Book Title: Jain_Satyaprakash 1944 01 02 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 225
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ पुण्णे वाससहस्से सयम्मि वरिसाण नवनवइ अहिए । होही कुमरनरिन्दो तुह विकमराय सारिच्छो ॥ છે વિક્રમાદિત્ય ! ૧૧૯૯ વર્ષ બાદ કુમારપાલ નામે રાજા તારા જેવો થશે. વિક્રમરાજાએ વાયડમાં પ્રભુશ્રી મહાવીરસ્વામીનું મન્દિર બન્યાવ્યું હતું ને વિક્રમસંવત્ સાતમાં તેની પ્રતિષ્ઠા કરી હતી. શ્રી સિદ્ધસેનસૂરિજીના ઉપદેશથી ભરૂચમાં શકુનિકા તીર્થને ઉદ્ધાર કરાવ્યો હતો. श्रीसिद्धसेनसूरेर्दिवाकराद् बोधमाप्य तीर्थेऽस्मिन् । उद्धारं ननु विदधे, राजा श्री विक्रमादित्यः ॥ તેમના જ ઉપદેશથી કારપુરમાં મહાન જૈન પ્રાસાદ કરાવ્યો હતો, શ્રી શત્રુંજયનો સંધ કાઢયે હતા ને તે મહાન તીર્થને ઉદ્ધાર પણ કરાવ્યો હતો, જે માટે શ્રી ધનેશ્વરસૂરિ મહારાજ શ્રી શત્રુંજય માહામ્યમાં જણાવે છે संपइ-विक्कम-बाहङ-शालपल्लितामदत्तरायाइ । उहरिहंति तपं सिरि सत्तुंजय महातिथ्थं ॥ આ સિવાય અન્ય ધર્મ પ્રત્યે પણ તેની અરુચિ કે વિરોધ ન હતો. સારા રાજાની પરિસ્થિતિ જ એવી હોય છે. આ સિવાયના વિક્રમને પિતા કેણ, તેની ઉત્પત્તિ કેવી સ્થિતિમાં થઈ, તેને રાજ્યવિસ્તાર કેટલે, કેવી પરિસ્થિતિમાં તેને રાજ્ય મળ્યું વગેરે ઐતિહાસિક વિવાદાસ્પદ પ્રશ્નોની ચર્ચા અહીં નહિ ઉલ્લેખતાં અન્ય સ્થળે જોઈ લેવા ભલામણ કરવામાં આવે છે. આ લેખમાં આલેખવામાં આવેલ હકીકત–૧૩૬૧ માં વૈ. શુ. ૧૫ ને રવિવારે પૂર્ણ થયેલ શ્રી મેરૂતુંગાચાર્યવિરચિત પ્રબન્ધચિન્તામણિ અને શ્રી રાજશેખરસૂરિ રચિત ૧૪૦૫ જેઠ સુદિ ૭ને દિવસે સમાપ્ત થયેલ પ્રબન્ધોષ વગેરે ગ્રન્થમાંથી મોટે ભાગે લીધેલ છે. છેવટે-કઈ પણ ઐતિહાસિક વાત જાણવાનું મુખ્ય પ્રયોજન એ જ હોઈ શકે કે ભૂતકાળમાં બનેલ સારા પ્રસંગે વર્તમાનમાં ઉતારવામાં આવે અને ભૂતકાળ જ્યાં જ્યાં ભૂલ્યો હોય ત્યાં વર્તમાન કાળ ન ભૂલે. આપણે પણ વિક્રમાદિત્યના સદ્દગુણો સમજી વર્તમાનમાં તેવા ગુણે કેળવવા પ્રયત્નશીલ થઈએ. વિક્રમાદિત્યના ચરિત્રમાંથી ખાસ સમજવા જેવું તે વર્તમાન કાળના ભૂપતિઓને છે. કયાં આર્યાવર્તન તે રાજાઓ ને કયાં આ રાજાઓ છે? વીર વિક્રમાદિત્યના જેવા સદ્દગુણના સર્વ ઉપાસક બને એ જ ભાવના. વઢવાણ કેમ્પ, મહા શુદિ ૧: વિ. સ. ૨૦૦૦ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244