Book Title: Jain_Satyaprakash 1942 06 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૫૦૮] શ્રી જૈન સત્ય પ્રકાશ tવર્ષ ૭ ક iiiiiiiાા ાા પણ મહારાજાના મનમાં ઉત્પન્ન થયેલ ઉલ્કાપાત કઈ રીતે શાંત થતા ન હતા. એ ઝરૂખામાં ભેલી એક મૃગનયની મહારાજાના ચિત્તનું હરણ કરી ચૂકી હતી. મહારાજાના હૃદયમાં અત્યારે કામાગ્નિની ભયંકર જ્વાળાઓ ભભૂકી ઊઠી હતી. રમવાડીની ઉદ્યાનક્રીડાને કે બીજે બધે આનંદ એ જ્વાળાઓમાં ભસ્મસાત થઈ ગયો હતો. રાજાને મન અત્યારે એ સુંદરી જ સર્વસ્વ જેવી થઈ પડી હતી. કોઈ પણ ભોગે એને હસ્તગત કરવાને મહારાજાએ નિર્ણય કર્યો. અને પિતાના જલ-અધિકારી (પાણીની વ્યવસ્થા રાખનાર ચાકર )ને એ સ્ત્રીને રાજમહેલે પહોંચતી કરવાની આજ્ઞા ફરમાવી; જાણે પિતાને ચિત્તની ચોરી કરવાના ગુન્હા માટે એને શિક્ષા કરવાની હોય ! ! ! પ્રિય વાંચનાર ! ભલા થઈ ન પૂછી બેસતો કે–દેવાંગનાઓ જેવી અનેક રાણીઓથી ભરેલા અંતાપુરના માલિક આ ભૂયરાજનું મન આવી અદના ઔરત તરફ કેમ દેડ્યું? મધમધતાં પુષ્પો અને મીઠાં-મધુરાં ફળ મૂકીને સડી ગયેલ ગંધાતા ચાંદા ઉપર બેસતો કાગડો તારા આ સવાલનો જવાબ આપી રહેશે ! રાજઆજ્ઞા છૂટી ચૂકી હતી ! એ રાજઆજ્ઞાનું પાલન અચૂક કરવાનું જ હતું ! એ રાજઆજ્ઞા જે અવિચારી હતી, તો એનાં માઠાં ફળ પ્રજાને જ વેઠવાનાં હતાં જલ–અધિકારીએ શિર ઝુકાવી એ આશા સાંભળી લીધી ! (૨) જલ-અધિકારીનું મંથન : રાજઆજ્ઞાનું પાલન આ કોઈ મોટું રાજકારણું કાર્ય ન હતું કે એ માટે મંત્રી કે મહામંત્રીની સલાહ લેવાની હેય. આ તે એક રાજવીની વાસનાના પિષણનું કાર્ય હતું અને એ કાર્ય માટે –અધિકારી જ ગ્ય પાત્ર હતું! અને એ એને માટે આજ્ઞા મળી ચૂકી હતી. જલ–અધિકારીએ આવી અનેક રાજઆજ્ઞાઓનું પાલન કરી નાખ્યું હતું. એ વખતે એના હૃદયમાં રજમાત્ર કલેશ કે વિચારણું થયાં ન હતાં. નિર્દોષ પશુઓની ગરદન ઉપર હરહમેશ રે ચલાવતા કસાઈની જેમ એનું હૃદય જાણે નઠેર થઈ ગયું હતું. આવી રાજઆજ્ઞા જાણે એને મન રજની રમત થઈ પડી હતી. એવી આજ્ઞાઓનાં પાલનમાં જ એનું આસન સ્થિર હતું. મહારાજાના લાડકવાયા બનવાનો એ જાણે રામબાણ ઇલાજ હતું. પણ કહે છે કે હજાર યોદ્ધાઓની કલેઆમ સામી નજરે જોનાર સેનાપતિન હૈયું કઈક વખત એવું કમળ-કમજોર બની જાય છે કે એ સેયને ઘા પણ નથી જોઈ શકતું ! જલ–અધિકારીનું પણ આજે કંઈક એવું જ બન્યું હતું. જાણે એના હૃદયના બે ટૂકડા થઈ ગયા હતા. એક ટૂકડો જઆજ્ઞાના પાલન માટે તત્પર થઈ ગયા હતા, બીજે ટૂકડો એ અવિચારી રાજઆજ્ઞા સામે બંડ જગવત હતો. - હૃદયમાંથી એક અવાજ ઊઠતો હતોઃ “તારે શું ? તું તો ચિઠ્ઠીને ચાકર ! જેવી આજ્ઞા તેવું પાલન ! એમાં તારે વિચારવા પણું શેનું કેટલીય પરાયી બહેન-સ્ત્રીઓને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44