં “નિવારતા'ના બદલે “ભાવતાં કે એવી મતલબનો કોઈ શબ્દ અહીં હોવો જોઈએ એમ લાગે છે. આ કૃતિની બીજી હસ્તલિખિત પ્રત જોવા મળે છે અને નિર્ણય થઈ શકે. આશા છે વિડાને આ સંબંધી ખોજ અવશ્ય કરશે. (૧૧) તમારા વિના દિવસે બહુ મુસીબતે ગયા છે. માટે હે દેવ, રખે તેમાં એાછાશ કરતા. હે સ્વામી! અખાના મેળાથી તમે મળ્યા તેથી જે હું દુ:ખનો પાર પામી. - (૧૨) આંખોમાં નિદ્રા આવતી નથી, પાણી અને અન્ન ભાવતું નથી, અને આ શરીર શુન્ય જ કરે છે કે જે દિવસથી મનાયમાં મારુ મન બંધાયું છે. આપના વિણ૫ વાદળાં ચારે બાજુ ઘેરાઈ તેમાંથી આંસુરૂપ વર્ષ વસી રહી છે, અને તે વડે ચાળી અને સુંદર રેશમી સાડી ભીંજાઈ રહી હાઈ કામદેવ એને બાણવડ તાપી રહ્યો છે. અને કોયલડીને મધુર ટહુકાર મારા શરીરને બાળી ૨હ્યો છે. (૧૩) હે જીવન ! હું તમારા વિયોગથી ઘણું બળી છું –જેવી રીતે પાણીથી જુદી પડેલી માછલી પ્રાણુ ખુએ. માટે હવે મારા મનના સાંત્વન માટે મદિરમાં વહેલા પધારે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36