Book Title: Jain_Satyaprakash 1942 06 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ પ૧૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ છે ઉત્તર-પૂર્વભવમાં નિયાણું કર્યા વિના જ બલદેવ બલદેવપણું પામે છે. અંતિમ સમયે સર્વ બલદે-સ્વર્ગમાં કે મોક્ષમાં જાય, બીજી ગતિમાં જાય જ નહિ. ૨૧. ૨૨. પ્રશ્ન-પુણ્યાનુબધિ પાપને અર્થ છે? ઉત્તર–પુણ્ય કર્મને બંધ કરાવનારું જે પાપ તે પુણ્યાનુબધિ પાપ કહેવાય. અથવા પાછલે ભવ વગેરે સ્થલે પાપનાં ફલા ભેગવવાના સમયે પુણ્યનાં કારણો સેવીને પુણકર્મ બાંધવું, તે પુણ્યાનુબંધિ પાપ કહેવાય. જેને આવા પાપકર્મનો ઉદય ચાલુ હોય તે ચાલુ ભવમાં દુઃખમય જીવન ગુજારતાં વિચારે છે કે-હું હાલ જે દુઃખને અનુભવું છું તે કાર્ય છે, માટે તેનું કારણ જરૂર હોવું જ જોઈએ. કેમ કે કાર્યની ઉત્પત્તિ કારણને આધીન હોય છે, એટલે કારણ વિના કાર્ય બને જ નહિ. મેં ભૂતકાલમાં જે પાપકર્મ બાંધ્યું હતું, તેનું જ ફલ અત્યારે હું ભોગવું છું. હવે ભવિષ્યમાં તેનું દુઃખ ન ભોગવવું પડે, રીતે દુઃખનાં કારણોથી અલગ રહીને સુખનાં (પુણ્યનાં) કારણે સેવું. એમ વિચારીને પુણ્યનાં કારણ સેવીને પુણ્યને બંધ કરે, જેથી ભવાંતરમાં તે સુખશાંતિમય જીવન ગુજારે છે. ૨૨. ર૭. પ્રશ્ન–કયાં કારણોથી પુણ્યાનુબંધિ પાપ બંધાય છે ઉત્તર–જેઓ અજ્ઞાનાદિને વશ થઈને પાપનાં કારણો સેવે, તેથી તેમને પાપને બંધ પડ્યા પછી તે કેમ જરૂર ભોગવવું પડે છે. પણ મુનિરાજની દેશના સાંભળવી, પ્રભુપૂજ, ગુરૂભકિત વગેરે નિમિત્તે પાપને પશ્ચાત્તાપ કરવા પૂર્વક તેઓ ગુરૂભકિત, પ્રભુ પૂજા, દાનાદિ, સાધર્મિક વાત્સલ્ય વગેરે પુણ્યનાં કારણે સેવે છે. આ રીતે પહેલાં પાપનાં કારણો અને પછી પુણ્યનાં કારણે સેવનારા છ પુણ્યાનુબધિ પાપને બાંધે છે. ૨૩ ૨૪. પ્રશ્ન-કયા કયા જીવોએ પુણ્યાનુબંધિ પાપને બંધ કર્યો હતો ? ઉત્તર-પુણિયે શ્રાવક, ભિખારી જીવ (સંપ્રતિરાજાને પાછલો ભવ), વાછરડા ચારનાર સંગમક (શાલિભદ્રનો અવ), વગેરે જીવ પૂર્વના પાપકર્મના ઉદયથી ચાલુ ભવમાં દુઃખી છતાં પુણ્યનાં કારણે સેવીને આગામી ભવમાં સુખી થયા. વિશેષ બીના શ્રી ઉપદેશપ્રાસાદાદિ ગ્રંથોમાં જણાવી છે. ૨૪. ૨૫. પ્રશ્ન-પાપાનુબંધિ પાપનો અર્થ શું ? ઉત્તર–પાપકર્મને બંધ કરાવનારું જે પાપ, તે પાપાનુબધિ પાપ કહેવાય. એટલે પહેલાંના પાપનું ફલ ભોગવતાં નવીન પાપકર્મને બાંધવું, તે પાપાનુબંધિ પાપ કહેવાય, ૨૫ ૨૬. પ્રશ્ન-પાપાનુબંધિ પાપ કયાં કારણોથી બંધાય ? ઉત્તર–તીવ્ર મહોદયવાળા જીવો રાચામાચીને હિંસાથી ભરેલા પાપમય વ્યાપાર, કઠેર ભાષા, ખરાબ વિચારણું વગેરે કારણેને સેવીને પાપાનુબંધિ પાપકર્મને બાંધે છે. વિશેષ બીના શ્રી ભાવનાકપલતામાં જણાવી છે. ૨૬. ૨૭ પ્રશ્ન-કયા જીવોએ પાપાનુબંધિ પાપને બંધ કર્યો? ઉત્તર—સિંહ, વાઘ, બિલાડી, કસાઈ, મચ્છીમાર વગેરે જેને પાપાનુબંધિ પાપ કર્મને ઉદય હોય છે. કારણ કે તેઓ પાછલા ભવમાં બાંધેલા પાપકર્મનું ફલ ચાલુ ભવમાં ભગવે છે, ને ચાલુ ભવમાં નવાં પાપકર્મો પણ બાંધે છે, તેથી અંતે મરણ પામીને દુર્ગતિમાં પ્રય છે. વિશે બીના શ્રી અકપ્રકરણ, ભાવની કલ્પલતા વગેરે ગ્રંથમાં જણાવી છે. ર૭. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44