Book Title: Jain_Satyaprakash 1947 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૧૨ - દુહા પ્રણમીઈ સરસતી ભગતી આંણું, માય આપે ઘણું સરસ વાણી પ્રણવા તારણ નેમ આવ્યા, દેષતાં રાજુલ મન સહાયા. ૫
સસીવણ મૃગલોયણી, નવશર સજી સિણગાર, નવોવન સેવન અલીય, અપછર અવતાર સર સિથે ફૂલી બહ, મૂલી રાષડી સાર,
શિસકુલાં મણિ ટીકિની, નીકી કાંતિ અપાર. મૃગમદ વાસિત વેણી કાલી, ઝીતિ કાને બની કનક વાલી; સેહિ નિરમલ ના કોઈ મોતી, આરસી કર ધરી રૂપ જેતી, ૭
હાલ અંજન અંજીત આંખડી, અધરપ્રવાસી રંગ, હસિત લલિત લીલાંગની, મદભર અંગ અનંગ, રતન જડિત કંચૂક, સુપચીત કુચ યુગ સાર,
એકાઉલ મુક્તાઉલ, ટંકાઉલ ગલિ સાર. ૮ તેમની સાથે વિવાહ કર્યો. ત્યાર બાદ જાન લઈ પરણવા આવેલા જાદવ તોરણે આવી મહાલયના રાજકારમાં ઊભા હતા તે વખતે વરને જોવાની ઈચ્છાથી રાજુલ સ્ત્રી આનંદથી ગોખેથી (બારીએથી) જેવા લાગી.
(૫) ભક્ત લાવી સરસ્વતીને ન મરાર કરું છું અને માગું છું કે હું માતાજી ! મારી વાણીમાં ઘણો રસ આપો. જ્યારે તેમકુમાર પરણવા તોરણે આવ્યા ત્યારે તેમને જોઈ રાજુલનું મન બહુજ સુખ પામ્યું
(૬) ચન્દ્ર સમાન મુખવાળી, અને હરણ સમાન વિશાળ નેત્રાવાળી, નવસેર હાર વડે જેની છાતી ઢંકાયેલી છે, અને જેણે સોળે શણગાર સજેલા છે, જે નવા ખીલેલા યૌવન યુક્ત હાઈ સારા વર્ણ વડે જાણે અસરાનો જ અવતાર હેાય તેમ તેના કરતાં વધારે શોભે છે, જેના માથે સેંથામાં સિંદૂર પૂરેલું છે અને તેના ઉપર રાખડી બાંધેલું સુંદર કુલ શોભી રહેલું છે, શ્રેષ્ઠ રેશમની બહુમૂલ્ય રાખડી સાથે જેના માથે એટલે અંબોડે કુલ શોભી રહ્યાં છે, તેમ જ નાક ઉપર અપાર કાન્તિવાળી ટીકી શોભી રહી છે,
(૭) જેના લમણું ઉપર કસ્તુરીની વાસ મહેકી રહી છે અને જેની વેણી (અંબોડા) શ્યામવર્ણ હોઈ બન્ને કાને વાળીઓ ઝળકે છે. નમણું નાક શોભે છે, દેવને પણ મોહિત કરતી તે હાથમાં આરસી લઈ પિતાનું રૂપ જુએ છે.
(૮) આંખમાં મેશ અજેલી છે, હોઠ સ્વાભાવિક જ પ્રવાહ જેવા રાતા છે, કીડાસક્ત અને મનહર અંગનાઓને પિતાની શોભા વડે જેણે હસી કાઢી છે, તથા જેના અંગમાં કામદેવ અભિમાનથી ભરપૂર ભરેલો છે, જેની કંચુકી રથી જડેલી હેઈ બે સ્તને સારી રીતે ઉપચિત (પુષ્ટ) થયેલાં છે, અને તેના ઉપર એકસર હાર, મોતીને હાર, કંકાવલી (તે વખતે ચાલતા નાણાને બનાવેલો) હાર શ્રેષ્ઠ શોભી રહ્યો છે..
For Private And Personal Use Only