Book Title: Jain_Satyaprakash 1942 06 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ ] પરિવર્તન [૫૦૯ ]: રાજવીના ચરણે ભોગ ધરી દેતાં સંકોચ ન થ તે આજે સંકોચ શાને કરે છે જે કેટલાય વખતથી ચાલ્યું આવે છે તેને રોકનાર તું કાણું ? શઠ ! વિચાર કરવાનું મુકી છે ! ઝટ રાજઆજ્ઞાનું પાલન કર ! એમાં જ તારી, તારી રોટીની અરે, તારા જીવનની સલામતી છે! મૂર્ખ !” હૃદયમાં બીજો અવાજ પડઘા પાડતે હવેઃ પેટ ભરવા. પૂરતું મૂઠી ભર અન્ન અને તન ઢાંકવા પૂરતું ગાજભર વસ્ત્ર-એટલી સગાત માટે આવાં કૃત્યો કયાં સુધી કર્યો જવાં? આજે નહીં તે કાલે પણ એ બધાયન રજેરજ હિસાબ ચુકવ્યા વગર તારે ક્યાં છૂટકે છે? એ હિસાબ ચુકવતી વેળા કે તારે રાજા કે મહારાજા વચમાં હાથ દઈ શકવાને છે ? ભલા જીવ! જે કરશે તેણે તે ભર્યા વગર ચાલવાનું નથી ! તું કરીશ તે તારે ભરવું પડશે રાજા કરશે તે તેણે ભરવું પડશે! પારકાની ફિકર છેડી તારી ફિકર કર ! આ રીતે પરાઈ બહેન-સ્ત્રીઓની આબરૂનું તું કયાં સુધી બલિદાન દીધા કરીશ? અને એવાં શતશઃ બલિદાન આપવા છતાં ય તારે મહારાજા કદી તૃપ્ત થવાના છે ખરા ? મૂર્ખ ! મૂશળધાર વરસાદ અને સમસ્ત સરિતાઓનાં નીરને પિતાનાં પેટાળમાં સમાવવા છતાં મેરામણુ કદી તૃપ્ત બન્યો સાંભળે છે? હજારે વૃક્ષો અને વેલાઓને ભસ્મસાત કરવા છતાં દાવાનળ કદી શાંત પડયો જામ્યો છે? અને તારા પાપે તારા મહારાજાને ભક્ષ્ય બનેલ એ અસહાય સ્ત્રીઓના શ્રાપ તારા ઉપર શા શા સિતમ વરસાવશે તેને વિચાર કર ! આ જન્મ તે આજે છે અને કાલે વીતી જશે, પણ એનું પાપ તો જન્મજન્મ તારે પીછો નહીં છોડે! એક વખત રાજઆજ્ઞાનું ઉત્થાપન કરવાથી જે હમેશાંનું પાપ શ્રી જતું હોય તો એમ શા માટે નથી કરતો?” - જલ-અધિકારીનું મન જાણે ઝોલે ચડ્યું હતું. શું કરવું તેને તે કશે નિર્ણય કરી શકતે ને હતો?—પણ રોજ આવી રાજઆજ્ઞાનું પાલન કરવા ટેવાઈ ગયેલ જલઅધિકારીના હૃદયમાં આજે આવું તોફાન જગવ્યું કોણે? એ ગમે તે હોય, પણ આજે જલેઅધિકારીનું અંતર વલેવાઈ જતું હતું. મહઝંઝાવાત પછી જેમ કુદરત શાંત થઈ જાય છે એમ ડીવારના આ મંથન પછી એનું મન પણ કંઈક સ્વસ્થ થતું લાગ્યું. અંધકારપૂર્ણ માર્ગમાં જાણે એને કંઈક પ્રકાશની રેખા દેખાવા લાગી હતી. સારું છે કે ખોટું, પણ છેવટે એ બે ભાગમાં વહેંચાઈ ગયેલ હૃદયને એક માર્ગે સ્થિર કરી શકો. એના હૃદયના બે ટુકડા જાણે હવે સંધાઈ ગયા હતા. અને એ સાંધવાને વજલેપ એણે રાજઆજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં નહીં, પણ રાજ-આજ્ઞાનું પાલન કરવામાં શેધી કાર્યો હતો. તેણે એ સ્ત્રીને રાજમહેલમાં મહારાજા પાસે પહોંચતી કરવાનો નિર્ણય કર્યો. મહારાજાની આજ્ઞા અખંડિત-અબાધિત રહી હતી ! -સાયંકાળે રાજમહેલના દી સાક્ષી પૂરતાં હતાં કે એક અજાણી નિર્દોષ સ્ત્રી-પંખિણી ભૂયરાજના વિલાસ-પિંજરમાં ફસાવાની હતી. શું જલ-અધિકારીનું હદયભેદક મનોમંથન સાવ એળે જવાનું હતું? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44