Book Title: Jain_Satyaprakash 1943 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન સ્થાપત્ય અને જ્ઞાનમંદિરથી સમૃદ્ધ રાજપુતાનાનું એક જૈન તીર્થ
જૈસલમેર
લેખક શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ.
(ગતાંકથી ચાલુ) (૭) શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું દેરાસર –
આ દેરાસર (૬) શ્રી ઋષભદેવ ભગવાનના દેરાસરની જોડાજોડ આવેલું છે. આ દેરાસર ત્રણ મજલાનું છે. દેરાસરમાં પ્રવેશ કરવા માટે બાર પગથી ચડવા પડે છે. પેસતાં જ દરવાજાના ઉપરના બારસાખમાં મંગલમૂર્તિ તરીકે જિનેશ્વરદેવની એક પદ્માસનસ્થ નાની મૂર્તિ બિરાજમાન થએલ દેખાઈ આવે છે. સભામંડપ આઠ થાંભલાઓને છે, આઠે થાંભલાની મધ્યમાં સુંદર નકશીવાળાં આઠ તોરણે આવેલાં છે. ઉપરના ઘુમટમાં કબુતર, ચકલાં વગેરે પસી જઈને કોતરકામને બગાડે નહિ તે માટે વાંસની જાળી ભરી દીધેલી છે; અને તે કારણને લીધે ઘુમટનાં શિલ્પો દેખી શકાતાં નથી.
નીચેના પ્રથમ માળની ભમતીમાં આપણું ડાબા હાથ તરફથી જતાં સૌથી પ્રથમ ૩૦ પવાસસ્થ જિન પ્રતિમાઓ, પછી એક પીળા પાષાણને ચોવીશીને પટ, ૧ વીશ વિહરમાન જિનનો તથા એક ચોવીશ જિનમાતાને પટ પીળા પાષાણુનો આવે છે. પછી ૫૩ પ્રતિમાજી પદ્માસનસ્થ આવેલાં છે, પછી પાછાં બીજા બે પીળા પાષાણના
વીશીના પટ આવેલા છે. પછી ૧ પીળા પાષાણુની જિનમુર્તિ તથા એક એવી જિનમાતાનો પટ છે, પછી પાછી બીજી બાવીશ જિનમૃતિઓ પદ્માસનસ્થ આવેલી છે. આ પ્રમાણે નીચેની ભમતીમાં કુલ ૧૦૬ પદ્માસનસ્થ જિનપ્રતિમાઓ ૧ વીશ વિહરમાનને પટ, ૧ ચવીશ જિનમાતાનો ૫ટ, ૩ ચોવીશીના પીળા પાષાણના પટ આવેલા છે. - શ્રી ચંદ્રપ્રભુસ્વામીના નીચેના પ્રથમ માળના ગભારામાં પણ ભમતી છે. અને તે ફરતી ભમતીમાં ૧૫ પવાસનસ્થ જિનપ્રતિમાઓ આવેલી છે તથા ચારે દિશાઓમાં એકેક એટલે કુલ ૪ પ્રતિમાઓ સફેદ આરસની શ્રી ચંદ્રપ્રભુસ્વામીની બિરાજમાન છે; તથા ગભારામાં ૧ સફેદ આરસની પદ્માસનસ્થ જિનમૂર્તિ છે. આ પ્રમાણે ગભારામાં મૂળનાયક સુદ્ધાં કુલ ૨૦ જિનપ્રતિમાઓ આવેલી છે. આ ગભારાને ફરતા મંડેરોમાં જુદાજુદાં સુંદર રૂપે કોતરેલાં છે, તે રૂપ પૈકી એક પુરૂષ (ભૈરવ) ની નગ્ન આકૃતિ તથા એક સ્ત્રી (કરમંજરી ) ની નગ્ન આકૃતિ પણ કોતરેલી છે; જૈન મંદિરો પૈકી કેટલાક મંદિરમાં આવી છે આકૃતિ કોતરેલી હેય છે તેનું વાસ્તવિક કારણ શું હશે તે શિલ્પ શાસ્ત્રના જાણકાર વિદ્વાને જણાવશે તે ઉપયોગી થઈ પડશે. નીચેના માળની ભમતીની બારસાખમાં ૩૨ જિનપ્રતિમાઓ છે.
શ્રીચંદ્રપ્રભુસ્વામીના નીચેના દેરાસરની ભમતીમાં ૧૦૬ પાષાણુની જિનપ્રતિમાઓ તથા ગભારામાં ધાતુની એક એવીશી આવેલી છે. આ દેરાસરના લેખ જૈન લે. સં. ભા. ૩ માં ઘણુંખરા છપાઈ ગએલા છે, પરંતુ મારી તપાસ દરમ્યાન જે જે લેખ અત્યારસુધી અપ્રસિદ્ધ રહેલા માલુમ પડયા હતા તે મેં ઉતારી લીધા હતા, જે નીચે પ્રમાણે છે –
For Private And Personal Use Only