Book Title: Jain_Satyaprakash 1944 01 02 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 232
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ—વિશેષાંક ] માલવપતિ વિક્રમાદિત્ય [ ૩૨૫ જણા શહાચલ પર્વત પાસે પહોંચ્યા. ત્યાં ભટ્ટમાત્રે કાઇને પૂછ્યું કે ભાઈ, આ રાહણુગિરિ રત્ન આપે છે તે વાત સાચી છે? તે મનુષ્ય ખેલ્યા; જે મનુષ્ય લમણે હાથ દઇને હા દૈવ ! હા દૈવ ! એમ ખેલે તેને જ તે રત્ન આપે છે. પછી બન્ને જણુ રાણાચલ તરફ ગયા અને ભટ્ઠમાત્રની પ્રેરણાથી અવધૂતે ખાણમાં ઊતરી કુહાડાવેા ધા કર્યાં પણ રત્ન પ્રાપ્ત થયું નહીં. ભટ્ટમાત્રે વિક્રમ પાસે હા દૈવ ! એ શબ્દો ખેલાવવા એક યુક્તિ શોધી કાઢીને કહ્યું “ હે વિક્રમ ! અવંતીથી એક મનુષ્ય આવ્યા છે તે કહે છે કે તારી માતા એકાએક મરણુ પામી છે. આ સાંભળી વિક્રમના મુખમાંથી હા દૈવ ! હા દૈવ ! આ તેં શું કર્યું? એવા શબ્દો નીકળી પડયા. પછી જ્યાં કુહાડાને બ્રા કર્યા કે સવાલાખની કિંમતનું એક રત્ન તેની પાસે આવી પડયું. પછી ભટ્ટમાત્ર ખેલ્યા હું મિત્ર! શેશક શા માટે કરે છે? તારી માતા સર્વ પ્રકારે કુશળ છે. ફક્ત તારી પાસેથી હા દૈવ ! હા દૈવ શબ્દો મેલાવવા માટે જ મેં આ યુક્તિ રચી હતી. આ સાંભળી અવધૂત ખુશ થયા, અને પેાતાની પાસે દીન વચન ખાલાવનાર રત્ન તેણે પાયું પાણીમાં ફેંકી દીધું. " પછી બન્ને જણ ભ્રમણુ કરતા એકદા ગુજરાતમાં તાપી નદોના કિનારે આવ્યા. ત્યાં રાત્રિના સમયે એક શિયાળને શબ્દ સાંભળી ભટ્ટમાત્રે કહ્યું: આ શિયાળ કહે છે કે નદી તીરે અલંકારાયુક્ત એક સ્ત્રીનું શબ પડયું છે. આ શબ્દોની પ્રામાણિકતા જોવા શિયાળના શબ્દ અનુસાર ત્યાં જઈ અવધૂતે તપાસ કરી તે તે વાત સાચો લાગી. આથી અવધૂતે આશ્ચર્ય ચક્તિ થઈ કહ્યું: હું મિત્ર! તારું વચન સત્ય છે. પણ આ આભૂષામાંથી એક પણ હું લેવા ઈચ્છતા નથી. મારી ઇચ્છા તે નથી. તારી ઇચ્છા હોય તે તું સુખેથી લે. ત્યારે ભમાત્રે કહ્યું ‘હું મિત્ર ! ચાંડાલને યોગ્ય કાર્ય કરીને હું પણ આ અલ કાર લેવા ઇચ્છતા નથી.’ કેટલાક સમય ગયા પછી ફરીવાર શિયાળના શબ્દો સાંભળી ભટ્ટમાત્રે કહ્યું: હું મિત્ર ! અવંતીનું રાજ્ય તને એક મહિનામાં મલશે, એમ આ શિયાળ કહે છે. ત્યારે અવધૂત ખોલ્યાઃ એ કેમ થઇ શકે? કારણ વડીલ ભ્રાતા ભર્તૃહરિ ન્યાયપૂર્વક રાજ્ય કરે છે. ત્યારે ભટ્ટમાત્રે કહ્યું; સમય આવ્યે સત્ય વાત તરી આવશે. આ સાંભળી વિક્રમે કહ્યું: જો તારું કથન સાચું થશે તે હું તને મારા મત્રી બનાવી જરૂર તેનેા બદલા વાલી આપીશ.પછી બન્ને જણાએ અવંતી પાસેના એક ગામમાં જઇ ધર્મશાળામાં મુકામ કર્યાં. ત્યાં તેમણે ભર્તુહરિ રાજ્ય છોડીને અરણ્યમાં ચાલ્યા ગયાની, રાજ્યગાદી ખાલી પડયાની તથા અધમ અસુરના ઉપદ્રવે સબધી અનેક વાતા લેાકેાના મુખે સાંભળી. આ પછો બન્ને મિત્રોએ ફરિવાર મલવાને સંકેત કરી ભટ્ટમાત્રે પેાતાના વતન ભણી અને અવધૂત વિક્રમે આવતી ભણી પ્રયાણ કર્યું. અવતીમાં આવી અવધૂતે ધીમે ધીમે લેાકા ઉપર એવેના પ્રભાવ જમાવવા માંડયા અને રાજ સેકડા માણુસે તેનાં દર્શને આવવા લાગ્યા. એક વખત રાજમંત્રી પણ તેમની પાસે આવ્યા અને અવંતીની રાજગાદીની અગ્નિવેતાલ અસુરે કરેલી દુદ શા વવી ખેાલ્યે આપ કાઇ ઉપાય કરી આ અગ્નિવેતાળના ઉપદ્રવથી અવંતીનું રક્ષણ કરે એવી અમારી પ્રાર્થના છે. આ સાંભળી અવધૂતને ભટ્ટમાત્રે કહેલ શબ્દો યાદ આવ્યા એટલે તેણે જવાબ આપ્યા કે “તે આ રાજ્ય મને આપે તે હું દુષ્ટ અગ્નિવૈતાળને ગમે તે રીતે નાશ કરી ન્યાય નીતિપૂર્વક પ્રજાનું રક્ષણ કરીશ. મત્રીએ આ વાતને સ્વીકાર કર્યાં અને તે પેાતાના સ્થાને ગયા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244