Book Title: Jain_Satyaprakash 1942 06 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦] વિનવવાદ [૪૯] ......, • , નરમ છે, આમ છે તેમ છે. એ તે ભેળો થા આરાને આત્મા છે. એ કંઈ ઊંડું ન સમજે, કજીયાથી દૂર રહેવા ઈચ્છે, એટલે આજને વિહાર જરા લાંબ થયો !” - “હાજી. આજ તે ગામ આવતા આવતા અગિયાર વાગી ગયા. ઉનાળાને તાપ ને તેમાં રેતાળ રસ્તે. માર્ગમાં વૃક્ષ વગેરેની થેડી ઘણી છાયા આવતી હતી એટલે સારું હતું, નહિ તે મુશ્કેલ થઈ પડે.” “કાલ તે નાને વિહાર છે. સંયમવિજયને કાંટો વાગે છે ને પગ પણ સૂઝી ગયું છે. આ ગામ ભકિતવાળું સારું છે. ગયા ગામમાં વિનય–વિવેક વગરના શ્રાવકે હતા. મતિવિજય ગોચરી જઈને આવેલ તે કહેતો હતો કે ઘેર ઘેર એક જ વાત થાય છે કે આ તે પેલા સંધાડા બહાર કર્યા છે ને તે મહારાજ આવ્યા છે. વહેરાવવામાં પણ ઉપેક્ષાવૃત્તિ. ગુરૂજી સાથે આપણે ચર્ચા થઈ ત્યાંથી ગયું ગામ બહુ છેટું નહિ અને તે ગામવાળાને મિથિલા સાથે વેપાર આદિને કારણે અવરજવર વિશેષ એટલે વાત ઘડીકમાં પહોંચી ગઈ. થોડા શ્રાવકો સિવાય બીજા કોઈ સામે જ નહોતા આવ્યા. છેડા પણ જે આવેલ તે આપણે પ્રથમ ત્યાં માસકલ્પ કરેલ ત્યારે અનુરાગી થયેલા તે જ. ગુરૂજીથી છૂટા પડીને મારે ખાસ આ વિષયની પુષ્ટિ કરવાની કે ગુરૂછ કરે છે તે અર્થ મિથ્યા છે, એમ પ્રચાર કરવાની ઈચ્છા ન હતી. પણ ગામેગામ ગુરૂજીની વાત પહોંચી ગયા પછી આપણને કોઈ સ્થળે સન્માન કે આદર ન મળે માટે આપણું વિચારના ગામેગામ પચ્ચાસ શ્રાવકે હોય તે પણ આપણે શેભાભેર જઈ આવી રહી શકીએ એટલે જ કેટલીક ગુરૂછથી વિરૂદ્ધ વાત કરવી પડે છે.” જી. પેલા મુનિઓને બેલાવું ? વાચના પશે ? હા, બેલાવ! હવે તે સાધુઓને ભણવા ગણવા, આહાર વ્યવહાર, ક્રિયાકાંડ આદિમાં વિશેષ કાળજી રાખવા શિક્ષણ આપવું પડશે. આચાર વિચારની સારી છાપ પડશે તો જ આપણા પક્ષમાં જનતા દોરવાશે. જે વાચના લીધા પછી પેલા નવા મુનિઓને ગોચરીના દે, સાતે માંડલીની ક્રિયાઓ માંડલીમાં સાથે કરવાથી થતા લાભ, ન કરવાથી થતા દેશે વગેરે સર્વ સમજાવજે. ગુણદોષ સમજાવ્યા વગર ક્રિયાઓમાં રસ લાંબો કાળ ટકતે નથી” જી, આ સર્વ મુનિઓ આવ્યા. (વંદનાદિ કરી યથાયોગ્ય આસને બેઠા પછી ) આપશ્રી પાઠ પ્રકાશ.” શ્રાવકે સાથે પડિલેહણ પ્રતિક્રમણ વગેરે આવશ્યક ક્રિયાઓ થયા બાદ સર્વે મુનિઓ સ્વાધ્યાયમાં તલ્લીન થયા છે. આર્ય અશ્વમિત્ર સાધુઓને આગમની ચાયણ-પડિયણ કરાવે છે. તે સમયે ત્યાંનું દિવ્ય વાતાવરણ વિદ્યામય ભાસે છે. સમય થયે પિરસી ભણાવી સર્વે વેગનિદ્રા માટે તૈયારી કરે છે. કેટલાએક મુનિએ આર્ય અશ્વત્રિની સુશ્રુષા કરે છે. આ સમયે કેટલાક શ્રાવકે આવીને “મર્થીએણુ વંદામિ' કહીને બેસે છે. “સાહેબ! અમે તરત આવવાના હતા, પરંતુ આપ મુનિઓને ભણાવતા હતા એટલે રોકાઈ ગયા. દિવસે તે આપ સતત પ્રવૃત્તિમાં જ ગૂંથાયા હતા.” For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44