Book Title: Jain_Satyaprakash 1947 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિનેહી રાજયનાં કેટલાંક પ્રાચીન જિનમંદિરે લેખકઃ–પૂજ્ય મુનિ મહારાજ શ્રી. ન્યાયવિજયજી (ત્રિપુટી). ભારતવર્ષમાં રજપૂતાના તેની વીરતા માટે પ્રસિદ્ધ છે. ભારતવર્ષની થર્મોપોલી'નું ગૌરવ રજપૂતોની અને મેવાડના શુરવીર રાણાઓની ભૂમિને અપાયેલું છે. આ રજપૂતાનાની એ વીર ભૂમિ અત્યારે તો એના પથ્થર, કાંટા અને કાંકરા માટે પ્રસિદ્ધિ પામી રહી છે, એ શોચનીય છે. એ ચાટે એક મેવાડી કવિએ કહ્યું છે કે "मेवाडे पंच रत्नानि, कांटा भाठा च पर्वताः। चतुर्थी राजदंडच पञ्चमं वस्त्रलुञ्चनम् ॥ આ ઉક્તિ જેમ મેવાડ માટે છે તેમ મારવાડને પણ બરાબર લાગુ પડે છે, એટલે મેવાડને બદલે મરશે એમ કેટલાક જોડી દે છે. પરંતુ દાનવીર-ધર્મવીર જેનેએ અહીં પથ્થરને ખૂબ સદુપયોગ કરી અહીં આલીશાન, ભવ્ય જિનમંદિરો બનાવ્યે છે, અને સુંદર તીર્થસ્થાનો સ્થાપ્યાં છે. ચંદ્રાવતી, મુંડસ્થલ, આબુજી, રાણકપુર, નાડેલવાડલાઈ, વરકાણ, નદીયા, દીયાણુ, હમ્મીરગઢ, બામણવાડા,સિરોહી, કેસરીયાજી, દેલવાડા, ચત્તોડ, કડા, દયાશાનો કિલ્લો, જેસલમેર, બિકાનેર, કાપડીજી, ફલોધી, ઓશીયાજી વગેરે વગેરે અનેક પ્રાચીન તીર્થો અને નગરોનાં ભવ્ય જિનમંદિરે ઉપયુંકત કથન શાખ પૂરે છે. આ લેખમાં સિરોહી રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમંદિરને ટૂંક પરિચય આપવા ધાર્યો છે. અમારું ગત (સં. ૨૦૦૨નું) ચાતુર્માસ શિવગંજમાં હતું. શિવગંજની આજુબાજુ બે તીથી છે, એની ખૂબ પ્રશંસા સાંભળી હતી. એમાં આ વખતે રાબર તીર્થ વધ્યું એટલે ત્રણ તીથી થયાં. જાકેડા, કેટજી અને રાહબર એ આ ત્રણ તીર્થોનાં નામ છે. જોડાજી શિવગંજથી ઉત્તર પૂર્વના ખૂણામાં ત્રણ ગાઉ દૂર આ પ્રાચીન તીર્થ ૧. શિવગંજ સિરોહી નરેશ મહારાજા શિવસિંહજીએ ૧૯૧ માં વસાવ્યું છે. શરૂઆતમાં પાલીનિવાસી શેઠ કાલુરામજી ઓસવાલ આવ્યા કતા, જેઓના સંતાન નગરશેઠ છે, અને અત્યારે નગરશેઠ તખતરાજજી તેમના જ વંસજ છે. અહીં સુંદર સાત %િ મંદિર છે અને લગભગ ૬૦૦ થી ૬૫૦ જેનોનાં ઘર છે, જેમાં ઓસવાલ પોરવાલ સમ્મિલિત છે. આ સાત જિનમંદિરનો ટૂંક પરિચય આ પ્રમાણે છે ૧–ઋષભદેવજીનું મોટું મંદિર બજારની પાસે છે, જેની પ્રતિષ્ઠા સં.૧૯૨૮માં વિશાખ શુદિ ત્રીજે થઈ છે. મદિર મોટું અને વિશાલ છે. બહાર બે મોટા હાથી હોવાથી એ હાથીવાળું મંદિર કે મોટું મંદિર પણ કહેવાય છે. ૨-પોરવાડનું મંદિર. આ પણ સુંદર વિશાલ શિખરબંધ મંદિર છે. સં.૧૯૪૭ના ફાગણ શુદિ ત્રીજે એની પ્રતિષ્ઠા થઈ છે. આ પિરવાલેનું મંદિર કહેવાય છે. મૂલનાયક શ્રી. રાષભદેવજી છે. ૩થીત્રી આદિનાથજીનું મંદિર, ચોથું અજિતનાથજીનું મંદિર, પાંચમું મહાવીર પ્રભુનું મંદિર, છ કલાપરામાં કેસરીયાજી શ્રી આદિનાથજીનું મંદિર છે. આ સ્થાન શિવગંજ વસ્યા પહેલાંનું હોવાથી આ મંદિર જૂનાં મંદિર તરીકે પણ ઓળખાય છે. અને સાતમું દાદાવાડીનું મંદીર, જે બગીચામાં છે અને મૂલનાયક શ્રી મહાવીર પ્રભુ છે. અહી છ થી સાત ઉપાશ્રયો (જેમાં ધર્મશાળા ૫ણ સમ્મિલિત છે.), આયંબિલ ખાતું, કન્યાપાઠશાળા, બાળકોની જેમ પાઠશાળા વગેરે ચાલે છે. શિવગંજની સામે પાર ઉદરી-સુમેરપુર આવ્યાં છે. અહીં પણ ત્રણ જિનમંદિર, જૈન બોડી ય વગેરે છે. જેની વસ્તી પણ છે. જાકડા જતાં-આવતાં અહીં દર્શન કરવા યોગ્ય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36