Book Title: Jain_Satyaprakash 1947 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૪] શ્રી જૈન સત્ય પ્રકાશ 2. [ વર્ષ ૧૨ કાસ જ હોય છે. ચોથાથી વિકાસ ક્રમશઃ વધવા માંડે છે. આ ગુણસ્થાનક પામીને આત્મા પહેલ વહેલો જ આધ્યાત્મિક શાંતિ અનુભવે છે. એ ભૂમિકામાં આધ્યાત્મિક દ્રષ્ટિ યથાર્થ (આમસ્વરૂપાભિમુખ) હેવાને લીધે વયસરહિત હોય છે. આ દશા જૈન દર્શનમાં સમ્યગદષ્ટિપણા તરીકે ઓળખાય છે. પછીની ભૂમિકાઓમાં એ ફાવ ચાલુ જ હોય છે. વિકાસ અને દૃષ્ટિની શુદ્ધિ ઉત્તરોત્તર વધતી જ જાય છે. મોહની પ્રધાન શકિત (દર્શનમેહ) ને શિથિલ કરીને રવરૂપદર્શન કરી લીધા પછી પણ જ્યાં સુધી તેની બીજી શક્તિ (ચારિત્ર મોહ) ને શિથિલ કરી ન શકાય ત્યાં સુધી સ્વરૂપસ્થિતિ પ્રાપ્ત નથી થતી. પાંચમા ગુસ્થાનમાં બીજી શકિતને લેશમાત્ર શિથિલ કરે છે ત્યારે તેની વિશેષ ઉત્ક્રાંતિ થઈ જાય છે. એ સ્થાને વિકાસ ગામ આમાં વિચારે છે કે જે આ૫ ત્યારથી જ આટલી અધિક શાંતિ મળી તો પછી જડ ભાવોને સર્વથા ત્યાગ કરાય તો કેટલી વધુ શાંતિ મળે? એ પ્રેરણા જ ચારિત્રમેહને વધારે દબાવવામાં અગ્રેસર થાય છે. એમાં સફળ થતાં જ આ છઠ્ઠા ગુણ રસ્થાનો આવે છે. પૌમલિક ભાવો ઉપર મૂછ બિલકુલ રહેતી નથી અને બધા સમય સ્વરૂપને પ્રગટ કરવાના કામમાં જ ખરચાય છે. અહીં આત્મકલ્યાણ ઉપરાંત લોકકલ્યાણની ભાવના તેમ જ તેને અનુકુળ પ્રવૃત્તિ પણ થાય છે, જેથી કઈ કઈ વાર થોડે ઘણે પ્રમાદ પણ થઈ જાય છે. જો કે વિકાસગામી આત્માને પાંચમા કરતાં છઠ્ઠામાં સ્વરૂપનું પ્રષ્ટીકરણ વિશેષ હોવાને લીધે આધ્યાત્મિક શાંતિ વધારે જ મળે છે, છતાં વચ્ચે વચ્ચે અનેક પ્રમાદો શાંતિ મેળવવામાં અવરોધ ઊભા કરે છે સર્વવિરતિથી વિશિષ્ટ શાંતિ મેળવવા પ્રમાદને ત્યાગ કરી સ્વરૂપની અભિલાષાને અનુકૂળ એવા મનન-ચિંતન સિવાય બીજી બધી પ્રવૃત્તિને તે ત્યાગ કરે છે. આ રીતે અપ્રમત્તસંયત નામનું સાતમું ગુણસ્થાનક પપાય છે. આ સ્થિતિ ઝાઝે સમય ટકી શકતી નથી. મનોપ્રદેશમાં ખેંચાખેંચ (Tug of War) ચાલે છે. એક તરફ અપ્રમાદજન્ય ઉત્કટ સુખનો અનુભવ આત્માને તે સ્થિતિમાં રહેવાને ઉત્તેજે છે અને બીજી તરફ પ્રમાદજન્ય પૂર્વ વાસનાઓ તેને પોતાની તરફ ખેંચે છે. આ ખેંચતાણમાં વિકાસગામી આત્મા કોઈ વાર પ્રમાદની તંદ્રા તો કોઈ વાર અપ્રમાદની જાગૃતિમાં, વમળમાં પડેલા લાકડાની માફક કે વંટોળીએ ચડેલ તણખલાની માફક, અહીં તહીં અથડાય છે. ઘડીમાં છઠું તો ધડીમાં સાતમું ગુણસ્થાન આવે છે, અને જાય છે. પ્રમાદની સાથે થનાર એ આંતરિક યુદ્ધ વખતે વિકાસનામી આત્મા જે પિતાનું ચારિત્રબળ વિશેષ પ્રકાશિત કરે તે પછી તે પ્રલોભનોને વટાવી વિશેષ અપ્રમત્તદશા પ્રાપ્ત કરે છે. એથી બાકી રહ્યાં રહ્યાં મોહનાં બંધને અંત આણી શકાય છે. મેહની સાથે થનાર ભાવી યુદ્ધ માટે કરવી જોઈતી તૈયારીની આ ભૂમિકાને આઠમું ગુણસ્થાન કહેવામાં આવે છે. આ પહેલાં કદીયે ન થયેલી આત્મશુદ્ધિ અહીં એને લાવે છે. આ ગુણસ્થાનકથી આગળ વધનાર આત્માઓને તેઓની કાર્ય પદ્ધતિના આધારે બે ભાગ પડે છે. આત્મા મોહના સંસ્કારોના પ્રભાવને અનુક્રમે દબાવતો દબાવતો આગળ વધે છે, તેમ જ છેવટે તેને શમાવી દે છે તે એક પ્રકર. આત્મા મેહના સંરકારને ક્રમશઃ જડમૂળથી ઉખેત ઉખેડતો આગળ વધે છે અને છેવટે સર્વથા નિર્મળ કરી નાખે છે તે બીજે પ્રકાર અંતરાત્મભાવના વિકાસ દ્વારા પરમાત્મભાવરૂપ સર્વોપરી ભૂમિકાને પહેચવાના ઉપર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36