Book Title: Jain_Satyaprakash 1944 01 02 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 237
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ વિક્રમાદિત્યના આ સંઘમાં મુકુટબંધી ચૌદ ભૂપતિઓ, શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજી આદિ પાંચસે આચાર્ય ભગવતે, સિત્તેર લાખ શ્રાવકનાં કુટુંબે, એક ઓગણસિત્તેર સુવર્ણનાં જિનચૈત્યો, ત્રણસો ચાંદીના જિનમન્દિર, પાંચસો હાથીદાંતનાં જિનમન્દિરે અને અઢારસો કાષ્ઠનાં મન્દિરે હતાં. વળી એક કોડી (કેટી) બે લાખ અને નવસો સુંદર રશે, અઢાર લાખ જાતીવંત અશ્વો, છ હજાર હાથીઓ તથા સામાન ઉપાડવા માટે ખચ્ચરો, ઊંટ અને બળદ પુષ્કલ સંખ્યામાં રાખેલા હતા. યાત્રાળુ સ્ત્રી પુરુષો અનેક હતાં કે જેની સંખ્યાનો પાર નહે. ગામોગામ અને દેશદેશ જેનશાસનની પ્રભાવના કરતો આ સંધ અનુક્રમે તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજમાં આવી પહોંચ્યો. અને એક સુવર્ણમય પ્રભાતે મહારાજા વિક્રમાદિત્યે સકલસંધ સહિત ગિરિરાજ ઉપર ચઢી શ્રી યુગાધીશ ઝાષભદેવપ્રભુની પરમ ઉલ્લાસ પૂર્વક પૂજા યાત્રા કરી અને છેવટે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીજી મહારાજના શુભ હસ્તે સંધ-તીર્થમાળ પરિધાન કરી જીવન સફળ કર્યું અને ત્યાંનાં જીણું જિનમંદિરનો જીર્ણોદ્ધારની આજ્ઞા કરી ત્યાંથી નીકળી શ્રી ગિરનાર તીર્થની યાત્રા કરી, સંધ અનુક્રમે પાછો સુખપૂર્વક ઉજજયિની આવી પહોંચ્યા. ઉપસંહાર–મહારાજા વિક્રમાદિત્ય વિદ્યાપ્રેમી અને ગુણવાનમાં શિરોમણિ હતા. તેમણે માનવકલ્યાણનાં અનેક કર્યો કરી જગતમાં કીર્તિ મેળવી હતી અને ઘણું પંડિતને આશ્રય આપી નવ નરરત્નથી રાજસભાને સુશોભિત કરી હતી. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજીના ઓજસપૂર્ણ જીવન અને અપૂર્વ પાંડિત્યના ફલ સ્વરૂપે તેમના રચેલા અનેક ગ્રંથરત્નો મોજુદ છે. અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય અને ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ જેવાએ પણ તે સૂરીશ્વરજીને મહાકવિ તરીકે વર્ણવેલ છે જેમકે કાવ્ય સુધારસ મધુર અર્થ ભય, ધર્મ હેતુ કરે જેહ; સિદ્ધસેન પરે રાજા રીઝવે, અઠ્ઠમ વર કવિ તેહ. એમણે મહારાજા વિક્રમાદિત્યને પ્રતિબધ્ધા અને સર્વજ્ઞપુત્ર બિરુદની સાર્થકતા કરી. એ બને ઉત્તમ પુરુષોના જીવનવૃતાન્ત દષ્ટિ સન્મુખ રાખી શાસનની પ્રભાવના કરવા સાથે સૌ આત્મસાધના કરે, એ જ શુભેચ્છા. - ડાં, રમતા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244