________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રંટ૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ [ કમાંક ૧૦૦-૧-ર જયસિંહની રાજસભામાં કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્યજીનું ગણાયું છે. વિક્રમ અને ભેજની સભામાં કવિ મંડળે મળતાં હતાં, તેનું અનુકરણ પાટણની રાજસભામાં પણ થયું હતું.
સમર્થ જેન પંડિત મેરૂતુંગાચાર્યે સૌરાષ્ટ્રના વઢવાણ શહેરમાં રચેલ “પ્રબંધચિંતામણ નામક મહાન ઐતિહાસિક ગ્રંથમાં પહેલા સર્ગ માં જ “વિક્રમા પ્રબંધ આપે છે. એમાં અગ્નિવેતાલ, કવિ કાલિદાસ, સિદ્ધસેન દિવાકર વગેરેની હકીકત વાંચવામાં આવે છે. આ પ્રબંધમાંથી સ્પષ્ટ થાય છે કે સિદ્ધસેન દિવાકરે વિક્રમાદિત્યને જેન બનાવ્યો હતો.
કાસંદ્રતગચ્છના દેવચંદ્રસૂરિના શિષ્ય દેવમૂર્તિ ઉપાધ્યાયે પંદરમા સૈકામાં ‘વિક્રમચરિત્ર નામે ગ્રંથ ચૌદ સર્ગોમાં રચ્યો છે. આમાં વિક્રમને જન્મ, રાજ્યગાદીએ બેસવું, સુવર્ણ પુરુષને લાભ, પંચદંડ છત્રપ્રાપ્તિ, વિક્રમપ્રતિબંધ, જિનધર્મ પ્રભાવ, નમસ્કાર પ્રભાવ, દાનધર્મપ્રભાવ, બત્રીસ પુતલીઓની કથા વગેરે છે. આ ગ્રંથમાંથી એ જ ધ્વનિ નીકળે છે કે વિક્રમે જૈનધર્મનો સ્વીકાર કર્યો હતો અને તેથી જ પાછળના જૈન મુનિઓના મનમાં વિક્રમરાજા વિષે બહુમાન હતું. એથી જ એમણે લેકકથાસાહિત્યમાં બહુમાન પામેલી આખ્યાયિકાઓ રચી છે. જેના કવિ શ્રી માનવિયે સં. ૧૭૨૨-૨૩ માં વિક્રમાદિત્યચરિત્ર' રચ્યું છે. એ જ અરસામાં શ્રી અભયસામે ‘વિક્રમચરિત્ર', લાભવર્ધને પંચદંડ સહિત વિક્રમ ચોપાઈ, શ્રી અભયસામે વિક્રમચરિત્ર-લીલાવંતી ચોપાઈ, શ્રી પરમસાગરે વિક્રમાદિત્ય રાસ, શ્રી લક્ષ્મીવલ્લભે વિક્રમાદિત્ય પંચદંડ રાસ, ધર્મવર્ધને શનિશ્ચર અને વિક્રમ ચોપાઈ, કાંતિવિમલે વિક્રમકનકાવતી રાસ, ભાણવિજયે સં. ૧૮૩૦ માં વિક્રમપંચદંડ રાસ, રૂપમુનિએ વિક્રમની અદ્દભુત વાતો વગેરે રચેલ છે. આ કથાઓ વિક્રમને જૈન સમજીને જ તેને તરફ ભાવ બતાવવા માટે રચાયેલી છે. શત્રુંજય મહાતીર્થકલ્પમાં સંપૂર્ણ વિ –સંપ્રતિ અને વિક્રમનું નામ છે.
સિદ્ધસેન દિવાકર અને વૃદ્ધવાદીની મુલાકાત થયા પછી ભગવાન સિદ્ધસેન દિવાકર અવંતી–ઉજજૈની નગરીમાં પધાર્યા. તે સમયે વિક્રમરાજા હાથી ઉપર બેઠા હતા. તે હાથી બજારમાં આવ્યો ત્યાં તે સમયે શ્રી સિદ્ધસેન દિવાકર પણ શ્રાવક–શ્રાવિકાનાં મંડલ સાથે અને “શ્રી સર્વજ્ઞપુત્રની જય” એવા ઘોષ સાથે શહેરમાં પ્રવેશ કરીને આગળ વધી રહ્યા હતા. તે અવસરે વિક્રમરાજાએ તેમને મનમાં નમસ્કાર કર્યો. તે વાત શ્રી સિદ્ધસેન દિવાકર દિવ્ય દૃષ્ટિથી જાણી ગયા અને રાજાને સર્વ જાણે તેમ ધર્મલાભ આપો. વિક્રમરાજાએ પૂછ્યું કે હે મહામતિ! આપે મને ધર્મલાભ શા માટે આપો? ત્યારે સિદ્ધસેન દિવાકર ઉત્તર આ કે-હે રાજા ! તે મારી પરીક્ષા કરવા માટે મનમાં નમસ્કાર કર્યો, તેના જવાબમાં મેં ધર્મલાભ આપે. આથી રાજા બહુ જ ખુશ થયો, હાથી ઉપરથી હેઠે ઉતર્યો અને સર્વ સંધ સમક્ષ મહારાજશ્રીની વંદના કરી અને એક કરોડનું સોનાનાણું તેમના ચરણે ધર્યું. મહારાજ તે ત્યાગી હતા તેથી તેમણે તો તે તરફ દૃષ્ટિ પણ કરી નહિ. છેવટે સંઘની સલાહથી તે નાણું જીર્ણોદ્ધારમાં વપરાયું.
શ્રી સિદ્ધસેન દિવાકર સંઘના ફરમાનને માન આપીને પ્રાયશ્ચિત્ત લેવા બાર વરસમા સુધી મહાકાલ મહાદેવના મંદિરમાં અવધૂતવેષ ધારણ કરીને રહ્યા હતા. ત્યાં મંદિરના પૂજારી પૂછતા હતા કે તમે મહાદેવને નમસ્કાર શા માટે કરતા નથી? ઉત્તરમાં સિદ્ધસેન દિવાકર મૌન ધારણ કરતા હતા. આ વાતની મહારાજા વિક્રમાદિત્યને જાણ થઈ. વિક્રમ પણ
For Private And Personal Use Only