________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨ ?
શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧સમ્રાટ-આચાર્યશ્રી ! અમારા જેવા રાજવીને અમને યોગ્ય આશીર્વાદ ન આપતાં આપે ધર્મલાભરૂપ આશીર્વાદ આપ્યા તેનું કારણ શું?
આચાર્ય–આ ધર્મલાભરૂપ આશીર્વાદ આ લોક અને પરલોક બને માટે અમેઘ ફલદાયી હોવાથી તે આપવામાં આવે છે. તેની અંદર અચિન્ય મહાસ્ય સમાયેલું છે.
આચાર્યશ્રીના ઉપરોક્ત વચનોથી રાજા અતિ આનંદિત થશે અને પિતાની પાછળ ઉભેલા કેવાધ્યક્ષને આજ્ઞા કરી કે આ મહાન આચાર્યશ્રીને સવાકોડ સોનામહોર મોકલાવો.
આચાર્યશ્રી--સમ્રા! અમે આજીવન કંચન અને કોમનીના ત્યાગી છીએ, અને તેથી જ અમે આટલી હદે પહોંચવા ભાગ્યશાળી થયા છીએ, તેથી તમારી સેના મહેરની અમને બિલકુલ જરૂર નથી.
આચાર્યશ્રીના મુખમાંથી આવા અપૂર્વ ત્યાગની વાત સાંભળી સમ્રા ઘણે જ આશ્ચર્યમુગ્ધ બની ગયો અને વિચારવા લાગ્યો કે, ખરેખર ! આવા ત્યાગી ઉત્તમ મુનિઓ વડે જ જગત ભાગ્યવાન છે. કારણ કે કંચન અને કામિની માટે તો સમસ્ત જગતના માનવીઓ તરફડીયાં ખાઈ ખાઈ મરી રહ્યા છે. મહાન કહેવાતા યોગીઓ પણ એનાથી ઓછા બચવા પામે છે, જ્યારે આ આચાર્યશ્રીને હું માન પૂર્વકની ભેટ ધરું છું, તે પણ તેઓ તેને અસ્વીકાર કરે છે. ખરેખર ! આવું સુંદર ઉત્કૃષ્ટ ચારિત્ર અને નિર્મોહિણની શુદ્ધ ભાવના તે જૈન મુનિઓને જ આભારી છે. તેથી જ તેમની દરેક સ્થાનોમાં ઉજજવલતા હેય છે. આ પ્રમાણે સમ્રાટુ ભાવના ભાવો અને આચાર્યના ગુણે સંભારતો નગર તરફ ફર્યો.
આચાર્યશ્રી પણ ત્યાંથી વિહાર કરી ગ્રામાનુગ્રામ વિચરતા ૩કારનગરમાં આવ્યા. ત્યાંના શ્રાવકોએ ધર્મ સાંભળી કહ્યું, કે-પ્રભો ! અહીં શિવમંદિરથી જિનેશ્વરદેવનું મંદિર નીચું છે, તેને અમારે ઊંચું કરાવવાની ભાવના છે, માટે આપ તેને માટે કંઈક કરે છે તે મોટું થાય. શ્રાવકનાં વચન સાંભળી આચાર્યશ્રી બોલ્યા કે-જિનચૈત્ય સમ્રાટની મદદથી કરાવી આપીશ.' ત્યાંથી વિહાર કરી સૂરિજી અવંતી નગરીમાં આવ્યા અને ચાર કે બનાવી રાજમહેલ પાસે જઈ સમ્રાને આ પ્રમાણે કહેવરાવ્યું.
भिक्षुर्दिदक्षुरायातस्तिष्ठति द्वारि वारितः ।
हस्तन्यस्तचतुःश्लोकः किंवाऽऽगच्छतु गच्छतु ॥
“હે રાજન ! આપને જોવાની ઇચ્છાવાળા ભિક્ષુક દ્વારમાં જ રોકાયેલ છે, તેના હાથમાં ચાર શ્લેક છે, તે તે આવે કે જાય ?”
સમ્રાટુ આ શ્લેકની રચના જોઈ ચમત્કાર પામ્યો અને કહેવરાવ્યું કે, “દશ લાખ સેનામહોર અને ચૌદ શાસને આપીએ છીએ પછી આવવું હોય તો આવે અને જવું હેય તે જાય.”
ત્યાદબાદ આચાર્યશ્રી સભામાં પ્રવેશ કરી એકેક શ્લોક બોલતા ગયા તેમ સમ્રા પણ એકેક દિશા છોડતો ગયો. ચાર કલેક બોલાઈ ગયા પછી સમ્રાટે કહ્યું-આપના દિવ્ય ચાર
કેથી આ ચારે દિશાઓનું રાજ્ય આપનું થાય છે. એમ કહી સમ્રાટ સિંહાસન ઉપરથી નીચે ઊતર્યો.
આચાર્ય–અમે તો માતાપિતા, સ્વજન અને સ્થાવર જંગમ તમામ લક્ષ્મી સર્વ
For Private And Personal Use Only