________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સિદ્ધસેનદિવાકર અને વિક્રમાદિત્ય
લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી ચંદ્રપ્રભજિયછે [પૂ. પં. શ્રી ચંદ્રસાગરજી શિષ્યો
વિપિન-વિલાસી વિહગ ચારે દિશાઓમાં શેર કરી રહ્યા છે, કમળો સવિતાનારાયણની રાહ જોઈ રહ્યાં છે, નિશા પોતાના કાળમુખા સ્વરૂપને સંકેલી રહી છે, પિતાના ભવ્ય ભામંડલની સાથે ભાનુ પિતાના સારથિ અરૂણને લઈને નભમંડળમાં આરૂઢ થઈ રહ્યો છે. આ અરસામાં એક વૃક્ષ નીચે સમસ્ત જગતની સૌમ્યતા પિતાના મુખકમળે આવરી લીધી ન હોય તેવા મહાન જ્યોતિર્ધર આચાર્ય આત્મધ્યાનમાં તલ્લીન થઈને બેઠા છે.
તેવા સમયને વિષે ચારે તરફ રજકણોરૂપ ધૂમાડાના ગોટેગોટા ઊડવા લાગ્યા. વનવાસી પશુપક્ષીઓ ભયંકર ચિત્કારી કરી આમતેમ ભમવા લાગ્યા. તે વખતે ધ્યાનમગ્ન આચાર્યે પોતાનું ધ્યાન સંકેલી લક્ષ્મ ખેંચ્યું તે સામેથી બહોળા પરિવારથી પરિવરેલ કેાઈ રાજવીને આવતા જોયા. તેમનું શરીર સુદઢ અને કદાવર હતું, ઢીંચણ સુધી લાંબી ભુજાઓ હતી, અંગ ઉપર અનેક આભૂષણે અને મસ્તક ઉપર રત્નજડિત મુગટ શોભી રહ્યો હતો. તે રાજવી પિતાની નજીક આવ્યા ત્યારે મુનિવરે પિતાની નજર ક્ષણભર તેના ઉપર ઠેરવી. અષ્ટમીને ચંદ્રસમાન વિશાળ ભાલવાળા, મહાન રાજકુમારોના તેજને પણ પિતાના તેજ વડે મહાત કરનાર એવા સમત રસના સાગર સમા આચાર્યને જોઈને એ રાજવીએ મહાઅમાત્ય મહાભટ્ટને પૂછ્યું કે આ મહાન તેજસ્વી વ્યક્તિ કોણ છે? તેમને તમે ઓળખો છે?
મહાઅમાત્ય–જી, હા. મંત્રીશ્વરને જવાબ મળતાં જ રાજવીએ તેમનું ઓળખાણ આપવાનું સૂચન કર્યું.
મહાઅમાત્ય—મહારાજ ! વર્તમાન સમયમાં દરેક વાદીઓને જેણે પરાસ્ત કર્યા છે એવા, વૈજ્ઞાનિકે રૂપ તારાઓમાં નિશાપતિ સમાન આ મહાન તત્ત્વજ્ઞાની વર્તમાન યુગના પ્રધાન જ્યોતિર્ધર આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી છે.
રાજવી અમાત્યનાં વચન પ્રમાણે આચાર્ય શ્રી કેટલી હદે પહોંચેલા છે તેની પરીક્ષા કરવા તેમને હૃદયથી ભાવવંદન કરે છે, એટલે આચાર્યશ્રી જમણે હાથ ઊંચે કરી ધમલાભરૂપ આશીર્વાદ આપે છે. આચાર્યશ્રીના આશીર્વાદના શબ્દો સાંભળી રાજવીને અનહદ આનંદ થયો. તે વિચાર કરવા લાગ્યો કે, “અમાત્યના કહેવા પ્રમાણે સાચે જ આ પૂર્ણ જ્ઞાની તિર્ધર છે.” છતાં આચાર્યશ્રીને પ્રશ્ન કરે છે–આપે કેને ધર્મલાભ આશીર્વાદ આપ્યો.
આચાર્ય-સામ્રાટું આપને જ. સમ્રાટું-મને કયા કારણથી ધર્મલાભ આપ્યો? આચાર્ય–આપે મને વંદન કર્યું તેથી. સમ્રા-મેં આપને બે હાથ જોડી વંદન કે નમસ્કાર કંઈ પણ કર્યું નથી.
આચાર્ય—આપે વચનથી કે કાયાથી વંદન-નમસ્કાર કર્યું નથી, પણ હૃદયથી ભાવવંદન કર્યું છે, તેથી કોઈ પણ રીતે થયેલા વંદનને અમારે ધર્મલાભરૂપ આશીર્વાદ આપવા જોઈએ.
For Private And Personal Use Only