Book Title: Jain_Satyaprakash 1942 06 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ ] જૈનધર્મ વિશેનાં પરાક્રમ [૫૦૧] કલશ પિતાના નામ ઉપરથી સ્થાપન કરેલ બીકાનેર શહેર ઉપર ઢાલ્યો. રાજધાનીના આ શહેરમાં બછરાજે પણ પિતાના કુટુંબ સહિત ધામા નાખ્યા. પોતાના માલિકનું અનુકરણ કરી એણે પણ છાસર નામનું એક ગામ વસાવ્યું. પ્રેમ અને ભકિતથી જેનું હૃદય સદા નિતરતું હતું એવા તે સરદારે જૈનધર્મની કીર્તિ વધારે તેવાં કામો કર્યા અને પવિત્ર ગિરિરાજ શ્રી શત્રુંજયની યાત્રા કરી માનભરી રીતે પિતાનું આયુષ્ય પૂર્ણ કર્યું. એ પ્રખ્યાત પુરુષની વંશાવલી આ પ્રમાણે છે. જેસલજી અછરાજ કરમસિંધ વરસિંધ નારસિંધ મેષરાજ નાગરાજ અમર ભાજ ડુંગર સંગ્રામ કરમચંદ ભાગચંદ - લક્ષ્મીચંદ સમયના વહેવા સાથે બછાવત વંશીઓએ લાગવગ, સંગીનતા અને સતામાં વધારો કરવા માંડ્યો. બીકાથી જે રાજકર્તાઓની પરંપરા ઊતરી આવી એના તેઓ મિત્ર અને સલાહકાર બની રહ્યા. રાયસિંધના રાજ્યકાળે પતનને ઢોલ વાગે ત્યાંસુધી એ સ્થિતિ ચાલુ રહી. દીવાન તરીકેની પદવી વંશ ઉતાર ચાલુ આવી. બછરાજના વંશમાં પુરૂષો પણ એવા પાકયા કે જેમણે માત્ર બાપીક વારસો ન સાચવી રાખતાં “બાપ કરતાં બેટા સવાઈ”ની ઉકિત સાચી કરી બતાવી. પિતાના વિશાળ અનુભવ અને વિસ્તૃત સંસ્કારથી રાજયના વહીવટી પ્રશ્નો ઉકેલી સંતોષ ન માનતા પિતામાં રહેલી ચતુરાઈ અને મુસદ્દીપણુની શક્તિથી સંગ્રામ ખેડવામાં પણ ભાગ લીધો અને રણમેદાનમાં અપૂર્વ કૌશલ દાખવ્યું. લેખકના શબ્દોમાં કહીએ તો “They handled the sword as well as the pen', અર્થાત તેમણે કલમ પકડી જાણું અને તલવાર ફેરવી જાણી; સીવીલ અને મીલીટરી રૂ૫ રાજ્યની મુખ્ય લાઈનમાં નિષ્ણુત ગણાયા. વહીવટી તંત્રની માફક જ યુદ્ધ તંત્રની લગામ પણ પકડી જાણી. વરસીંધ અને નાગરાજ એ વંશમાં મહારથીઓ તરીકે પ્રસિદ્ધિને પામ્યા. વરસી પિતાને જાન હાજીખાન લેદી સાથેની લડાઈ વેળા ગુમાવ્યો અને નાગરાજે લુણકરણના રાજ્યકાળે જે બંડ ઊઠયું હતું તે દાબી દેવામાં અને પુનઃ શાંતિ સ્થાપવામાં પિતાનું પાણી બતાવ્યું. આ પ્રકારનાં રાજકારણમાં જેમને સમય ખાતે હતો એવા આ બંછાવતોએ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44