________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ
સારું, અત્યારે આવ્યા તેમાં શું હરકત છે ? જેટલા પ્રમાદ અલ્પ લેવાય તેટલે લાભ જ છે ને!”
“સાચું, પરંતુ આપ વિહાર કરીને પધાર્યા છે. દિવસભર પરિશ્રમ લીધેલ છે એટલે નિદ્રાની જરૂર તો ખરી જ, હવે અમે અમારી વાત ટૂંકામાં પતાવીએ. અમે સાંભળ્યું છે કે આપને ગુરુજીએ સમુદાય બહાર કર્યા છે તે તેમાં સત્ય શું છે?”
તમે જે વાત સાંભળી છે તે સત્ય છે. હકીકત એમ બની કે અમારે ગુરુજી પાસે પૂર્વને પાઠ ચાલતો હતો. તેમાં એક સૂત્રને અર્થ કરવામાં ગુરુજી અને અમારી વચ્ચે મતફેર પડે. અમારું કહેવું હતું કે આ આલાવાનો આમ અર્થ હોવો જોઈએ. ગુરુજીએ કહ્યું કે એ મિથ્યા છે. એ ચર્ચા ખૂબ ચાલી, પણ તેમાં કંઈ સમજૂતિ ન થઈ એટલે ગુરૂજીએ અમને સાથે ન રાખ્યા ને જુદા વિચરવા કહ્યું
ગુરુજી અને આપ જેવા વચ્ચે આ પ્રમાણે વિચારભેદને કારણે વૈમનસ્ય થાય ને જુદી જુદી પ્રરૂપણ ચાલે તેથી શાસનનું કેટલું અજુગતું દેખાય? માટે જે આપને વિચાર હોય તે અમે ગુરુજી પાસે જઈને તેઓશ્રીને સમજાવીએ. કોઈ પણ રીતે સમજુતિ થતી હોય તે સારું.”
તમારે પ્રયત્ન કરવો હોય તે કરી જુએ. પણ જ્યાં સુધી આ શાસ્ત્રીય પાઠના અર્થમાં અમે બન્ને એકમત ન થઈએ ત્યાંસુધી સમજૂતિ શી રીતે થઈ શકે છે મૂળમાંથી સંડ ન નીકળે ત્યાંસુધી ઉપર ઉપરના ઉપચારથી શું વળે ?”
જી સારું, આજ તે આપ લાંબે વિહાર કરીને પધાર્યા છે એટલે કંઈ ખાસ વાતચીત પણ નથી થઈ શકી. આપ કાલે અહીં સ્થિરતા કરે ને હકીકત શું બની છે તે સવિસ્તર સમજાવો એટલે કંઈ કરવા જેવું જણાશે તે કરીશું. વિશેષ અનુકૂળતા હોય તો અઠવાડિયું સ્થિરતા કરે.”
“ અમારે અહીંથી હજુ દૂર જવાનું છે. ગરમીના દિવસ છે. ચોમાસું પણ નજીકમાં આવે છે. અનુકુળ ક્ષેત્ર માટે પણ જોવાનું રહે છે, માટે અઠવાડિયું તે સ્થિરતા કરી શકાય તેવા સંયોગો નથી, પણ તમારે આગ્રહ છે ને તમારે આ વિષય સમજવા ઇચ્છા છે તે આવતી કાલે એક દિવસ સ્થિરતા કરીશું.
સારું સાહેબ “વિજાણ કરનાઆપ આરામ કરે.” સર્વે જાય છે. (ચાલુ)
કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાગ સુંદર ભગવાન મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર ૧૪”x૧૦” સાઈઝ : આર્ટકાર્ડ ઉપર ત્રિરંગી છપાઈ : સોનેરી ર્ડર : મૂલ્ય-ચાર આના ( ટપાલ ખર્ચને દેઢ આને જુદે.)
શ્રી. જેનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી : ઘીકાંટા, અમદાવાદ.
For Private And Personal Use Only