________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૯]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
વ્યાખ્યાનમાં, ઉપદેશમાં એમ સર્વમાં આડકતરી રીતે પોતાના વિચારોનું પ્રતિબિમ્બ પડે છે. આહારપાણ કર્યા બાદ કંઈક વિશ્રામ લઈને તેઓ બેલ્યા
“સુભદ્રવિજય ! જે તને પેલા આલાવાને અર્થ સમજાવું.” હાજી, પાણી વાપરીને આવું.” તારે ક્યાં સુધી અભ્યાસ થયે છે ?
“ જ, મારે બીજા પૂર્વના બે વસ્તુ સુધી અભ્યાસ થયો છે. આપણે આ ચર્ચા થઈ તે સર્વ વિષય દશમા પૂર્વમાં આવે છે.”
હા. તેનું સંપૂર્ણ નામ તો વિદ્યાનુપ્રવાદ પૂર્વ, પણ ભીમસેનને જેમ ભીમ અથવા સેન કહીને બેલાવાય છે તેમ આ પણ વિદ્યાપ્રવાદ અથવા અનુપ્રવાદ કહેવાય છે.”
છે. તે પૂર્વ નાં કેટલા વસ્તુ છે !”
તેના પન્નર વસ્તુ છે. તેમાં આ ક્ષણિકવાદનો વિષય નૈપુણિક નામના વસ્તુમાં આવે છે.”
“ છે. તેમાં ક્યા પાઠ ઉપરથી આ ચર્ચા થઈ હતી ?” “ જે. તે પાઠ આ પ્રમાણે છે– पडुपन्नसमयनेरड्या सव्वे बोच्छिन्जिस्संति । एवं नाव घेमाणियत्ति । एवं बीयाईसमयेसु वि वत्तव्वं ॥
આ પાઠનો અર્થ આ પ્રમાણે છે: “પ્રત્યુત્પન્ન સમયના [ જે સમયે નરકમાં ઉત્પન્ન થયા તે પ્રથમ સમયના ] સર્વ નારકીઓ વિનાશને પામશે. એ પ્રમાણે ઠેઠ વૈમાનિક દેવ [ પણ પ્રથમ સમયના વિનાશને પામશે ] એ પ્રમાણે બીજા વગેરે સમયોમાં પણ કહેવું. એટલે કે જગતમાં પ્રથમ સમયે વર્તતા સર્વ પદાર્થો નાશ પામશે. બીજ સમયના નાશ પામશે. ત્રીજા સમયના નાશ પામશે. એમ દરેક ક્ષણે દરેક પદાર્થ વિનાશને પામશે.”
છે. આ પરથી સ્પષ્ટ સાબીત થાય છે કે સર્વ પદાર્થો ક્ષણિક છે, છતાં શા. માટે મોટા ગુરુજીએ આગ્રહ પકડ હશે ?”
“એ તે કણ જાણે છે પણ ઘણી વખત મોટાઓ એમ માને છે કે પોતે જે કંઈ જાણતા કે કહેતા હોય તે સર્વ યથાર્થ જ છે. પિતાની માન્યતા વિરૂદ્ધ કંઈ પણ તક દલીલ કે પ્રવૃત્તિ કરવામાં આવે તો તેઓ તરત ચીડાઈ જાય છે. એકદમ આપણને આમ જુદા ન કર્યા હોત તે મારે આ દશમાં પૂર્વને થોડો ઘણો અભ્યાસ બાકી છે તે પૂર્ણ થઈ જાત. શાસ્ત્રીય વિષય એટલા ગહન હોય છે કે તેમાં કોઇનું પણ અભિમાન કામ આવતું નથી.”
જી. આજ ભદ્રવિજયજી મને કહેતા હતા કે આપણે આમ ઉતાવળ કરી ટા ન પડ્યા હેત ને સમજુતિથી રહ્યા હેત તે શાસનનું કેટલું સારું દેખાત? પણ મેં તે તેમને કહ્યું હતું કે શાસ્ત્રવિરૂદ્ધ જઈને શાસનની અપજીવી શોભા વધારવાથી શું ?”
ઠીક કહ્યું. હજુ તેને ગુરુજી પ્રત્યે પક્ષપાત છે. એ તે તારા પ્રેમથી ને કહેવાથી આવ્યો છે, નહિ તે આવવાને જ કયાં હતો ? મેં પૂછ્યું ત્યારે કહેતો હતો કે મારું શરીર
For Private And Personal Use Only