Book Title: Jain_Satyaprakash 1943 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦] નિહનવવાદ [૩૦૭] “વાદ શરૂ થયા ઘણું દિવસ થઈ ગયા. છતાં શું કંઈ પણ નીવેડો આવ્યો કે નહીં? કંઈ તાત્કાલિક નિર્ણય થાય એમ લાગે છે કે નહીં?” એક જિજ્ઞાસુએ અન્યને પૂછ્યું. આ વાદ કેટલા દિવસ ચાલે એ કંઈ ચોક્કસ કલ્પી શકાતું નથી. વાણીના અખલિત પ્રવાહ વહ્યા જ જાય છે. બેમાંથી કોઈ જરી પણ તર્ક કે યુતિમાં પાછા પડતા નથી. એથી લાગે છે કે વાદ લાંબા કાળ સુધી ચાલશે.” શું વિષે ચર્ચાય છે ? કંઈ યાદ હેય ને જાણવા જેવું હોય તો જણાવો.” “મને કંઈ યાદ તો નથી. પણ યાદ રાખવા લાયક જે જે વિષય ત્યાં વાદમાં ચર્ચાય છે તેની હું નોંધ કરી લઉં છું, તેમાં મેં જે લખ્યું છે તે સંભળાવું. પ્રથમ દિવસ નોછવ જીવથી વિલક્ષણ હોવાથી જુદો છે એવો પૂર્વપક્ષ શ્રી રોહિગુપ્તમુનિએ કર્યો. આચાર્ય મહારાજે–લક્ષણભેદે ને દેશભેદે એમ વિલક્ષણતા બે પ્રકારે થાય છે, નજીવમાં કયા પ્રકારની વિલક્ષણતા છે એવો પ્રશ્ન કર્યો. જીવમાં બન્ને પ્રકારની વિલક્ષણતા છે, એવા ઉત્તરનું ખંડન ચાલ્યું. હલન-ચલન–જુરણ–રૂપ લક્ષણ જીવ અને જીવમાં સમાન છે, માટે લક્ષણભેદ નથી ને દેશભેદ છતાં તે કેવા પ્રકાર છે સબદ્ધ કે અસબુદ્ધ, તેના ઉત્તરમાં પૂર્વપક્ષવાદીએ સમ્બદ્ધપક્ષ છોડી અસમ્બદ્ધનું વિવેચન કરી ઘટાવ્યું. પુનઃ ઉત્તરપક્ષવાદીએ બે વિકલ્પ કર્યા કે વિશ્રસાથી પૃથભાવે છે કે પ્રયોગથી ? વિશ્રાથી પૃથભાવ માનવામાં સુખદુઃખાદિને સંકર બતાવ્યો. તેને ઈષ્ટ માનવામાં બે દોષોની ચર્ચા થઈ. છેવટ વિકસાથી નજીવને પૃથભાવ ન માની શકાય એ સિદ્ધ થયું. બીજે દિવસ પૂર્વ પક્ષવાદીએ પ્રયોગથી નવ જુદો પડ્યો છે એમ કહ્યું. ઉત્તરપક્ષવાદીએ તેનું ખંડન કરતાં જણાવ્યું કે, હવે અમૂર્ત દ્રવ્ય હોવાથી આકાશની માફક તેને ખંડ જુદો પાડી શકાય નહીં, જે અમૂર્ત દ્રવ્ય છે, જે કાઈએ બનાવ્યું નથી, જેમાં વિકાર જણાતો નથી, જેને વિનાશહેતુઓ સ્પર્શતા નથી, તેના ટૂકડા-ખંડ પણ પડતા નથી ને જેના ટૂકડા-ખંડ પડે છે તેનો સર્વદા-સદન્તર નાશ થાય છે. જે જીવના ટૂકડા-ખંડ પાડી એકને જીવ અને એકને નવ કહેવામાં આવે તો છેવટ એમ અનેક ખંડો પડી પડીને વને સર્વથા નાશ માનવો પડશે. જે તેમ માનવામાં આવશે તે જિનેશ્વરે ભગવાને જીવને શાશ્વત કહ્યો છે-નિત્ય કહ્યો છે તેને અપલાપ થશે. તેથી જિનમતત્યાગરૂપ એક દોષ. બીજું જીવને વિનાશી માનવાથી જીવ મુક્ત થાય છે, તેને મોક્ષ મળે છે એ પણ ન ઘટે. જીવન તે નાશ થયો તેથી તે વિદ્યમાન જ નથી તો મુક્ત થાય કેણુ? મોક્ષ મળે કેને? એ બીજે દોષ. ને ત્રીજું તમે આ દીક્ષા પાળો છો, તમે જ૫ આદિ કરે છે, તે સર્વ વિનાશી આત્મા માનવાથી નિષ્ફળ થશે.” એ પ્રમાણે બીજે દિવસે પ્રગથી પણ જીવથી જીવનું પૃથક્કરણ ન થઈ શકે એમ સ્થિર થયું. પછી ત્રીજે દિવસે પૂર્વ પક્ષવાદીએ નજીવને સિદ્ધ કરવા જુદો જ માર્ગ લીધો. બીજે દિવસ પૂર્વપક્ષવાદી-ગિરેલીરૂપ જીવ અને તેનાથી જુદા પડેલા તેના પુચ્છરૂપ નેજીવની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36