Book Title: Jain_Satyaprakash 1947 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text ________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રત્તર–પ્રબોધ
[ ૨૨૯ તમામ જિન પ્રતિમાને હું વંદના કરું છું. આ રીતે ભાવના ભાવીને વંદના કરવી.
स्रग्धरावृत्तम् दीवे नंदीसरम्मी चउदिसि चउरो अंजणाभा नगिंदा । तेहिंतो वाविमझे दहिमुहगिरिणो सेयवण्णा तहेव ॥ दुण्हं दुण्हं पि तेसिं रुइररइकरा अंतराले य दो दो। बावण्णा तत्थ तित्थे सुरवइभवणा तेसु वंदे जिणिंदे ॥१॥
રા પ્રશ્ન--સુપાત્ર મુનિરાજ વગેરેને દાન દેતાં, તીર્થની ઉન્નતિ કરતાં જેટલું ફલ મળે, તેટલું ફળ મળે. એ વાત યુક્તિથી કઈ રીતે ઘટાવી શકાય?
ઉત્તર–જેમ મકાનનો આધાર પાયો હોય છે, તેમ તીર્થનું મૂલ (ટકાવવાનું સાધન) મુનિવરે છે. મુનિવરોનું મૂલ અનાદિ આહાર છે, એટલે તેઓ નિર્દોષ આહારથી ધર્મારાધન નિમિતે શરીર ટકાવે છે, એમ વિચારી ભવ્યજી મહાવ્રતાદિ સદગુણના ભંડાર મુનિવરને યોગ્ય અવસરે નિર્દોષ અશન, પાન ખાદિમ, સ્વાદિમ વહેરાવે તેણે તીર્થની ઉન્નતિ કરી એમ સમજવું. વળી જ્યારે તીર્થને અંતરકાલ હોય, કેવલજ્ઞાનીને વિરહ હેય, ત્યારે તેઓ જ જિનધર્મને ઉપદેશ દઇને ભવ્ય જીવોને ધર્મ પમાડે, સ્થિર કરે, દુર્ગતિમાં જતાં બચાવે. આ રીતે મહા ઉપકાર કરનારા તે જ મુનિવરો હોય છે. મુનિવરોને પરમ ઉલાસથી નિર્દોષ દાન દેવાથી જ પ્રભુશ્રી મહાવીર દેવે દુર્લભ બોધિબીજ મેળવી અનુક્રમે તીર્થંકર પદવી મેળવી. આવી ઉદાર વિચારણાથી સમ્યજ્ઞાનાદિને ધારણ કરનારા મુનિવરોની ભકિત કરવી, તેમને શુદ્ધ ભાવથી શુદ્ધ દાન દેવું, જ્ઞાનાદિની આરાધનામાં મદદ કરવી, તેમની પાસે હિતશિક્ષા સાંભળીને તેને અમલ કરીને માનવ જન્મ સફળ કરવો. કહ્યું છે કે
आर्यावृत्ततित्थस्स मुणी मूलं, मुणीण मूलं हवंति असणाइ । जो देइ ताणि तेसिं, तेणं तिस्थुण्णई विहिया ॥१॥ तिस्थंतरेसु विजओ, केवलिरहिएसु अज्जखित्तेसु। उवयारपरा मुणिणो, जिणधम्मधुरंधरा भणिया ॥२॥ हो ही जो तित्थयरो, अपच्छिमो इहय भारहे खित्ते । मुणिदाणाओ तेणवि, संपत्ता दुल्लहा बोही ॥ ३ ॥ ता खलु पूएअव्या, रयणतयधारिणो सया मुणिणो । तेसिं दाणं देयं, सुद्धं सुद्धेण भावेणं ॥ ४ ॥
૨૨ પ્રશ્ન–સમવસરણમાં ક્યા ક્યા ખૂણે કઈ કઈ પર્ષદા બેસીને અને કઇ કઇ. પર્ષદા ઉભી રહીને શ્રી તીર્થંકરદેવની પવિત્ર દેશના સાંભળે છે?
For Private And Personal Use Only
Loading... Page Navigation 1 ... 31 32 33 34 35 36