Book Title: Jain_Satyaprakash 1944 01 02 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 211
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ બાવાને બાળીને ભસ્મીભૂત કરી નાખશે. સિદ્ધસેન વસંતતિલકા છંદમાં કલ્યાણુમંદિરસ્તોત્ર રચતા ગયા અને બોલતા ગયા. અને જ્યાં અગિયારમા લેક'यस्मिन् हरप्रभृतयोऽपि हतप्रभावाः सोऽपि त्वया रतिपतिः क्षपितः क्षणेन ॥ विध्यापिता हुतभुजः पयसाथ येन पीतं न किं तदपि दुर्धरवाडवेन ?॥११॥ નું ઉચ્ચારણ કરવા લાગ્યા કે એકદમ મહાદેવનું લિંગ ફાટયું, મોટો ગગનભેદી અવાજ થશે અને ઝગઝગાયમાન કરતી અવંતી પાર્શ્વનાથ પ્રભુની અદ્દભુત મૂર્તિ પ્રગટ થઈ. પછી કલ્યાણમંદિર સ્તોત્રની પૂર્ણાહુતિ કરી અને અવંતીપાર્શ્વનાથની મૂર્તિને ટૂંક હેવાલ સર્વ સમક્ષ કહી સંભળાવ્યું, જે સાંભળી સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. વિક્રમાદિત્ય રાજા પણ પ્રતિબંધ પામ્યો. આ રીતે જેનશાસનની મહાન પ્રભાવના સિદ્ધસેન દિવાકરે કરી. બાદ સંઘને ખબર પડતાં, તેમને સંધમાં લઈ લીધા. અને સ્વસ્થાને સ્થાપન કર્યા. સિદ્ધસેને આ રીતે પારસંચિક પ્રાયશ્ચિત્તની પૂર્ણાહુતિ કરી. વિક્રમાદિત્ય સાથે પુનઃ સમાગમ–એક દિવસ દિવાકરછ વિક્રમાદિત્ય રાજાના દરબારે પધાર્યા અને દ્વાર પાસે ઊભા રહી દ્વારપાળને કહ્યું: હે ભદ્ર! તું અંદર જઈ વિક્રમાદિત્ય રાજાને નિવેદન કર કે-હાથમાં ચાર શ્લોક લઈને આવેલ એક ભિક્ષુક આપને મળવા ચાહે છે. તે દ્વાર પાસે આવીને ઊભા છે. તે અંદર આવે કે પાછો ચાલ્યા જાય ? જવાબમાં ભૂપતિએ અંદર આવવાનું કહેવરાવ્યું એટલે સિદ્ધસેન દિવાકરે રાજસભામાં પ્રવેશ કર્યો, અને રાજાએ દર્શાવેલ આસને બેસી વિક્રમાદિત્યની સ્તુતિ કરતાં બેલ્યા કે "अपूर्वेयं धनुर्विद्या भवता शिक्षिता कुतः ॥ मार्गणौधः समभ्येति गुणो याति दिगन्तरम् ॥ १॥" " अमि पानकुरंकामाः सप्तापि जलराशयः ॥ यद्यशोराजहंसस्य पंजरं भुवनत्रयम् ॥ २॥" "सर्वदा सर्वदोऽसीति मिथ्या संस्तूयसे बुधैः ॥ નાથ મિરે પુષ્ય ન વક્ષ: gયોજિતઃ | ૩ || ” “મમેચઃ રાત્રુભ્યો વિધિવત્સરા || ददासि तच्च ते नास्ति राजंश्चित्रमिदं महत् ॥ ४ ॥". “હે રાજન! આ અપૂર્વ ધનુર્વિદ્યા તું ક્યાંથી શીખ્યો? જે ધનુર્વિદ્યાના બળથી માર્ગધ એટલે બાણને સમૂહ સામે ન જતાં તારી તરફ આવે છે અને ખેંચવાની ગુણ (પણુછ-ધનુષ્યની દેરી) દૂર દિગંતસુધી જાય છે. અથવા માર્ગણી એટલે યાચક દાનની આશાએ તારી પાસે આવે છે. અને તારે યશ દૂર દિગન્ત સુધી પહોંચી જાય છે.” (૧) આ સાતે સમુદ્ર જળપાન કરવામાં કરંક જેવા છે, તેથી જેના યશરૂ૫ રાજહંસને ત્રણે ભુવન પાંજરા તુલ્ય છે, અર્થાત ત્રણે ભુવનમાં જેને યશ ગાવાઈ રહ્યો છે.” (૨) હે રાજન ! તું સર્વદા સર્વ ઈચ્છિતને આપનાર છે, એમ સાસરજને જે તારી સ્તુતિ કરે છે તે મિથ્યા છે, કારણ કે તે કોઈ પણ દિવસ શત્રુઓને પીઠ નથી આપી (પૂંઠ નથી બતાવી) અને પરરમણુઓને (સ્ત્રીઓને) વક્ષસ્થળ (હૃદય) સોંપ્યું નથી.” (૩) - “હે રાજન! અનેક શત્રુઓને સદા કાયદા પ્રમાણે તું એક ભય જ આપે છે, છતાં તે તારી પાસે ઉપસ્થિત નથી આ મેટા આશ્ચર્યની વાત છે. અર્થાત સર્વદા નિર્ભય છે. (૪) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244