Book Title: Jain_Satyaprakash 1944 01 02 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 212
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક 1 મહાન તિર્ધર સિદ્ધસેન દિવાકર [ ૩૦૫ - વિક્રમાદિત્ય જેમ જેમ દિવાકરના મુખમાંથી નીકળતા આ કામૃતનું પાન કરતે ગયો તેમ તેમ એકેક દિશામાંથી પિતાનું મુખ ફેરવતો ગયે, અર્થાત લેકના ગંભીર ભાવથી પ્રસન્ન થઈ વિક્રમ એકેક દિશાનું રાજ્ય સૂરિજીને સમર્પિત કરતે ગયો. આ રીતે ચારે દિશાનું રાજ્ય સૂરિજીને બક્ષિસ કરી દીધું.બાદ દિવાકરજી પાંચમે બ્લેક બોલતાં રાજા પાસે આપવાનું કંઈ પણ રહ્યું નહીં એટલે હાથ જોડી લાંબો થઈ ગુરુના ચરણકમળમાં ઢળી પડે. અર્થાત પિતાને દેહ પણ ગુરુને સમર્પણ કરી દીધું. આથી દિવાકરજીએ તુષ્ટમાન થઈ વિક્રમાદિત્યને ધર્મોપદેશ આપી સપરિવાર જેનધમાં બનાવ્યું અને તેનું તમામ રાજ્ય પાછું આપ્યું. આ રીતે સિદ્ધસેન અને વિક્રમાદિત્યને પ્રેમ ગુરુ-શિષ્ય જેવો બની ગયો. તીર્થાધિરાજ શત્રુંજયને સંઘ–એક સમયે વિક્રમાદિત્ય સિદ્ધસેનજીને પૂછ્યું ગુરુવર્ય! મારા જેવો ભવિષ્યમાં કાઈ ન રાજા થશે કે કેમ? ગુરુમહારાજે પ્રત્યુત્તરમાં જણાવ્યું હે રાજન ! તારા સંવત્સરથી ૧૧૯૯ વર્ષે કુમારપાલ નામે રાજા તારા જેવો થશે. આ રીતે ગુરુજીના મુખથી ભવિષ્યકથન સાંભળી વિક્રમાદિત્યને ખૂબ આનંદ થયો, એટલું જ નહીં પણ મહાકાલના પ્રાસાદમાં ગુરુમહારાજે કહેલા શબ્દો કોતરાવી કુમારપાલનું નામ અમર કર્યું. એકદા દિવાકરજીએ વિક્રમાદિત્ય આગળ શત્રુંજય મહાતીર્થનું માહાત્મ વર્ણવ્યું. આ સાંભળી મહારાજાને તીર્થાધિરાજ શત્રુંજયને સંઘ કાઢવાના કેડ જાગ્યા. ગુરુભગવંતને પોતાની ભાવને જણાવી શુભ મુહૂને સંધ સાથે વિક્રમાદિત્ય યાત્રાર્થે પ્રયાણ કર્યું. સંધમાં ચૌદ મુકુટબંધી રાજાઓ, સીતેર લાખ શ્રાવકનાં કુટુંબ, સિદ્ધસેનદિવાકર આદિ પાંચસે આચાર્ય ભગવંતે, ૧૬૯ સુવર્ણનાં જિનમંદિરો, ૩૦૦ ચાંદોનાં જિનમંદિરે, ૫૦૦ હાથિદાંતનાં દેવાલયો, અઢારસ સુગંધમય કાષ્ઠનાં પ્રભુમંદિરે, એક કેડ રથે, છ હજાર હાથીઓ અને અઢાર લાખથી વધારે અશ્વો હતા. આ સિવાય બીજાં અનેક પુરો અને સ્ત્રીઓની સંખ્યાને તેમજ ગાડાંઓનો પાર જ નહતો. આવી વિશાળ સંપત્તિથી શેલતો વિક્રમાદિત્યને સંધ શત્રુંજય આવી પહોંચ્યો અને યુગાદિદેવનાં દર્શન કર્યા. પરમ ભકિતભાવથી યાત્રા કરી, અને સૂરીશ્વરજીના સદુપદેશથી ત્યાં જીર્ણોદ્ધાર કર્યો. બાદ સંધે ગિરનાર જઈ નેમિનાથ પ્રભુનાં દર્શનાદિ કર્યા, અને છેવટે સંઘપતિ વિક્રમાદિત્યને આ સંધ જૈન ધર્મની પ્રભાવને કરો ઉજજયિની પાછે આવી પહોંચ્યો. સિદ્ધસેન દિવાકરે રચેલા નૂતન થે (૧) ચાવાવતાર––શ્રી સિદ્ધસેન દિવાકરે સૌથી પ્રથમ આ “ન્યાયાવતાર' નામના સંસ્કૃત ગ્રન્થની રચના કરી, જેના પ્રમાણનો પાયે સ્થિર કર્યો, અર્થાત્ ન્યાયાવતાર એ સંરકૃત સાહિત્યમાં પદ્યબદ્ધ આદિ તર્કગ્રન્થ હોઈ સમસ્ત જૈન તર્કસાહિત્યને પ્રથમ પાયો છે. તેમણે જેન તર્કપરિભાષાનું જે પ્રસ્થાન શરૂ કર્યું તે અદ્યાવધિ અખંડિત અને સુરક્ષિત છે. તેથી જ એ ગ્રન્થના પ્રણેતા સિદ્ધસેન જેનતકશાસ્ત્રતા પ્રસ્થાપક ગણાય છે. સિદ્ધસેન દિવાકરસૂરિના પહેલા જમાન ૧ તકપ્રધાન ન હતો, કિન્તુ આગમ પ્રધાન હતો. મહર્ષિ ગામના “ન્યાયસૂત્ર'ની સંકલના બાદ ધીમે ધીમે જગતમાં તર્કવાદનું જોર વધવા લાગ્યું. જૈન સાહિત્યમાં સૌથી પ્રથમ ઉમાસ્વાતિવાચકે તત્ત્વાર્થાધિગમસૂત્રની રચના કરી, સમગ્ર જૈન તને ૧ વધુ વિગત માટે જુઓ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ પૃ. ૧૧૦ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244