Book Title: Jain_Satyaprakash 1942 06 07 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે વિજય નિત્ય નમઃ શ્રી જૈનસત્યપ્રકાશ | (વર્ષ ૭. .... ......ક્રમાંક ૮૨....... . .અંક ૧૦] एक उपयोगी प्रशस्ति સંગ્રાહક તથા સંપાદક- શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી હાથ ધરવામાં આવેલ જૈન ડિરેકટરીના કામ અંગે ગયે વર્ષે મારે પંજાબમાં જવાનું થયેલ. ૧૯૯૭માં સંવત્સરી-ભાદરવા શુદિ ૪ ના દિવસે સિયાલકોટમાં પૂ. આ. ભ. શ્રી. વિજયવલ્લભસૂરિજી મહારાજ પાસે હું ગયો તે વખતે તેઓશ્રીએ શ્રી કલ્પસૂત્રની એક સુવર્ણાક્ષરી પ્રત મને બતાવી હતી. આ પ્રતના અંતે એક સુંદર અને અનેક વિગતોથી ભરપૂર પ્રશસ્તિ મારા જેવામાં આવી. ઐતિહાસિક દષ્ટિએ એ પ્રશસ્તિની ઉપયોગિતા સમજીને મેં તેની નકલ ઉતારી લીધી હતી, તે અહીં વિદ્વાનની જાણ માટે પ્રગટ કરું છું. આ પ્રત મૂળ પંજાબમાં પતિયાળા સ્ટેટમાંના સમાના ગામના શાંતિનાથજીના ભંડારની માલિકીની છે. પર્યુષણ પ્રસંગે તે સિયાલકેટ લાવવામાં આવી હતી. તેનાં કુલ પાનાં ૯૩ છે, સાત પાનાંમાં શ્રી કાલકાચાર્યની કથા આપવામાં આવી છે અને છેલ્લાં ત્રણ પાનાં ૯૧-૯૨-૯૩માં આ પ્રશસ્તિ આપી છે. આ કલ્પસૂત્ર સુવર્ણાક્ષરી અને સચિત્ર છે. એમાં કુલ ૨૩ ચિત્ર છે. કાળા, વાદળી, અને વિશેષે કરીને લાલ રંગના પાનાંઓ ઉપર સોનેરી અક્ષરે લખવામાં આવ્યા છે. પ્રતની લંબાઈ ૧૨ ઇંચ અને પહેલાઈ જ ઇંચ છે અને એક પાનામાં આઠ લીટીઓ લખેલી છે. આ પ્રશસ્તિમાં કેટલીક વિશિષ્ટ હકીકતો આપવામાં આવી છે. ખાસ કરીને ઉજજયંત ગિરિ-ગિરનાર-તીર્થ ઉપરનું શ્રી અંબિકાદેવીનું મંદિર કોણે બંધાવ્યું તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યું છે, જે બીના મારા જાણવા પ્રમાણે તદ્દન નવીન અને અત્યાર સુધી અજ્ઞાત છે. એક કાવ્યની દૃષ્ટિએ પણ આ પ્રશસ્તિ નમૂનારૂપ છે; એના કે હૃદયંગમ, પ્રાસાદિક અને જુદા જુદા છંદોમાં ગૂંથવામાં આવ્યા છે. આ પ્રશસ્તિને અર્થ બંધબેસે તે રીતે એને ઉકેલવામાં પંડિત શ્રી બેચરદાસભાઈએ આપેલ સહાય માટે તેમને આભાર માનું છું. આશા છે આ પ્રશસ્તિ વિદ્વાનોને ઉપયોગી થઈ પડશે. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 44