Book Title: Jain_Satyaprakash 1944 01 02 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 236
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક 1 માલવપતિ વિક્રમાદિત્ય [ ૩૨૯ વેશે રહીને અને એક પ્રૌઢ પ્રતાપી રાજાને પ્રતિબોધીને જૈનધમ કરે તે આ ઘોર પાપથી તારો છૂટકારો થાય. પૂ. ગુરુમહારાજની આજ્ઞા સાંભળીને સિદ્ધસેન સાધુવેશ ગેપવો અવધૂતના વેશમાં અનેક સ્થાને ધર્મોપદેશ આપતા પૃથ્વી ઉપર ભમ્રણ કરવા લાગ્યા. જોતજોતામાં બાર વર્ષો વીતાવી, મહારાજા વિક્રમાદિત્યને પ્રતિબોધવા અવંતીમાં આવ્યા, અને મહાકાળ મહાદેવના મંદિરમાં જઈને શંકરના લિંગની સામે પગ કરીને સૂતા. જ્યારે પૂજારીએ આ જોયું ત્યારે એણે અવધૂતને ઉઠાડવા માટે અનેક બૂમ પાડી.પણ જાણે બહેરો હોય તેમ સાંભળે છે જ કોણ? છેવટે પૂજારીએ વિક્રમાદિત્ય પાસે જઈ આ બધા સમાચાર આપ્યા. આ વૃત્તાન્ત સાંભળી મહારાજાએ કહ્યું: જે કોઈપણ પ્રકારે ન ઊઠે તે તેને મારીને પણ ત્યાંથી દૂર કરો ! આથી રાજસેવકએ આવીને તેને ઉઠાડવા પ્રયત્નો કર્યા, પણ જ્યારે અવધૂત ન ઊડ્યો ત્યારે રાજસેવકે ચાબુક લઈ તેને મારવા લાગ્યા. પરંતુ એ અવધૂતને મરાતે માર અન્તઃપુરમાં રાજરાણીઓને પડવા લાગ્યો. અન્તઃપુરમાંથી દાસીઓએ આવી આ સમાચાર મહારાજા વિક્રમાદિત્યને આપ્યા એટલે તે પણ આશ્ચર્યચકિત થયા, અને તરત જ મહાકાળના મન્દિરે આવી અવધૂત કહેવા લાગ્યાઃ હે મહાત્મન, તમે આ કલ્યાણકારક મહાદેવની સ્તુતિ કરો; દેવતાઓની સ્તુતિ કરવી જોઈએ; તેમની અવજ્ઞા-આશાતના કરવી તે યોગ્ય નથી. અવધૂતે કહ્યું: “હે માલવાધીશ ! મારી કરેલી સ્તુતિ આ દેવ સહન નહીં કરી શકે ! ભૂપતિએ કહ્યું, ભલે ગમે તે થાય, તમે સ્તુતિ કરો. આથી અવધૂત તરત જ ઊભા થઈ સ્તુતિ કરવા લાગ્યા.. પહેલાં જ્ઞાત્રિાતાં ટ્રાફિશરિમિઃ બત્રીશ શ્લેક વાળાં બત્રીશ સ્તોત્રોથી મહાવીર ભગવતની સ્તુતિ કરી. પણ મહાવીર ભગવંત પ્રગટ ન થયા, ત્યારે શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા, અને જ્યારે કલ્યાણમન્દિર સ્તોત્રનો ૧૩ મ ક “ઘરથા ચરિ વિમો પ્રથમ નિસ્ત” આદિ બોલ્યા ત્યારે શિવલિંગ ફાટયું અને તેમાંથી શ્રી પાર્શ્વનાથ ભગવંતનાં મનહર પ્રતિમાજી પ્રગટ થયાં. પછી અવધૂતે કહ્યુંઃ આ વીતરાગ દેવ જ મારી અદ્દભુત સ્તુતિ સહન કરી શકે ! આ પછી રાજા વિક્રમાદિત્યને સિદ્ધસેન દિવાકરની ઓળખાણ થઈ અને તેને જેનધર્મ પ્રતિ વિશેષ શ્રદ્ધા પ્રગટ થઈ. પછી રાજાની વિનંતીથી સૂરિજીએ અવંતી પાર્શ્વનાથનો ઈતિહાસ સવિસ્તર કહી સંભળાવ્યો અને દેવ ગુરુ ધર્મરૂપ તત્ત્વત્રયનું સ્વરૂપ સમજાવી બાર વ્રતો ઉચ્ચરાવી શ્રાવક બનાવ્યો, અને મહાકાલ મન્દિરને જીર્ણોદ્ધાર કરાવી પુનઃ શ્રી અવંતી પાર્શ્વનાથ ભગવન્તના બિમ્બને મન્દિરમાં સ્થાપન કરાવ્યું. આ મન્દિરના નિભાવ માટે મહારાજા વિક્રમાદિત્યે એક હજાર ગામ સંધને સોપ્યાં. એક સમયે રાજા વિક્રમાદિત્યે સૂરિજીના મુખથી પરમ પાવન તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજીનું વર્ણન સાંભળી એ તીર્થાધિરાજને ભેટવાની ઉત્કંઠા જાગૃત થઈ. તેથી પિતાની આ ભાવના રાજાજીએ સિદ્ધસેન દિવાકરજીને જણાવી. એટલે ગુરુજીએ તેની ખૂબ અનુમોદના કરીને સંધ સહિત યાત્રા કરવાનું કહ્યું. એટલે મહારાજા વિક્રમાદિત્યે શુભ દિવસે અને શુભ મુહૂર્ત ચતુર્વિધ સંઘસહિત તીર્થાધિરાજને ભેટવા માટે પ્રયાણ કર્યું. સંધપતિ મહારાજા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244