Book Title: Jain_Satyaprakash 1943 07 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ર૯૬] * શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ આ વંશાવલી ઉપરાંત પ્રારંભના વીસ લૈકામાં મંત્રી પદ્મનાં વંશજોના સુકૃતને કઈ ખાસ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં નથી આવ્યું. પરંતુ સામાન્ય રીતે એટલું જ કહેવામાં આવ્યું છે કે મંત્રી પદ્મના વંશજો દિલ્હી, ગુજરાત, માલવા, સિંધ, મારવાડ વગેરે દેશમાં તેમના મૂળ પુરુષોની કારકીદના પ્રતાપે રાજાઓ તરફથી માન પામતા હતા. તેમજ આ વંશમાં થએલા વંશજોએ પ્રતિષ્ઠા યાત્રા તેમજ આચાર્ય પદારે પણ વગેરે પ્રસંગમાં વણા મહત્સવો ઉજવ્યા છે. પ્રશસ્તિના એકવીસ-બાવીસમા શ્લેકમાં “માણેકબાઈ ધર્માત્મા હતી અને તેણે કલ્પસૂત્રની સચિત્ર સુવર્ણાક્ષરી પ્રતિ લખાવી તે પહેલાં એક લાખ શ્લેક પ્રમાણે અંશે લખાવ્યા હતા એમ જણાવ્યું છે. આ પછીના બાકીના લેકમાં ખરતરગચ્છીય આચાર્યોના નામોની પટ્ટાવલી અને છેવટે પ્રસ્તુત સચિત્ર સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પિથી લખાવીને માણેકબાઈએ જે આચાર્યને - કે જેમનું નામ જિનચંદ્રસૂરિ છે,-અધીને કરી છે તે હકીકત જણાવી છે. ખરતરગચ્છીય આચાર્યોનાં નામે આ પ્રમાણે છે: ૧ ચંદ્રકુલીય આચાર્ય શ્રીજિનચંદ્રસૂરિ, ૨ તત્પદે આગમ શ્રીઅભયદેવાચાર્ય, ૩ તત્પ શ્રીજિનવબ્રભસરિ, ૪ તત્પરે યુગપ્રધાન શ્રીજિનદત્તરિ, ૫ તત્પદે શ્રીજિનચંદ્રસૂરિ, ૬ તત્પદે શ્રીજિનપતિ રિ, ૭ તત્પરે શ્રી જિનેશ્વરાચાર્ય, ૮ તત્પદે શ્રી જિનપ્રધરિ, ૯ તત્પરે શ્રી જિનચંદ્રસૂરિ, ૧૦ તત્પદે શ્રી જિનકુશલસરિ, ૧૧ તત્પ શ્રીજિનપદ્મ રિ, ૧૨ તત્પદે શ્રી જિનલબ્ધિસૂરિ, ૧૭ ત૫ટે શ્રીજિનચંદ્રચરિ, ૧૪ તત્પ શ્રીજિનદાસરિ, ૧૫ તત્પદે શ્રીજિનરાજરિ, ૧૬ તત્પટે શ્રીજિનભદ્રસરિ, ૧૭ ત૫ટે : શ્રીજિનચંદ્રસુરિ જેમને પ્રસ્તુત કલ્પસૂત્રની સચિત્ર સ્વર્ણાક્ષરી પ્રતિ માણિકભાઈએ વહેરાવી છે-સાદર અર્પણ કરી છે. પ્રસ્તુત પ્રશસ્તિની શરૂઆતમાં છેડો ગદ્યમય પ્રશસ્તિ અંશ છે જેમાં જણાવવામાં આવ્યું છે કે પ્રસ્તુત કલ્પસૂત્રની પ્રતિ વિક્રમ સંવત ૧૫૧૭ અષાડ સુદિ ૮ સોમે અદિલ્લપુર પાટણમાં ખરતરગચ્છીય આચાર્ય શ્રીજિનચંદ્રસૂરિના રાજ્યમાં ઉપાધ્યાય શ્રી સિદ્ધાન્તરુચિણિની દેખરેખ નીચે વાછાક નામના લેખકે લખી છે. અને અંતના ગઘપ્રશસ્તિ અંશમાં પ્રશસ્તિની રચના ઉપાધ્યાય શ્રીસિદ્ધાન્તરુચિગણિશિખ શ્રીસાધુસેમગણિએ કરી છે. એ સૂચવવામાં આવ્યું છે. ઉપર જણાવવામાં આવ્યું તેમ પ્રસ્તુત પ્રતિને જન્મ પાટણમાં થયો છે અને ત્યાંથી સ્થાનાંતર પામતી પામતી એ અત્યારે ભાવનગરના શ્રી સંધના જ્ઞાનભંડારમાં સુરક્ષિત રીતે સ્થિર સ્થાન પામી છે. સૂચના આ અંકની જેમ આવતો અંક પણ વખતસર ૧૫મી તારીખે પ્રગટ કરવાની ઈચ્છા છે. આમ છતાં અત્યારના અનિશ્ચિત સંગેના કારણે અંક પ્રગટ કરવામાં વિલંબ થાય તો તે ચલાવી લેવા અને પત્ર લખીને તપાસ નહીં કરવા વાચકોને વિનંતી છે.. ૦૫, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36