Book Title: Jain_Satyaprakash 1947 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ ઉપરનું શ્રી કેસરીયાજીનું-ષભદેવજીનું મંદિર સૌથી વિશાલ અને સુશોભિત છે. આ મૂર્તિ સિવાય બાકીનાં થાનો સત્તરમી સદી અને વીસમી સદીનાં છે. કારટામાં ૧૪ કક્કા પ્રસિદ્ધ હતા. એમાંથી અત્યારે તો માત્ર સાત જ કwા વિદ્યમાન છે. કાટાજીમાં કાર્તિકી પૂર્ણિમાનો મોટો મેળો ભરાય છે. પહેલાં તે ૮-૧૦ હજાર માણસે ભેગા થતા, ત્યારે પણ ૪-૫ હજાર તો આવે જ છે. અહીં દર વર્ષે આ દિવસે કારસી થતી. પરંતુ અહીંના કારના ત્રાસથી અને રેશનીંગના જમાનાને અંગે એ બધું બંધ છે. શ્રી કેસરીયાજીના મંદિરમાં પૂજા ભણાવવાને રંગમંડપ વિશાલ છે. સામે મેટી ધર્મશાળા છે, ઉપાશ્રય છે, શ્રાવકાનાં ઘર છે. યાત્રિકોને બધી સગવડ છે. શિવગંજથી આવતાં વાહનાદ પણ મલે છે. રાહબર શિવગંજથી ૪ ગાઉ દૂર દક્ષિણમાં આ તીર્થ આવ્યું છે. રાહબરનું પ્રાચીન નામ રાજ મઢ હતું. વિશાલ કિલ્લામાં આ ભવ્ય નગર વસ્યું હતું. પરંતુ આજ તો એ નગર ધ્વસ્ત થઈ ગયું છે. કિલે પણ તહસ નહસ થઈ ગયો છે. માત્ર થોડાં ભરવાડનાં ઘર છે. પાસે શ્રાવકોની વસ્તીવાળું ચુલી ગામ છે. કહે છે કે જે વ્યાપારીઓ પરદેશથી રાજમઢમાં વ્યાપાર કરવા આવતા તેઓ અહીં ચુલા-ભટ્ટીઓ સળગાવતા, માટે આનું નામ ચુલી પડયું છે. અને મારવાડમાં “ચ” ને બદલે “સં' બોલાતો હોવાથી ચુલીને બદલે સુલી થઈ ગયું. સિરોહી સ્ટેટના નકશામાં પણ Suli આપ્યું છે. આ ચુલી ગામમાં શ્રાવાનાં ઘર અને સુંદર નાનું જિનમંદિર છે. મૂલનાયકજી શ્રી શાંતિનાથજી છે. અને અહીંથી ૧ માઈલ દૂર રાબરનું શ્રી મહાવીર ભગવાનનું મંદિર છે. બરાબર જાણે પહાડ કરીને જ બનાવ્યું હોય એમ દૂરથી લાગે છે. ત્રણે બાજુ પહાડ છે. એમાયે મંદિરની પાછળ અને જમણી બાજુ તો એવો સુંદર પહાડી દેખાવા લાગે છે, કે જાણે કુદરત અહીં જ પ્રસન્ન થઈ ગઈ છે. એમાંયે ચાતુર્માસમાં તે પહાડ લીલાછમ થાય છે, પાણીનાં ઝરણું વહે છે, ઉપર વાદળાં હોય, પહાડ સાથે અથડાતાં હોય, ઝરમર ઝરમર મેહ વરસી રહ્યો હોય અને પાણીના પ્રવાહો ઉપરથી પડતા હોય અને મયુર કેકારવ કરી રહ્યા હોય -આ દશ્ય તો માનવીને મુગ્ધ કરી દે એવું છે. આવા સુંદર પહાડની બરાબર નીચે ઢળાણમાં આ પ્રાચીન મંદિર છે. મૂળનાયક શ્રી મહાવીર પ્રભુની પ્રાચીન મૂર્તિ છે. કહે છે કે સંપ્રતિ મહારાજના સમયનાં બિંબ છે. મત ગમારામાં ત્રણ મૂર્તિઓ છે. જમણી બાજુ શ્રી ચંદ્ર પ્રભુજી (ઋષભદેવજી) અને ડાબી બાજુ શ્રી પાસ્રનાથજી છે. તેમ જ બહારના રંગમંડપમાં પણ ચાર મૂર્તિઓ છે. મૂર્તિ પ્રાચીન છે, પરંતુ વ્યવસ્થાની ખામી છે. ચુલીના શ્રાવકો કવચિત્ જ પૂન્ન કરવા આવે છે. પૂજારી પાછું ઢાળીને, મરજી મુજબ પૂજા કરીને જાય છે. કહે છે કે વિ. સં ૧૯૫૭ પહેલાં તો અહી ભગવાનની મૂતિ ઓ ઉપર મેલ ચઢ હતિ, શ્રાવકે પૂજન કરવા ૫ણું તા આવતા, હવે આવતાં શીખ્યા છે. મંદિર નાનું નાજુક અને દેવવિમાન જેવું છે. પરંતુ જીર્ણોદ્ધારની જરૂર છે. આ પહાડના પથ્થરો જ ઉપયોગ થયો છે. આ ત્રણ નીમાં જાકોડાજીને બાદ કરીએ તે બાકીનાં સ્થાન માં જોઈએ તેવી વ્યવસ્થા નથી. એમાંયે રાબરની વ્યવસ્થા જેઈને તો દુઃખ થાય તેવું છે. મૂર્તિઓમાં નથી તે ચક્ષનું પૂરું ઠેકાણું કે નથી તો તાળનું ઠેકાણું. ચક્ષુઓ કયાંક છે કયાંક નથી. છે ત્યાં લોકો ચુકી છે. પૂજામાં પૂરું કેસર પશુ નથી વપરાતું. (ચાલુ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36