Book Title: Jain_Satyaprakash 1944 01 02 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 206
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકમ-વિશેષાંક] મહાન જ્યોતિર્ધર સિદ્ધસેન દિવાકર [ ર૯ પૃથગ્ર વિહાર કર્યો. સિદ્ધસેનસૂરિ હવે વિદ્યાના આપને લેશમાત્ર અપનાવ્યા સિવાય ગ્રામનુગ્રામ વિચરવા લાગ્યા. ઉજ્જયિનીમાં આગમન અને વિક્રમાદિત્યને સમાગમ–દેશદેશ વિહાર કરી શાસનની પ્રભાવના કરતા શ્રી સિદ્ધસેનસૂરિજી એકદા સ્વપરિવાર સહિત માળવાના પાટનગર ઉજ્જયિનિમાં પધાર્યા. લેકેએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. હજારે માણસો તેમના ઉપદેશને લાભ ઉઠાવવા લાગ્યા. એકદા સૂરિજી ઉજયિનીના રાજમાર્ગ પર થઈને જઈ રહ્યા છે. જોકે તેમની જય ઉપર જય બોલાવી રહ્યા છે. દૂરથી આવતા વિક્રમાદિત્યના કાને આ શબ્દો પડ્યા. તેણે અનિમેષ નયને એ દશ્ય નિહાળ્યું, અને મનથી સિદ્ધસેનસૂરીશ્વરજીને નમસ્કાર કર્યો. મહાસમર્થ શ્રી સિદ્ધસેનસૂરીશ્વરજીને વિદ્યાના બળથી રાજાએ કરેલા માનસિક પ્રણામની ખબર પડી એટલે તેમણે જમણો હાથ ઊંચે કરી ઊંચે સ્વરે ધર્મલાભને આશિર્વાદ આપે. ત્યારે વિક્રમાદિત્યે આ આશિર્વાદનું કારણ પૂછ્યું. ત્યારે આચાર્ય ભગવંતે કહ્યુંઃ આ આશિવદ તમારા માનસિક નમસ્કારનું ફળ છે. આ કથન સાંભળી વિક્રમાદિત્યે સૂરીશ્વરની ભૂરિ ભૂરિ પ્રશંસા કરવા પૂર્વક એક ક્રોડ સોનેયા (સેનામહોર) આપવા ભંડારીને હુકમ કર્યો. ધર્મઢામ તિ પ્રો, દુરદુષુપાવે જૂથે સિદ્ધનાથ, રવી વો િનાિઃ H” રાજાએ એક કોડ સોનામહોર આપવા માંડી તેને સૂરીશ્વરજીએ ઈન્કાર કરતાં કહ્યું: હે નરાધિપ ! આ તે શું, પણ તું આખું રાજપાટ આપી દે તોપણું અમારે ન કપે. આ જીવન પર્યંત તેને ત્યાગ છે. ત્યારે રાજાએ જણાવ્યું: સાહેબ જે વસ્તુ મેં દાનમાં કાઢી તે પાછી લેવી ઉચિત ન ગણાય. માટે આપ કાંઈક રસ્તો કાઢે. ત્યારે સૂરિજીએ કહ્યું: પૃથ્વીમાં જે કઈ દેણદાર હોય તેનું દેણું આમાંથી ચુકવવું જોઈએ, વિક્રમાદિત્યે તે વાત સ્વીકારી, સર્વનાં સાત સાત પેઢીનાં દેણાં ચુકતે કરી, સર્વને મુક્ત કરી સુખી કરી દીધા. અને નવેસરથી ચોપડા બનાવી પિતાનો શક પ્રવર્તાવ્યો, જે અદ્યાવધિ અખલિતપણે ચાલ્યો આવે છે. ચિત્તોડમાં બે વિદ્યાની પ્રાપ્તિ-ઉજયિનીથી વિહાર કરી સૂરીશ્વરજી એકતા ચિત્રકૂટ (ચિતડ) પધાર્યા, અને પ્રભુ દર્શનાર્થે જિનમંદિરમાં જતાં તેમની દષ્ટિ ચૈત્ય પાસે ઉભા કરેલા એક વિચિત્ર સ્થંભ ઉપર પડી. આ સ્થંભ પ્રેક્ષકને ઘડીકભર વિચારમાં નાખી દે. તે અને ઈટ કે પત્થરને નહીં પણ કોઈ જુદી જ રીતે બનેલો ભાસતો હતો. સૂરીશ્વરજીને આ સ્થંભ જેઈ આશ્ચર્ય થયું. તેમણે નિફ્ટમાં ઊભેલા એક વૃદ્ધ અનુભવીને પૂછયું: ભાઈ! આ સ્થંભ શાનો બનેલો છે ? અને અહીં શા કારણુથી ઊભો કરવામાં આવ્યો છે? વૃદ્ધ અંજલી જેડી જણાવ્યુંઃ ગુરુ મહારાજ ! લોકવાયકા એવી છે કે આ સ્થંભ ઇટ, માટી, પત્થર કે લાકડાનો બનેલ નથી, પરંતુ ઔષધિઓને બનેલ છે. પૂર્વેના મહર્ષિઓએ આના પિલાણમાં કીમતી રહસ્યમય વિદ્યાગ્રંથે થેકબંધ મૂકેલા છે, અને તેનું મોટું ૧ આ બાબતમાં પ્રભાવક્યારત્રના ભાષાન્તર (પૃ. ૯૩)માં નીચે પ્રમાણે વર્ણન છે રાજાએ આચાર્યને બોલાવીને નિવેદન કર્યું કે-“તમને દ્રવ્ય આપવા માગું છું.' ત્યારે ગુરુ બેલ્યા– દ્રવ્ય લેવું કલ્યું નહિ. માટે તમને રૂચે તેમ કરે.” આથી રાજાએ ગરીબ સાધમી બંધુઓ અને ચિત્યોના ઉદ્ધાર માટે તે દ્રવ્યને એક સાધારણ ભંડાર કર્યો.” . For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244