Book Title: Jain_Satyaprakash 1942 06 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૭ અભે શ્રાવક, પાટય, હાળે, બેઠચ, રાખવાચ, માંડવાચ, માંડયુંચ-એ શબ્દો જે જે વ્યક્તિના મુખમાં મુકાયા છે, તે પણ શોભતા નથી. તેમાં હાળે અને પાટય શબ્દો તે અશુદ્ધ છે. વળી શ્રી મહાવીર, અભેશ્રાવક ન લે. તે અભય શ્રાવક જ કહે. તે પ્રમાણે રાખવાંચ. માંડવાંચ, માંડયુચ. બેઠોચ, એમાં ચ નો ઉપગ તદ્દન બેટ છે. ત્યાં “ચને ઠેકાણે છ વિશેષતઃ વપરાય છે. એટલે જ્યાં પાત્રના મુખમાં ઓપતી ભાષા તેના વણે સંસ્કાર મુજબ કે વિદ્વત્તા મુજબ ન લાવી શકાય તે શુદ્ધ ભાષા કે સંસ્કારી ભાષા મૂકવી વધારે ઈષ્ટ ગણાય. વળી શ્રેણિક “એલા કંધક તું પણ એક નંગ છે !” એવું આજના કેટલાક અભણ બાપુઓ જેવું તે ન જ બોલે. વળી ભરવાડની ભાષા ઉલટી એકદમ સંસ્કારી બની ગઈ છે. કુતરાની દંતાવલિની હકીક્ત અને શ્રેણિકની વિદ્યાગ્રહણની વાતો જૈન શાસ્ત્રમાં લખી છે, તેથી તદ્દન જુદી જ છે. કંધક જે વિદ્યા શીખવે છે, તેની હકીકત શાસ્ત્રમાં તે એમ છે કે એક લહરણ વિદ્યા જાણનાર પાસે શ્રેણિક તે વિદ્યા શિખવા બેસે છે. તે વિદ્યાગુરુ પણ હરિજન છે અને શ્રેણિક એક હરિજનને આસને બેસાડીને વિદ્યા શીખે છે : તે વિદ્યા છે ફલાકર્ષણ કરીને તેને લઈ જવાની–હરણ કરવાની. જોશીની આંખફરકની હકીક્ત અને યજ્ઞથી ખાવાપીવાનું, દક્ષિણ વગેરે મળશે એવી ભાવના તદ્દન આધુનિક અને અનૈતિહાસિક લેખાય. - ઘાર્મિક તત્ત્વજ્ઞાનની અને ક્રિયા વ્યવહારની નજરે આધુનિકતાનાં આરે પણ એ અયોગ્ય ગણાય. એટલે જ દિગંબર વ્યાખ્યાતા, આર્યાઓની ચિત્રપાટી પીંછી વગેરે જે હકીક્ત આધુનિક સંપ્રદાયની છે, તે મહાવીર ભગવાનના સમયની નથી. તે વખતે જૈન ધર્મના વાડા ન હતા. મહાવીર પ્રભુના સમયમાં વસતિવાસી સાધુ ન હતા. તેમને વ્યા ખ્યાન માટે કે વસવા માટે વાડો, વંડ, ચગાન, મકાન વગેરેની જરૂર ન હતી. અને તેવા સ્થાનકમાં તેઓ ઉપદેશાર્થે ઊતરતા નહિ. એટલે “તેઓ વંડા જેવા મકાન ઉપર ...વ્યાખ્યાન કરતે હતે.” એ વાકયમાં “ખદબદતા હતા” એ રૂચિભંગ કરનાર પ્રગ ઉપરાંત દિગંબર વ્યાખ્યાતાની હકીકત પણ સત્યથી વેગળી છે. એને માટે શ્રીયુત ઉછરંગરાય ભાઈને જિનકલ્પ અને સ્થીરકલ્પીની ભૂમિકાને વિવેક સમજવાની વિનંતિ કરું છું. વ્યા ખ્યાન સ્થાન માટે ઉદ્યાન અને ઉપવન શબ્દ જેનાગમમાં સ્થળે સ્થળે નજરે પડશે. | કુળ માટેની લડાઈની હકીકત એ એતિહાસિક નથી. કુળાભિમાન છે તે સમયે હતું. પણ ચેટકે કુળગૌરવ માટે યુદ્ધ કર્યું, કે પ્રસેનજિત કુળાભિમાન ખાતર લડાઈ કરી તે હકીક્ત ઈતિહાસમાં છે? શાસ્ત્રોમાં તે ચેલણના વિવાહની હકીકતમાં યુદ્ધની વાત જ નથી. ચિત્રપટનું પ્રકરણ સાવ વિચિત્ર છે. સમજી શકાય તેવું નથી. તેમાં આરજ, શીલભદ્રા, શ્રાવિકા, કણ કેણુ તે એકદમ સ્પષ્ટ થતું નથી. શીલભદ્રા તે જ શ્રાવિકા કે બીજી કઈ? તે તે આરજા છે, તેને શ્રાવિકા કેમ કહેવાય? છતાં તેને શ્રાવિકાથી સંબેધાઈ છે, વળી તેમાં જે આચાર, વિચાર, સ્થાન વર્ણન છે તે પણ સભ્યને કે સૂત્રને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44