Book Title: Jain_Satyaprakash 1942 06 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્ક ૧૦] નિહ્નવવાદ [ ૪૮૯ ] ‘આપણે સ્યાદ્વાદી એટલે ‘આ પણ સાચું ને તે પણ સાચું,' ‘આમે ખરું ને તેમે ખરું' એમ અવ્યવસ્થિત વિચારવાળા નથી; સ્યાદ્વાદ તેમ માનવા કે મનાવવા કહેતા પણ નથી. ઉલટું તે તેા એક દૃષ્ટિને દૂર કરીને અનેક દૃષ્ટિએ વસ્તુને જોવાનુ કહે છે. સ્યાદ્વાદ જેમ મિથ્યા આગ્રહને છેડાવે છે તેમ સંશયવાદને પણ ત્યાગ કરવાનુ શીખવે છે. વ્યાર્થિક દૃષ્ટિએ ઘટ નિત્ય જ છે, અને પયાર્થિક દૃષ્ટિએ ઘટ અનિત્ય જ છે એમ નિશ્ચયપૂર્વક વાત સ્યાદ્વાદી જ કરી શકે છે. સ્યાદ્વાદને માન્યા સિવાય એવકારથી (‘જ’-કારથી) વાત કરનાર ક્ષણ વારમાં ચૂપ થઇ ાય છે. જમાલિની ભૂલમાં એમને મિથ્યા આગ્રહ–મતિના વિભ્રમ—-ભાગ ભજવતા હતા. ‘ખુદ ભગવાન પણ ભૂલ્યા' એમ એમની પાસે મિથ્યાભિમાન ખેલાવતું હતું. વીર પ્રભુના વચન “જિયમાળું ૐ” વગેરે અસત્ય છે, એમ કહીને તેઓ મિથ્યાત્વવૃત્તિવાળા બન્યા હતા. પ્રભુએ જાતે સમજાવ્યા છતાં પણ સમજ્યા નહિ એટલે એમની એવી સ્થિતિ થઈ. આપણે પ્રભુનાં અમુક વચને મિથ્યા છે એમ ઘેાડુ' કહીએ છીએ? આ તે તેઓશ્રીના વચનને અર્થ કરવામાં જે મતફેર છે તેને અંગે વિવાદ છે. તે મતફેર ટળી જાય તેા ખીજો કઈ થાડા આગ્રહ છે ? મેાટા ગુરુમહારાજશ્રી સર્વજ્ઞ તા નથી કે તેએશ્રી અ કરવામાં ન જ ભૂલે......... 33 સુભદ્રવિજયજી સમજાવતા હતા એટલામાં “મત્થએણ વદામિ” કહીને એક શ્રાવકે આવીને કહ્યું: “પધારા સાહેબ ગુરુમહારાજજી આપની રાહ જોઇને બહાર વિરાજ્યા છે. પ્રવેશ કરવાને આપ પધારા એટલી જ વાર છે.” ( ૨ ) ઉપાશ્રયમાં— આર્ય અમિત્ર વિશાલ માનવ મેદની સમક્ષ વ્યાખ્યાન આપે છે: “ સંસાર ક્ષણિક છે એમ સવ કાઇ માને છે. ત્યાગ કરવા યોગ્ય છે તે પણ સર્વસમ્મત છે. સંસારમાં કાઈ પણ પદાર્થ ઉપર રાગ ન થાય તે વૈરાગ્ય તરફ સહજ ચિત્તવૃત્તિ વધે તે માટે સ દર્શોના પ્રયત્ન કરે છે. બૌદ્ધદનનું તે માટે કહેવું છે કે સર્વ પદાર્થો ક્ષણિક છે. જગત્ વિનશ્વર છે. ક્ષણ પૂર્વે જોયેલ ક્ષણ પછી નથી દેખાતું. પળ પહેલાં પ્રેમ કરનાર પળ પછી દ્વેષ કરે છે. એવી કઈ વસ્તુ છે કે જેમાં ક્ષણુ બાદ ફેરફાર ન થયા હોય? માટે જે કંઇ છે તે સ` એક ક્ષણ રહી વિનાશ થવાના સ્વભાવવાળુ છે.” બૌદ્ધોનું આ કથન જૈનદનથી ઇંક વેગળુ નથી. આ વિચારણા જૈનદર્શનની જ એક વિચારણા છે. બૌદ્ધ દર્શન તા ફકત આ વિચારણા ઉપર ભાર આપીને તેને પલ્લવિત કરે છે, માટે તે જૈનદર્શનથી જુદુ' પડી ગયુ છે. કાઇ દર્શીન પરમબ્રહ્મ એક માનીને દેખાતા સંસાર સર્વ શૂન્ય છે એમ કહીને સ'સારને હેય બતાવે છે. કાઇ માયામય માનીને નિઃસાર કહે છે. ગમે તેમ હા પણ સર્વ અનિત્ય અને અસાર છે તે ચાક્કસ છે, માટે કાઇ પણ પદાર્થ ઉપર રાગ-દ્વેષ ન કરતાં સમભાવ કેળવવા એ જ પરમપદ પામવાને પવિત્ર પન્થ છે.” એ પ્રમાણે વ્યાખ્યાન આપ્યા બાદ આ અશ્વમિત્ર સ્વકાર્યોંમાં પ્રવૃત્ત થયા. ગુરૂથી છૂટા થયા બાદ તેમને દિવસે દિવસે ‘ હું માનું છું તે સાચુ' જ છે' એવા આગ્રહ વધારે ને વધારે દઢ થાય છે. જનતાને પોતાના પક્ષમાં દોરવાને વિશેષે પ્રયત્ન કરે છે. વાતચિતમાં, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44