Book Title: Jain_Satyaprakash 1943 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપાધ્યાય શ્રી જ્ઞાનસાગરજી ગણિત
તી ર્થ માલા-સ્ત વન [ વિ. સં. ૧૮૨૧માં રચાયેલા એક મહત્ત્વની કાવ્યકૃતિ ] સંગ્રાહક તથા સંપાદક-પૂજ્ય મુનિ મહારાજ શ્રી જયંતવિજયજી મહારાજ
r
ni
ni
-
આ તીર્થમાલા- સ્તવન શ્રી વિજયધર્મલક્ષીજ્ઞાનમંદિર, બેલનગંજ, આગરાને હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહમાંની એક પ્રતિના આધારે ઉતારવામાં આવ્યું છે. કલશમાં આપેલ “શ્રી પૂન્યસાગરસૂરિરાજે પાઠક જ્ઞાનસાગર ગણિ” એ ઉલ્લેખ મુજબ આ સ્તવનના રચયિતા શ્રી પુન્યસાગરસૂરિના શિષ્ય ઉપાધ્યાય જ્ઞાનસાગર ગણિ છે. અને એની રચના “મહીયુમનાગચંદ્ર વર્ષે ” એટલે વિ. સં. ૧૮૨ માં કરવામાં આવી છે.
આ સ્તવનમાં કીકાના પુત્ર કચરાએ કાઢેલ સંધનું વર્ણન છે. અને સંઘના પ્રયાણમાં આવતાં નહાનાં મોટાં ગામના અને મધ સાથે ગયેલ મુખ્ય મુખ્ય પુરુને ઉલ્લેખ છે. આ રીતે ઐતિહાસિક દૃષ્ટિએ આ ફતવન ઉપયોગી છે. ભાષાની દૃષ્ટિએ પણ એની ઉપયોગિતા ઓછી નથી. કવિત્વની દષ્ટિએ સ્તવન એટલું ભાવપૂર્ણ છે, કે જે વાંચતાં સંધનો ચિતાર નજર સામે તાદ્રશ ખડે થાય છે.
આ સ્તવનના કર્તા સંબંધી તથા બીજી કેટલીક જાણવા જેવી હકીકત સંબંધી - વિવેચન કરવાનું, સ્તવન પૂરૂં અપાય ત્યાં સુધી મોકુફ રાખીને અત્યારે તો મૂળ સ્તવન જ આપવામાં આવે છે. સ્તવનમાં આવતા કેટલાક શબ્દોના ચાલુ ભાષાના પર્યાયે તે તે સ્થળે આપીને આ સ્તવનને સમજવું સરળ પડે એ પ્રયાસ કર્યો છે,
गोडीपानाथाय नमः
સારિત શ્રી સુખ સંપદા, દાયક અનુદિન જેહ, કલિયુગ કપલતા પરિ, નમો નમો વાય. મંત્ર યંત્ર યક્ષ દેવતા, કલિયુગ મંદા તેહ જાગે જગ એક જિનવ, તેવીસ ગુણગેહ. પરતા પૂરણ પરગડે, સમર્યાં સાર કરંત, ઈહ પરલોકના ભય સવિ, ભાંજે એ ભગવંત. ધવલ ધિંગ ગાડી ધણી, અડવડીઓ આધાર; ભાવે ભગતિ ભગવંતની, કરતાં લહે સુખસાર. શ્રીગેડીપ્રભુ ગાયવા, મુજ મન ઉમંગ ધરંત, શકતિ નહીં પણ ભગતથી, કહું કિંચિત વિરતંત. પટણી સા કાકા તણે, કચરો સુગુણ નિધાન; નિજ બંધવ મ્યું પરવર્યો, શેત્રુજ ધરતો ધ્યાન.
તે તે કડીમાં આવતા શબ્દોના પર્યાય અને બીજી જાણવા ગ્ય હકીકત ચોખંડા [] કૌસમાં તે તે કડીને અંક આપીને નીચે આપવામાં આવે છે.
દુહા [૧] અનુદિન=ાજરોજ. પરિ=જેમ-જેવું. વાય=વામા દેવીના પુત્ર–શ્રી પાર્શ્વનાથ પ્રભુ [૩] પરતાપરા-ચમત્કાર. પરગડો પ્રગટ-જાહેર. સારસહાય. [૪] અડવડીઓ= રખડી રખડીને થાકેલાં–અસહાય. [૫] વિરતંત–વૃત્તાંત. [૬] પરવેર્યો પરિવાર યુક્ત-સહિત.
For Private And Personal Use Only