Book Title: Jain_Satyaprakash 1942 06 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ ] પિતૃહત્યા” [ ૫૦૩] ચાણક્ય અને ચંદ્રગુપ્તની સામ્રાજ્ય પ્રેરણા અને વ્યવસ્થાશકિતનાં બીજ શ્રેણિકની રાજનીતિમાં અને અજાતશત્રુની સામ્રાજ્યરચનામાં દેખાય છે; એ ઐતિહાસિક હકીકત સ્પષ્ટ શબ્દોમાં ઠીક રજુ થઈ છે, છતાં ચંદ્રગુપ્ત અને ચાણક્યના વ્યક્તિત્વે એ બીજો વિકાસ સફળતા પૂર્વક સાધો એ વાત પણ એટલી જ ઐતિહાસિક રીતે સ્પષ્ટ છે. લેખયશ્રીની ધર્મ સમભાવની માન્યતા અને તેને ઉલેખ સ્તુત્ય છે; એટલું જ નહિ પણ એ ભાવનાને તેમણે યોગ્ય સ્વરૂપમાં મુકવા સારે પ્રયાસ કર્યો છે. છતાં દેવદત્તનું પાત્ર અને આર્મીઓની હકીક્તનું પ્રકરણ તાવિક રીતે તે ભાવનામાં થોડીક કચાશ રાખી જાય છે. આ કાળજા લેઢાના પટારા છે હોં, “વીજળીની સળી”, “જતિ બને જતિનું આખું પ્રકરણ ભાવને કુશળતા પૂર્વક આલેખે છે. ઉપરાંત બુદ્ધ ભગવાનને નિવૃત્તિમય ઉપદેશ, મહાવીર પ્રભુની તેજસ્વી વાણી, અજાતશત્રુની સામ્રાજ્યભાવના અને શ્રેણિકની ઉદાસીનતાના રંગે પણ બરાબર ઉધયા છે. પણ એ તો બધું રચનાની નજરે. તાત્વિક દષ્ટિએ “આત્માનાં દુઃખ એને મલમ જ્ઞાન, દેહના દુભાએલાન મલમ રાજઔષધાલય, અમલના દુભાએલાંઓને મલમ દુભણ કાઢવાનું સ્થાન, એ વિધાન સરસ અને સુંદર છે. ઐતિહાસિક નવલનાં ભયસ્થાને વિવિધ હોય છે. તેમાં “પિતૃહત્યા” જેવી નવલ ધાર્મિક અભ્યાસ, ચિંતન અને તેની છણાવટ બરાબર માગી લે છે. તેમાં એકલે ઈતિહાસ નથી-ન હોય. જેમાં બુદ્ધ ભગવાન અને “જતિ વર્ધમાન” આવે તેમાં તેમના સિદ્ધાંતને સ્પર્શ હોય, અને તે સિધ્ધાંત યથાયોગ્ય ન સમજાયા હોય તે અવશ્ય ગોથું ખાઈ જવાય. આ નવલકથામાં સમાજ, ધર્મ અને તત્ત્વજ્ઞાન, તેમજ ઐતિહાસિક રાજકારણ ત્રણેની ગુંથણી છે. એટલે જ તે સર્વાગી અભ્યાસ માગી લે છે. અને એ વિના નવલકથા નિર્માલ્ય બની જવા સંભવ રહે છે. શ્રેણિક રાજા મહાવીર સ્વામીને પરમ ભક્ત હતા. તેઓશ્રીના વ્યાખ્યાન સાંભળવાને એક પ્રસંગ તે ચૂકતે નહિ, અને તેમને પ્રશ્નો પૂછી શંકાસમાધાન મેળવતે. આમ તે બન્નેને પરિચય પ્રગાઢ હોવા છતાં બેમાંથી એકેય એક બીજાને મળ્યા જ નથી, એમ પિતૃહત્યા” વાંચતાં સ્પષ્ટ લાગે છે. પશુ હિંસાનું કરમ” “તમે આવા જગનજાગ શા સારુ કરે છેસ્વર્ગ મેળવવા ? જગતની હિંસાના પ્રાયશ્ચિત્તરૂપ યાતના ભોગવી તમે સરગમાં જાઓ. જેવો અને એટલે તમારે જગન તેવી તથા તેટલી તમારી ઉપર દેવતાની પ્રીતિ. ઈ પરમાણુ પૂરાં થયે તમારી શી ગતિ ?” આ ખંડકામાં ભાષા, ભાવ અને અર્થ યથાર્થ નથી. બુદ્ધ ભગવાન જે કહેવા માગે છે, તે અસ્પષ્ટ છે. વળી તેમના મુખમાં “કરમ” “સરગ” “ઇ પરમાણુ” જેવા શબ્દો શોભતા જ નથી. જોકભાષાને અર્થે અશુદ્ધ ભાષા કે ગ્રામ્ય ભાષા તે ન થાયને? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44