________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક્રમ-વિશેષાંક] વિક્રમરાજાના પાંચ પ્રશ્નો
[ ૨૮૫ હાય કરવી નહીં. કારણ કે તત્વદૃષ્ટિથી વિચાર કરતાં જણાય છે કે સુખને સમય પુણ્યને ઘટાડે છે, ને દુઃખને સમય પાપને ઘટાડે છે. વળી સુખના દહાડા કે દુખના દહાડા કાયમ રહેવાના નથી. માટે સુખિયા જીવોએ ને દુખિયા જીવોએ અવિચ્છિન્નપ્રભાવશાલી ત્રિકાલાબાધિત ત્રિપુટીશુદ્ધ શ્રી જિનધર્મની નિર્મલ આરાધના કરવી જોઇએ.
હે રાજન ! આ બીનાનું રહસ્ય યાદ રાખીને તમારે પણ નિર્ણય કરી લેવો કે–મેં પાછલા ભવમાં કરેલ પુણ્યના ફૂલ રૂપે અહીં રાજ્યાદિ સુખનાં સાધને મેળવ્યાં છે. હવે મારે આગામી ભવમાં સુખી થવા માટે અહીં ધર્મારાધન વિશેષે કરી જરૂર કરવું જોઈએ.
આ ઉપદેશ સાંભળીને રાજા વિક્રમે દિવાકરજીને આ પ્રમાણે પાંચ પ્રશ્નો પૂછ્યા-૧. હે પ્રભુ ! કયા પુણ્યથી મને આ રાજ્યાદિની સાહિબી મળી ? ૨. આ અગ્નિકદેવ (અગ્નિવેતાલ) મને અનેક કાર્યોમાં મદદ કરે છે, તેનું શું કારણ? ૩. આ ભટ્ટમાત્ર નામના પ્રધાનની ઉપર મને અધિક પ્રીતિ છે, તેનું શું કારણ? ૪. મેં અતિ બલવાન એવા ખપર (ખાપરિયા) ચેરને હા, એ બનાવ શાથી બન્યો? ૫. હું સે વરસ પ્રમાણુ દીર્ધાયુષ્યવાળો શાથી થયો ?
આ પાંચે પ્રશ્નોના ઉત્તર દેતાં શ્રી સિદ્ધસેન દિવાકરે જણાવ્યું કે–હે રાજન ! આઘાટપુરમાં એક ચંદ્ર નામને વાણિયો રહેતો હતો. તેને રામ અને ભીમ નામના બે ભાઈબંધ હતા. તે બંને ચંદ્ર વાણિયાની ઉપર ભક્તિભાવ ધારણ કરતા હતા. ત્રણે જણું અરસપરસ પ્રીતિભાવ રાખીને સાથે વહેપાર કરતા હતા. પણ વહેપારમાં દ્રવ્ય ખૂટી જવાથી તે ત્રણે જણું નિધન થઈ ગયા. એક વખત પરદેશમાં જઈ વહેપાર કરવાના ઈરાદાથી તે ત્રણે જણ લક્ષ્મીપુર નગર તરફ જતાં જતાં વચમાં એક તળાવની પાળ ઉપર ખાવાની તૈયારી કરવા લાગ્યા. તેવામાં તે ત્રણેના પ્રબલ પુણ્યદયે, જેમનું શરીર તપથી દુર્બલ બન્યું છે ! એવા બે મહા તપસ્વી મુનિરાજ ત્યાં પધાર્યા. તેમને જોતાંની સાથે ચંદ્ર કહ્યું કે-હે મિત્રો, આપણું ભાગ્યોદયે અહીં મુનિરાજ પધાર્યા. માટે તેમને આ શુદ્ધ ભાતું વહેરાવીએ, કારણ કે આવા સુપાત્રને દાન દેવાથી આપણે આ ભવ પરભવમાં સુખી થઈશું.
नो तेसिं कुवियंव दुक्खमसिलं आलोयए सम्मुह, नो मिल्लेइ घरं कम कवडिया दासिव्व तेसिं सिरी॥ सोहग्गाइगुणा चयंति न गुणा बद्धव तेसिं तj,
जे दामि समीहियत्थजणणे कुवंति जत्तं जणा ॥१॥ જે લેકે વાંછિત પદાર્થને દેનારા ( સુપાત્રાદિ) દાન દેવામાં પ્રયત્ન કરે છે, તેમની સામું, જેમ કેધીજન આપણું સામું ન જુએ તેમ દુઃખ જોતું નથી. દાનેશ્વરી છનાં ઘરનાં આંગણુને લક્ષ્મી દાસીની જેમ તજતી નથી. તેમ સૌભાગ્યાદિ ગુણો, દેરડાથી બાંધેલા માણસની જેમ, દાની જીવોને તજતા નથી. આ પ્રમાણે બંને મિત્રોને દાનનું સ્વરૂપ કહીને ચંદ્ર, રામ અને ભીમ ત્રણે જણાએ પરમ ઉલ્લાસથી બંને મુનિવરોને નમસ્કાર કરીને નિર્દોષ આહાર વહોરાવી, સુપાત્રદાનનો અપૂર્વ લહાવો લીધે. સુપાત્ર દાનની અનુમોદના કરતાં કરતાં અનુક્રમે તે ત્રણે જણ લક્ષ્મીપુર નગરમાં જઈને પુષ્કળ લક્ષ્મી મેળવી, સ્વસ્થાન આધાટપુરમાં આવ્યા. અહીં વેપારી ચંદ્રને વીર નામના વેપારી સાથે તકરાર
For Private And Personal Use Only