Book Title: Jain_Satyaprakash 1944 01 02 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 202
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંક] મહાન જ્યોતિર્ધર સિદ્ધસેન દિવાકર [ ૨૫ વૃદ્ધવાદીને સમાગમ, વાદમાં પરાજ્ય, અને પ્રતિજ્ઞાનું પાલન–એક સમયે સિદ્ધસેન કૌશામ્બી નગરીમાં ગયા, અને ત્યાં રાજસભામાં જઈ પંડિતને પડકાર કર્યો. પણ કઈ શાસ્ત્રાર્થ કરવા તૈયાર થયું નહિ, ત્યારે અભિમાનના શિખરે પહોંચેલ સિદ્ધસેન બેલ્યા કે-અત્યારે આ સિદ્ધસેનને હરાવે એવો કોઈ જ જ નથી લાગતો કે જેની સાથે વાદ કરીને હું મારી જીભની ચળ મટાડું. સિદ્ધસેનનું આવું અભિમાની વક્તવ્ય એક પંડિતવર્યથી સહન ન થયું. એટલે તેણે સિદ્ધસેનને પગના નખથી તે માથાની ચટલી સુધી લાગી જાય તેવું આકરું વેણ સંભળાવતાં કહ્યુંઃ જગતમાં કેઈનું અભિમાન રહ્યું નથી. એવી કહેવત છે કે શેરને માથે સવાશેર હોય છે. માટે હે સિદ્ધસેન ! આટલું બધું અભિમાન શા માટે કરો છે? જો તમારે જીભની ચળ જ મટાડવી હોય અને વાદ કરવાની સાચી જ ભાવના હોય તો કઈ નરકેશરી પાસે પહોંચી જાઓ. અદ્યાવધિ તો તમે બકરાં સાથે જ બાથ ભીડી છે, કેશરીસિંહના દર્શન હજુ નથી થયાં. જ્યાં એના સપાટામાં આવ્યા કે તમારા અભિમાનના ભૂક્કા થઈ જવાના ! આ મારાં વચનો તમારા હૃદયમાં કોતરી રાખજે. સિદ્ધસેનને આવું નગ્ન સત્ય સંભળાવનાર હજુ સુધી કઈ મળ્યો જ ન હતું. એટલે સ્વમાન ભંગ થતું જઈ સિદ્ધસેન એકદમ ચીડાયો, અને ગર્જના કરતા બેલી ઊઠ્યો: દુનિયામાં એ કેણ પડવ્યો છે કે જે સિદ્ધસેનને હરાવે અને અપ્રતિમલવાદી તરીકે સ્વકીર્તિને વિશ્વમાં ફેલાવે ? જેમ એક મ્યાનમાં બે તરવાર ન હોય, એક રાજમાં બે રાજા ન હોય, તેમ એક સાથે બે અપ્રતિમમલવાદીઓ ન જ હેય. માટે તું જલદી આ સિદ્ધસેન સાથે સ્પર્ધા કરનાર તે તારા કેસરીસિંહનું નામ બતાવ. પંડિતવયે તેની છાયામાં લેશમાત્ર દબાયા સિવાય જવાબ આપ્યોઃ હે રાજન ! લાટ દેશના પાટનગર ભગુકચ્છ (ભરૂચ) શહેરમાં વિચરતા, સાક્ષાત સરસ્વતીના અવતારમાં અપ્રતિમમહલવાદી, સકલશાસ્ત્રોમાં પારંગત, મહાસમયજ્ઞ, તમારા વિદ્યામદનું મર્દન કરવાને સમર્થ એવા જૈનાચાર્ય શ્રી વૃદ્ધવાદીસૂરીશ્વરજી મહારાજા છે. [આ વૃદ્ધવાદી ગૃહસ્થાવસ્થામાં ગડદેશમાં કેશલગ્રામના રહેવાસી હતા. તેમનું મૂળ નામ મુકુન્દ હતું. જાતે બ્રાહ્મણ હતા. તેમણે વૃદ્ધાવસ્થામાં પ્રસિદ્ધ અનુગપ્રવર્તક અને પાદલિતાચાર્યના પરમ્પરાશિષ્ય શ્રી રકન્દિલસૂરીશ્વરજી પાસે પ્રત્રજ્યા સ્વીકારી હતી. ગ્રામનુગ્રામ વિહાર કરતા તેઓ ભરૂચમાં આવી પહોંચ્યા. વૃદ્ધાવસ્થા છતાં ભણવાની બહુ જ ખંત હતી. દિવસ અને રાત્રિને ઘણો ટાઇમ વિદ્યાભ્યાસમાં જ પસાર થતે. રાત્રે પણ ઉદ્દષણ પૂર્વક અધ્યયન કરે. એકદા ગુરુવર્ષે સૂચના કરી કે–મહાનુભાવ, રાત્રે મોટા અવાજે અધ્યયન કરવાથી અન્યને નિદ્રામાં અલના પડે. પ્રવૃત્તિશીલ લેકે જાગીને હિંસાદિ કાર્યમાં પ્રવૃત્ત થાય. માટે રાત્રિમાં ઊંચે સ્વરે અધ્યયન કરવું ઉચિત નથી. ગુરુ મહારાજે કરેલી આ સૂચના પ્રત્યે તેમનું દુર્લક્ષ્ય જ રહ્યું અને તેમણે હમેશની માફક રાત્રે પણ ઊંચા સ્વરથી અધ્યયન કરવું ચાલુ જ રાખ્યું. ત્યારે અન્ય મુનિવરે એક વખતે મશ્કરીમાં તેમને કહી દીધું કે હે મહારાજ! શું વૃદ્ધાવસ્થામાં ભણીને તમે મુશળ (સાંબેલા)ને ૫૯લવિત કરવાના છો ? આ મીઠી મશ્કરીથી મુકુંદમુનિને બહુ જ લાગી આવ્યું. મનમાં દઢ નિશ્ચય કર્યો કે હવે તે સરસ્વતીની આરાધના કરી તેને પ્રસન્ન કરું અને મુશળને પલ્લવિત કરું તે હું જ ખરશે. આ રીતે દઢ નિશ્ચય કરી “નારિકવસતિ’ નામના ચૈત્યમાં ગયા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244