Book Title: Jain_Satyaprakash 1943 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૮ વચમાં કંઈપણ જણાતું નથી માટે બને અત્યન્ત જુદા છે. ઉત્તરપક્ષવાદી–વચમાં કંઈ દેખાતું નથી માટે બન્ને જુદા છે એટલે શું ? મધ્યમાં ઔદારિક શરીર નથી જણાતું એ જ કે બીજું પણ કંઈ નથી જણાતું એ જ કેવળ ઔદારિક શરીર ન જણાય તેથી મળે જીવ નથી એમ કહી શકાય નહીં, કારણ કે જીવને કેવળ ઔદારિક જ શરીર નથી, બીજાં પણ શરીર છે. પૂર્વપક્ષવાદી–બીજ શરીરે છે, તો તે પણ ત્યાં જણાવાં જોઈએ. ઉત્તરપક્ષવાદી–વૈક્રિય સિવાયનાં બીજાં શરીરે સૂક્ષ્મ છે, ચર્મચક્ષુથી ન દેખી શકાય એવાં છે, શરીર વગરને જીવ અને સૂક્ષ્મ શરીરવાળા જીવ ઔદારિક કે વૈક્રિય શરીર સિવાય દેખી શકાતો નથી. પણ તેથી તે નથી એમ કહી શકાય નહીં. ભીંત સિવાય દીવાની પ્રભા વચમાં દેખી શકાતી નથી, પણ તેથી દીવા અને ભીંતની વચ્ચે પ્રભા નથી એમ કહી શકાય નહીં. એ પ્રમાણે આચાર્ય મહારાજે જીવ અને નોછવ બન્ને સમ્બન્ધિત છે એ સાબીત કર્યું ને સભા વિસર્જન થઈ શ્રી ગુપ્ત મુનિને હંમેશ છેવટ ચૂપ જ રહેવું પડે છે. આચાર્ય મહારાજ દિન પ્રતિદિન વિજયી બનતા જાય છે. એથી એમ લાગે છે કે આચાર્ય મહારાજ પાસે શ્રીહગુપ્તમુનિ કંઈ ફાવશે નહીં. પછી ચોથે દિવસે શ્રીહગુપ્તમુનિએ છવ, જીવથી સર્વથા જુદો થઈને ભિન્ન દેશમાં રહેલ છે એ પક્ષનો ત્યાગ કર્યો ને શાસ્ત્રાર્થ શરૂ થયે. ચોથે દિસવ પૂર્વપક્ષવાદી—આપના કથન પ્રમાણે ગિરેલી અને તેના કપાયેલ પુછ વચ્ચે તૈજસકામણ શરીરથી યુક્ત આત્મપ્રદેશ છે, ને તે શરીરે અતિસૂક્ષ્મ હોવાને કારણે બાહ્ય જ્ઞાનથી જણાતાં નથી. આત્મા અરૂપી હોવાથી ગ્રહણ થતો નથી. માટે તે બે વચ્ચે સમ્બન્ધ છે છતાં બન્ને જુદા જુદા દેશમાં રહ્યા છે તે પ્રત્યક્ષ છે માટે જીવથી નવ ભિન્ન છે. ઉત્તરપક્ષવાદી–જીવ અને નવ વચ્ચે સમ્બન્ધ છતાં તમે તેને જુદે સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે એટલે શું ? નજીવવાળા વિભાગમાં જીવના છેડા પ્રદેશ છે ને જીવવાળા વિભાગમાં વધારે પ્રદેશ છે માટે બને જુદા છે એમ કહો છો ? જો તમે હા કહેતા હે તો એ જ યુક્તિથી એક જ શરીરમાં કે એક જ ઘડામાં સમ્બન્ધ છતાં આંગળી, હાથ, પગ, નાક, કાન, આંખ, હેઠ, વગેરે સ્થળમાં ને ઘડામાં કાંઠલા વગેરે સ્થળમાં જ્યાં જીવના થોડાથોડા પ્રદેશો છે, ને અજીવના થડાડા પુદ્ગલે છે, તે તે વિભાગો પણ મોટા વિભાગોથી જુદા માની, તેને પણ નજીવ અને નોઅજીવ માનવા પડશે. એમ માનતા ત્રણ જ રાશિ નહીં પણ ઘણું રાશીઓ માનવી પડશે. કદાચ જ ઘણું છતાં ને અજી પણ ઘણું છતાં જાતિની અપેક્ષા જેમ બે જ રાશિ માનવામાં આવે છે, તેમ ઘણું નાની અને ઘણું અછની એક એક રાશિ માનશો તો પણ ચાર રાશિ તો માનવી જ પડશે. એ રીતે પણ તમે ત્રણ રાશિ માની શકશે જ નહીં. એ રીતે એ દિવસ પૂર્ણ થયો. આ પછી શાસ્ત્રાર્થમાં નયની અપેક્ષાથી, આગમપ્રમાણથી નોછવની સિદ્ધિ કરવા પ્રયત્નો થયા છે. આચાર્ય મહારાજે તે સર્વનું ખંડન કર્યું છે, વગેરે આવે છે. શાસ્ત્રાર્થમાં કોણ વિજયી થાય છે, કણ પરાજય પામે છે, ને છેવટ પરિણામ શું આવે છે તે હવે પછી જોઈશું. (ચાલુ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36