Book Title: Jain_Satyaprakash 1944 01 02 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 228
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ–વિશેષાંક ] વ્યવહાર સંવનો પ્રવર્તક રાજા વિક્રમ [ ૩૨૧ ઉપરોક્ત શક જાતિના સરદારોએ ફક્ત ૪ વર્ષ એટલે વી. નિ. સં. ૪૫૭ સુધી અવંતીના ભિન્ન ભિન્ન વિભાગો પર અસંકલિત, અવ્યવસ્થિત અને અમુક અંશે જુલમી અધિકાર ચલાવ્યું. તેઓએ જેનધર્મ અપનાવ્યો હતો પણ તેમની સંસ્કૃતિમાં વિદેશીયતાના અંશો વિદ્યમાન હતા તથા તેમનું રાજતંત્ર એકસત્તાક જેવું ન બન્યાથી અસમાન રાજનીતિના કારણે અવંતી પ્રદેશની કેટલીક પ્રજા તેમનાથી ત્રાસી ઊઠી હતી. તેને જેવાં ન્યાય અને શાસન જોઈતાં હતાં તેવાં ન મળવાથી તે અસંતોષી બની હતી. બીજી તરફ આવતીથી ગર્દભીલના નિર્વાસન થયા બાદ તેને પુત્ર વિક્રમ, કે જેના નામથી આજે ૨૦૦૦ ને સંવત પ્રવતી રહેલો છે અને જેના વિષે આ આલેખન થઈ રહ્યું છે, તે બળ, સાધન અને સમયની અનુકૂલતા મેળવી રહ્યો હતો. આંધનૃપતિની મદદથી તથા માલવગણના સંગઠનબળથી તેણે પિતાના અતુલ બલ બુદ્ધિને પરચો બતાવી શક જાતિને જીતી લીધી અને અવંતીને કબજો મેળવ્યો. અવંતી, વિશાલા, વિદિશા વગેરે નામોથી ઓળખાતી અવંતીને “ઉજયિની” એવું એક વધુ નામ સમપ માલવ પ્રજાએ ત્યાં આ જ સાલમાં એટલે વી. નિ. સં. ૪૫૭ માં પ્રતાપી વિજેતા શ્રીવિક્રમને રાજ્યાભિષેક ઉજવ્યો. રાજ્યાભિષેક સમયે વિક્રમનું વય ૪૦ ની લગભગ હતું. તે એક મહાભાગ્યશાળી બત્રીસ લક્ષણો પુરુષ હતો. કોની સાથેના યુદ્ધથી વર્ષો પહેલાં ઔદાર્યના મહાન ગુણના કારણે તેણે સ્વૈચ્છિક દેશવટ વહેરી લીધે હતો. એ દેશવટામાં છુપું કારણ તેના પિતા દર્પણ, કે જેને પાછળથી લોકોએ ગંધર્વસેન તરીકે ઓળખાવ્યા હતા, તેનું અનૈતિક આચરણ પણ ખાસ હોવા સંભવ છે. ગમે તેમ પણ એ પર્યટન તેને આશિર્વાદ રૂપે નિવડયું હતું. આ દેશાટન દરમિયાન તેણે વિવિધ અનુકૂલતાઓ અને પ્રતિકૂળતાઓ ભોગવતાં બહુ બહુ અનુભવ લીધા હતા. આથી તેનામાં રહેલી સ્વભાવસિદ્ધ શ્રેષ્ઠતા સંપૂર્ણતયા ખીલી ઊઠી હતી. તેનામાં નતી રહી ધનલેલુપતા કે રાજસત્તાની લાલસા. વાસ્તવિક રીતે રાજ્યાને હક ન પહોંચી શકે એવા ભર્તુહરિ પર રાજ્યને ભાર ધકેલવા તેણે શુભેચ્છા સેવી હતી. તેને તેણે અમલ પણ કર્યો, પણ સંસારની વિષમતા અને નારી જીવનની વિચિત્ર અસ્થિરતાનું સ્પષ્ટ દર્શન થતાં ભતૃહરિ એ ભારને ફગાવી દઈ વનવાસ સેવવા નાશી છૂટે ત્યારે ન છૂટકે જ તે રાજ્યને ધુરંધર બન્યા. રાજા વિક્રમ “ શકારિ ” કહેવાય છે પણ એ અરિતા-શત્રુતા શકના અન્યાયને દૂર કરવા પુરતી જ હતી, નહિ કે જુલ્મ ચલાવી તેઓનું સમૂળ નિકંદન કાઢવા. મનુષ્યત્વની ઉચ્ચ કક્ષામાં રહેલા એવા તે રાજવીની અંદર કેઈનું સર્વસ્વ નાશ કરવા જેટલી પાશવવૃત્તિને લેશ પણ ન હતા. આ રાજા ગમે તેના આર્ત સ્વરને સાંભળી તેના દુઃખને દૂર કરવા સદાય દો જતો હતો. ત્યારે તે નતો ગણુતો રાત્રિ, જંગલ, સ્મશાન કે એકાકિતા અને એવા દયા અંતઃકરણને પુણ્યબળે જ તેની તરફ “સિદ્ધ પુરુષ’-સેનાને અખૂટ પુરુષખજાનો ઘસડાઈ આવ્યો હતો. તેને તેની જરૂરિયાત ન હતી. પ્રજાનાં દુઃખ કાપવામાં જ તે તેનો ઉપયોગ કરતો. આ અખૂટ સેનાથી તથા પુણ્યબળે પ્રાપ્ત નિધાનેથી તેણે પ્રજાહિતનાં કાર્યો કરવામાં નિરવધિ કરી, પૃથ્વીને અનુણ-કરજ વગરની કરી, દીન અનાથ વગેરેનો ઉદ્ધાર કર્યો. રાજ્યની સુવ્યવસ્થા સાથે વિદ્યા તથા સૌંદર્ય વિકસાવવા બહુ બહુ પ્રયત્નો કર્યા. ધનપ્રાપ્તિનું ધ્યેય તેણે પરમાર્થ જ બનાવ્યું. ' For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244